Dang Rain: આહવામાં 3 ઇંચ વરસાદ, ભારે વરસાદના પગલે નદીઓમાં પૂર જેવી સ્થિતિ

Jul 3, 2026 - 11:30
Dang Rain: આહવામાં 3 ઇંચ વરસાદ, ભારે વરસાદના પગલે નદીઓમાં પૂર જેવી સ્થિતિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ડાંગ જિલ્લામાં ચોમાસાની સિસ્ટમ પરાકાષ્ઠાએ પહોંચી છે. સમગ્ર ડાંગ જિલ્લામાં મેઘરાજાએ સાર્વત્રિક જમાવટ કરતા પહાડી વિસ્તારો અને ખીણોમાં આહલાદક દ્રશ્યો સાથે પૂરની સ્થિતિ નિર્માણ પામી છે. ડાંગના ચારેય મુખ્ય તાલુકાઓ આહવા, વઘઈ, સુબીર અને સાપુતારામાં સવારથી જ કાળાડિબાંગ વાદળોની ફોજ વચ્ચે અનરાધાર વરસાદ તૂટી પડ્યો છે.

ડાંગ જિલ્લામાં મેઘરાજાએ સાર્વત્રિક જમાવટ કરી


નદીઓ અને ઝરણાં સક્રિય, કોઝવે પાણીમાં ગરકાવ

ભારે વરસાદના પગલે ડાંગની જીવાદોરી સમાન પૂર્ણા, અંબિકા અને ખાપરી નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પહાડો પરથી વહી આવતા પાણીના કારણે નદીઓ ગાંડીતૂર બની છે, જેના લીધે ગ્રામ્ય વિસ્તારોને જોડતા નીચાણવાળા સેંકડો કોઝવે પાણીમાં ડૂબી ગયા છે. વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે આ માર્ગો પર વાહનવ્યવહાર બંધ કરાવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને આહવા શહેરમાં ૩ ઇંચથી વધુ વરસાદી પાણી રોડ પર ફરી વળતા સ્થાનિક વેપારીઓ અને મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા.

સાપુતારા અને વઘઈમાં પ્રવાસીઓનો ઘોડાપૂર

બીજી તરફ, આ ધોધમાર વરસાદના કારણે ડાંગનું પ્રકૃતિ સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું છે. સાપુતારાના ઘાટ માર્ગો પર ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે નયનરમ્ય ઝરણાં વહેતા થયા છે, જ્યારે વઘઈ નજીક આવેલો પ્રખ્યાત ગિરા ધોધ પાણીની ભારે આવકને કારણે ભયાનક અને સુંદર સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે. જોકે, નદીઓનો પ્રવાહ તેજ હોવાથી કલેક્ટર તંત્ર દ્વારા પ્રવાસીઓને નદી કિનારે ન જવા અને સ્થાનિક નાગરિકોને સાવધ રહેવા કડક સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: Narmada: ગરુડેશ્વર ખાતે સરકારી શરતભંગ બદલ વધુ 2 ઉચ્ચ અધિકારીઓના બંગલા પર ચાલ્યું બુલડોઝર

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0