Dang News: સ્ટોબેરીની ખેતીથી ખેડૂતોની કમાણીમાં બમ્પર ઉછાળો, જાણો કેટલી થાય છે કમાણી?

May 20, 2026 - 20:30
Dang News: સ્ટોબેરીની ખેતીથી ખેડૂતોની કમાણીમાં બમ્પર ઉછાળો, જાણો કેટલી થાય છે કમાણી?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોપેલા બાગાયતી ખેતીના વિકાસના બીજ હવે વટવૃક્ષ બની રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં દેશનો પ્રથમ સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ જિલ્લો જાહેર થયેલો ડાંગ હવે ગુજરાતનું 'સ્ટ્રોબેરી હબ' બનીને ઉભર્યો છે. ડાંગના આદિવાસી ખેડૂતો પરંપરાગત ખેતી કે મજૂરી છોડીને આધુનિક અને પ્રાકૃતિક પદ્ધતિથી સ્ટ્રોબેરીની ખેતી તરફ વળ્યા છે, જેનાથી તેમની આર્થિક સ્થિતિમાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે.

વર્ષ 2025-26માં ઉત્પાદન 233 મેટ્રિક ટન પહોંચવાનો અંદાજ

રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિઓના કારણે ડાંગમાં સ્ટ્રોબેરીના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનમાં મોટો વધારો નોંધાયો છે. વર્ષ 2022-23માં જ્યાં માત્ર 20 હેક્ટરમાં વાવેતર થતું હતું, તે ચાલુ વર્ષે (2025-26) વધીને અંદાજે 33 હેક્ટર સુધી પહોંચી ગયું છે. વર્ષ 2022-23ના 140 મેટ્રિક ટનની સરખામણીએ, વર્ષ 2024-25માં ઉત્પાદન 196 મેટ્રિક ટન થયું હતું. જ્યારે ચાલુ વર્ષે આ આંકડો 233 મેટ્રિક ટનની ઐતિહાસિક સપાટીએ પહોંચવાનો અંદાજ છે.

એક-બે નહીં, પૂરી 9 જાતોની થાય છે ખેતી

ડાંગની શીતળ આબોહવા, રેતાળ-ગોરાડુ જમીન અને સાનુકૂળ તાપમાન (દિવસનું 22°C-25°C અને રાતનું 7°C-13°C) સ્ટ્રોબેરી માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે. અહીં ખેડૂતો 9 જાતની સ્ટોબેરીની ખેતી કરી રહ્યા છે. જેમાં ‘વિન્ટર ડૉન’ જાત સૌથી વધુ લોકપ્રિય છે, જે ડિસેમ્બરથી માર્ચ સુધી મબલખ પાક આપે છે. આહવા તાલુકાના ભૂરાપાણી, ગલકુંડ, માલેગાંવ અને વઘઈ તાલુકાના કંચનપાડા અને મુરંબી જેવા ગામો આ ખેતીના મુખ્ય કેન્દ્રો બન્યા છે.

  • વિન્ટર ડોન
  • અર્લી વિન્ટર
  • કેમેરોઝા
  • સ્વીટ ચાર્લી
  • નાભિલા
  • નાબાડી
  • સેલ્વા
  • બેલરૂબી
  • પજેરો

સરકાર તરફથી 55 થી 75 ટકા સુધીની મોટી સહાય

ખેડૂતોને આર્થિક બોજ ન પડે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા સ્ટ્રોબેરીના રોપા અને અન્ય વાવેતર ખર્ચ પર 55 ટકાથી 75 ટકા સુધીની સબસિડી આપવામાં આવે છે. આ ઉપરાંત પ્લાસ્ટિક મલ્ચિંગ મટિરિયલ, પેકિંગ બોક્સ, ક્રેટ તેમજ મિની ટ્રેક્ટર અને રોટાવેટર જેવા સાધનો ખરીદવા માટે પણ મોટી આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે.

મજૂરી કરનારા આદિવાસી ખેડૂતો હવે મેળવે છે રૂ. 8 લાખ સુધીની આવક

ગઈકાલ સુધી જે ખેડૂતો રોજીરોટી માટે નજીકના શહેરો કે મહારાષ્ટ્રના ખેતરોમાં મજૂરી કરવા જતા હતા, તેઓ આજે પોતાના ખેતરમાં જ માલિક બનીને સ્વાભિમાનભેર કમાણી કરી રહ્યા છે. પરંપરાગત ડાંગર કે નાગલીની ખેતી સામે હવે સ્ટ્રોબેરીથી ખેડૂતોને દર વર્ષે હેક્ટર દીઠ અંદાજે રૂ. 7 થી રૂ. 8 લાખ સુધીની ચોખ્ખી કમાણી થઈ રહી છે. અગાઉ માત્ર સાપુતારા અને આહવા પૂરતું મર્યાદિત રહેતું આ ફળ, હવે સુરત, અમદાવાદ અને ભરૂચ જેવા મોટા શહેરોના બજારો સુધી પહોંચી રહ્યું છે. આ ખેતીથી સ્થાનિક સ્તરે મોટા પાયે રોજગારીની તકો પણ ઊભી થઈ છે.


આ પણ વાંચો - Dang News: ગિરિમથક સાપુતારાના હવામાનમાં પલટો, કમોસમી વરસાદથી પ્રવાસીઓમાં આનંદની હેલી


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0