Dang: સાપુતારામાં પ્રવાસીઓનો ભારે ધસારો, ગાઢ ધુમ્મસ અને ઝરમર વરસાદ વચ્ચે ખીલી ઉઠી કુદરતી સુંદરતા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દક્ષિણ ગુજરાતના સરહદી અને આદિવાસી બહુલ જિલ્લા ડાંગમાં ચોમાસાની ઋતુ તેના પૂર્ણ વૈભવ સાથે ખીલી ઉઠી છે. છેલ્લા બે દિવસથી સતત ધોધમાર વરસતા વરસાદે વિરામ લઈને ધીમો પડતાં જ, પ્રકૃતિપ્રેમીઓ માટે સાપુતારા સ્વર્ગસમાન બની ગયું છે. સાપુતારા હિલ સ્ટેશન પર સવારથી જ ગાઢ ધુમ્મસની સફેદ ચાદર પથરાયેલી જોવા મળી રહી છે, જેની સાથે ઝરમર વરસી રહેલા વરસાદી છાંટા પ્રવાસીઓના ઉત્સાહમાં બેવડો વધારો કરી રહ્યા છે.
સાપુતારા સ્વર્ગસમાન બની ગયું
ગુજરાત જ નહીં પરંતુ પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાંથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ વીકએન્ડ અને રજાઓની મજા માણવા માટે સાપુતારા, ગીરા ધોધ તેમજ ડાંગના આંતરિયાળ કુદરતી સ્થળોએ પહોંચી રહ્યા છે.સાપુતારાના પ્રખ્યાત લેક (તળાવ) ખાતે સૈલાણીઓ ઝરમર વરસાદ વચ્ચે બોટિંગની મજા માણી રહ્યા છે. આ ઉપરાંત, સૂર્યાસ્ત પોઇન્ટ અને ગવર્નર હિલને જોડતી રોપવે રાઇડ્સ તેમજ સાપુતારા એડવેન્ચર પાર્કમાં પેરાગ્લાઇડિંગ, ઝિપલાઇન અને બાઇકિંગ જેવી એડવેન્ચર પ્રવૃત્તિઓમાં લોકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.
આહવા-વઘઈ પટ્ટીમાં વાતાવરણ
માત્ર સાપુતારા જ નહીં, પરંતુ ડાંગના વડામથક આહવા, પ્રવેશદ્વાર વઘઈ, સુબિર તેમજ પૂર્વ પટ્ટીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. ચોમાસાની આ રમણીય ઋતુથી સાપુતારાના હોટેલ બિઝનેસ, ગાઇડ્સ, સ્થાનિક હસ્તકળા અને ખાણી-પીણીના વેપારીઓને મોટો આર્થિક લાભ થયો છે.
આ પણ વાંચો: Jetpur: વ્યાજખોર જયેશ ભૂતની ધરપકડ, 24 લાખ સામે 41 લાખ પડાવ્યા છતાં પઠાણી ઉઘરાણી ચાલુ રાખી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

