Dang જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા અંબિકા નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ

ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા નદીઓમાં આવ્યા નીરઆહવા, સુબિર અને વઘઇમાં વરસાદી માહોલગિરિમથક સાપુતારામાં પણ વરસાદી માહોલગુજરાતમાં આજે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી છે,ત્યારે ડાંગ જિલ્લામાં વરસાદ વરસતા અંબિકા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે,ડાંગ જિલ્લાના આહવા,સુબિર અને વઘઈમાં વરસાદ વરસતા અંબિકા નદીમાં નીરની આવક થઈ છે,આ અંબિકા નદી નવસારી સુધી જાય છે,માટે નવસારીના નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરાયા છે. કોઝવે પર પાણી ફરી વળ્યા સુસરદા, ચીખલદામાં પાણી ફરી વળતા સ્થાનિકોને હાલાકી થઈ રહી છે.આંબાપાડા લો લેવલના બ્રિજ ઉપર પાણી ફરી વળ્યાં છે જેના કારણે વાહનવ્યવહારને અસર થઈ છે.ડાંગ જિલ્લામાં 3 દિવસના વિરામ બાદ સાર્વત્રિક વરસાદ થયો છે.અંબિકા નદી ઉપરના ચીખલદા, સુસરદા, આંબાપાડા લો લેવલના બ્રિજ ઉપર પાણી ફરી વળ્યા છે. વરસાદથી ગીરાધોધનું રૌદ્ર સ્વરૂપ જોવો મળ્યું આહવા, સુબિર અને વઘઇ તાલુકા સાથે ગિરિમથક સાપુતારામાં વરસાદ થતા ગીરાધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે.ગત સાંજે 6 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી 14 કલાકમાં આહવામાં 2 ઇંચ,સાપુતારામાં 3 ઇંચ,વઘઇમાં 1 ઇંચ,સુબિરમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.અંબિકા નદી હાલ બે કાંઠે વહી રહી છે જેના કારણે નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગીરાધોધ જોવા લોકો ઉમટયા વરસાદી સિઝનમાં લોકો ડાંગ અને સાપુતારા વધારે જવાનું પસંદ કરતા હોય છે,ત્યારે ગીરાધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે,હાલ ગીરાધોધ જોવા માટે પ્રવાસીઓ ઉમટી પડયા છે,ડાંગમાં ફોગી વાતાવરણને કારણે અદભુત નજારો સર્જાયો છે,ગીરાધોધની આસપાસ લોકોને જવા દેવામાં આવતા નથી પરંતુ દૂરથી લોકો ગીરાધોધનો નજારો માણી સેલ્ફીનો આનંદ લઈ રહ્યાં છે.  

Dang જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા અંબિકા નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા નદીઓમાં આવ્યા નીર
  • આહવા, સુબિર અને વઘઇમાં વરસાદી માહોલ
  • ગિરિમથક સાપુતારામાં પણ વરસાદી માહોલ

ગુજરાતમાં આજે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી છે,ત્યારે ડાંગ જિલ્લામાં વરસાદ વરસતા અંબિકા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે,ડાંગ જિલ્લાના આહવા,સુબિર અને વઘઈમાં વરસાદ વરસતા અંબિકા નદીમાં નીરની આવક થઈ છે,આ અંબિકા નદી નવસારી સુધી જાય છે,માટે નવસારીના નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરાયા છે.

કોઝવે પર પાણી ફરી વળ્યા

સુસરદા, ચીખલદામાં પાણી ફરી વળતા સ્થાનિકોને હાલાકી થઈ રહી છે.આંબાપાડા લો લેવલના બ્રિજ ઉપર પાણી ફરી વળ્યાં છે જેના કારણે વાહનવ્યવહારને અસર થઈ છે.ડાંગ જિલ્લામાં 3 દિવસના વિરામ બાદ સાર્વત્રિક વરસાદ થયો છે.અંબિકા નદી ઉપરના ચીખલદા, સુસરદા, આંબાપાડા લો લેવલના બ્રિજ ઉપર પાણી ફરી વળ્યા છે.

વરસાદથી ગીરાધોધનું રૌદ્ર સ્વરૂપ જોવો મળ્યું

આહવા, સુબિર અને વઘઇ તાલુકા સાથે ગિરિમથક સાપુતારામાં વરસાદ થતા ગીરાધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે.ગત સાંજે 6 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી 14 કલાકમાં આહવામાં 2 ઇંચ,સાપુતારામાં 3 ઇંચ,વઘઇમાં 1 ઇંચ,સુબિરમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.અંબિકા નદી હાલ બે કાંઠે વહી રહી છે જેના કારણે નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.


ગીરાધોધ જોવા લોકો ઉમટયા

વરસાદી સિઝનમાં લોકો ડાંગ અને સાપુતારા વધારે જવાનું પસંદ કરતા હોય છે,ત્યારે ગીરાધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે,હાલ ગીરાધોધ જોવા માટે પ્રવાસીઓ ઉમટી પડયા છે,ડાંગમાં ફોગી વાતાવરણને કારણે અદભુત નજારો સર્જાયો છે,ગીરાધોધની આસપાસ લોકોને જવા દેવામાં આવતા નથી પરંતુ દૂરથી લોકો ગીરાધોધનો નજારો માણી સેલ્ફીનો આનંદ લઈ રહ્યાં છે.