Dang જિલ્લામાં વરસાદ બાદ સર્જાયા નયનરમ્ય દશ્યો,જુઓ Video

મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા ડાંગના હિલ સ્ટેશન પર વરસાદથી આહલાદક વાતાવરણ સર્જાયું પ્રકૃતિ પ્રેમીઓ વાતાવરણની મોજ માણવા ઉમટ્યા ગુજરાતમાં હાલ વરસાદની સિઝન ચાલી રહી છે,ત્યારે ડાંગ હિલસ્ટેશન પર ભારે વરસાદ પડતા નયનરમ્ય દશ્યો સર્જાયા હતા.ફોગી વાતાવરણ વચ્ચે પર્વતોની વચ્ચેથી ઝરણા વહી રહ્યાં છે,તો આ ઝરણાની મજા માણવા પ્રવાસીઓ ઉમટી રહ્યાં છે.ખાસ કરીને વરસાદના સમયે વરસાદ તેમજ વાતાવરણની મજા માણવા માટે પ્રવાસીઓ ડાંગ જતા હોય છે. સહેલાણીઓનો ધસારો ગુજરાતમાં ચોમાસાની ઋતુ બરોબર જામી ગઈ છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ મન મુકીને વરસી રહ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં આવેલો ડાંગ જિલ્લો ચોમાસાની સિઝનમાં કાશ્મીર બની જાય છે. અહીં વરસાદ બાદ જાણે સ્વર્ગ ધરતી પર ઉતર્યું હોય તેવો માહોલ સર્જાય જાય છે. ત્યારે મોટી સંખ્યામાં સહેલાણીઓનો પણ ધસારો જોવા મળી રહી રહ્યો છે. વોટરફોલ એકટીવ થયા વરસાદી માહોલને કારણે ડાંગ જિલ્લામાં આવેલું સાપુતારા પણ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. સહેલાણીઓમા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદી માહોલમાં દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો ફરવા આવતા હોય છે. જણાવી દઈએ કે, સાપુતારા પ્રયટક સ્થળમાં ગુજરાતના પ્રવાસીઓની પહેલી પસંદગી બની છે.આ સમયે સાપુતારા અને ડાંગમાં આવેલા વોટરફોલ પણ એક્ટિવ થઈ જાય છે. જેમાં ન્હાવા માટે મોટી સંખ્યામાં લોકો પણ આવી રહ્યા છે. સાપુતારાના રસ્તાઓ ઉપર વરસાદી પાણી ફરી વળતા વાતાવરણ ખુશનુમા બની ગયું છે. શની-રવિની રજામાં પ્રવાસીઓ અહીં આનંદ માણવા માટે પહોંચી રહ્યા છે. ગીરાધોધ પણ સોળે કલાએ ખિલ્યો ડાંગમાં વરસાદની મોસમમાં કુદરતી સૌંદર્ય ઝળકે છે. વરસાદના કારણે ડાંગ જિલ્લાનો પ્રખ્યાત ગીરા ધોધ જીવંત બન્યો છે. નદીમાં પડતો ધોધ સૌંદર્યનું આભૂષણ બની ગયો છે. જંગલની વચ્ચે ધોધ પડતાની સાથે જ એક અદ્ભુત દ્રશ્ય જોવા મળી રહ્યા છે. જણાવી દઈએ કે, દર વર્ષે ચોમાસા દરમિયાન અહીં મોટી સંખ્યામાં પર્યટકો કુદરતી સૌંદર્યનો આનંદ માણવા આવે છે. ડાંગની આંખનો તારો એટલે કે ગીરા ધોધ અહીંયા આવતા સહેલાણીઓ ગીરા ધોધનો નયનરમ્ય નજારો જોવાનું ચુકતા નથી, ત્યારે હાલ વરસાદી મોસમમાં ગીરા ધોધની ખાસ તસવીરો ખૂબ જ અહ્લાદક બની રહી છે. આ ધોધ સમગ્ર ગુજરાતમાં મોખરે છે. અહીં લાખોની સંખ્યામાં લોકો તેને જોવા આવે છે.

Dang જિલ્લામાં વરસાદ બાદ સર્જાયા નયનરમ્ય દશ્યો,જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા ડાંગના હિલ સ્ટેશન પર
  • વરસાદથી આહલાદક વાતાવરણ સર્જાયું
  • પ્રકૃતિ પ્રેમીઓ વાતાવરણની મોજ માણવા ઉમટ્યા

ગુજરાતમાં હાલ વરસાદની સિઝન ચાલી રહી છે,ત્યારે ડાંગ હિલસ્ટેશન પર ભારે વરસાદ પડતા નયનરમ્ય દશ્યો સર્જાયા હતા.ફોગી વાતાવરણ વચ્ચે પર્વતોની વચ્ચેથી ઝરણા વહી રહ્યાં છે,તો આ ઝરણાની મજા માણવા પ્રવાસીઓ ઉમટી રહ્યાં છે.ખાસ કરીને વરસાદના સમયે વરસાદ તેમજ વાતાવરણની મજા માણવા માટે પ્રવાસીઓ ડાંગ જતા હોય છે.

સહેલાણીઓનો ધસારો

ગુજરાતમાં ચોમાસાની ઋતુ બરોબર જામી ગઈ છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ મન મુકીને વરસી રહ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં આવેલો ડાંગ જિલ્લો ચોમાસાની સિઝનમાં કાશ્મીર બની જાય છે. અહીં વરસાદ બાદ જાણે સ્વર્ગ ધરતી પર ઉતર્યું હોય તેવો માહોલ સર્જાય જાય છે. ત્યારે મોટી સંખ્યામાં સહેલાણીઓનો પણ ધસારો જોવા મળી રહી રહ્યો છે.


વોટરફોલ એકટીવ થયા

વરસાદી માહોલને કારણે ડાંગ જિલ્લામાં આવેલું સાપુતારા પણ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. સહેલાણીઓમા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદી માહોલમાં દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો ફરવા આવતા હોય છે. જણાવી દઈએ કે, સાપુતારા પ્રયટક સ્થળમાં ગુજરાતના પ્રવાસીઓની પહેલી પસંદગી બની છે.આ સમયે સાપુતારા અને ડાંગમાં આવેલા વોટરફોલ પણ એક્ટિવ થઈ જાય છે. જેમાં ન્હાવા માટે મોટી સંખ્યામાં લોકો પણ આવી રહ્યા છે. સાપુતારાના રસ્તાઓ ઉપર વરસાદી પાણી ફરી વળતા વાતાવરણ ખુશનુમા બની ગયું છે. શની-રવિની રજામાં પ્રવાસીઓ અહીં આનંદ માણવા માટે પહોંચી રહ્યા છે.

ગીરાધોધ પણ સોળે કલાએ ખિલ્યો

ડાંગમાં વરસાદની મોસમમાં કુદરતી સૌંદર્ય ઝળકે છે. વરસાદના કારણે ડાંગ જિલ્લાનો પ્રખ્યાત ગીરા ધોધ જીવંત બન્યો છે. નદીમાં પડતો ધોધ સૌંદર્યનું આભૂષણ બની ગયો છે. જંગલની વચ્ચે ધોધ પડતાની સાથે જ એક અદ્ભુત દ્રશ્ય જોવા મળી રહ્યા છે. જણાવી દઈએ કે, દર વર્ષે ચોમાસા દરમિયાન અહીં મોટી સંખ્યામાં પર્યટકો કુદરતી સૌંદર્યનો આનંદ માણવા આવે છે. ડાંગની આંખનો તારો એટલે કે ગીરા ધોધ અહીંયા આવતા સહેલાણીઓ ગીરા ધોધનો નયનરમ્ય નજારો જોવાનું ચુકતા નથી, ત્યારે હાલ વરસાદી મોસમમાં ગીરા ધોધની ખાસ તસવીરો ખૂબ જ અહ્લાદક બની રહી છે. આ ધોધ સમગ્ર ગુજરાતમાં મોખરે છે. અહીં લાખોની સંખ્યામાં લોકો તેને જોવા આવે છે.