Dang: આહવામાં CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી
આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ડાંગના આહવામાં CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાના જનજાતિય ગૌરવ દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ગૌરવ દિવસની ઉજવણીના દિવસે CMના હસ્તે 37 વિકાસ કામોનું અંદાજીત 102.87 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મંત્રી, સાંસદ તેમજ ધારાસભ્યો હાજર રહ્યા હતા.જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલે સંબોધનમાં કહ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાને હૃદયપૂર્વક વંદન કરું છું... ભગવાન બિરસા મુંડા નાનપણથી તેજસ્વી હતા. ભગવાન બિરસા મુંડા વનસ્પતિઓની જડીબૂટીનું અદ્ભુત જ્ઞાન ધરાવતા હતા. ભગવાન બિરસા મુંડાના અનેક અનુયાયી બન્યા છે. આદિવાસીઓ દેશની આઝાદીમાં અડીખમ રહેલા છે. દેશના વિકાસમાં સૌને સાથે લઈને ચાલવાનું કમિટમેન્ટ છે. આદિજાતિ વિસ્તારોમાં વિકાસના કાર્યો થયા છે. આ સાથે ઉત્તર ગ્રામ અભિયાનમાં વિકાસનો સંકલ્પ કરી રહ્યા છીએ. વિકાસના કામો ક્યારેય અટકશે નહીં .જનજાતિય વિસ્તારોમાં જીવન સુધારવા, સરકારી યોજના વિષેની લોકજાગૃતિ કેળવવા તેમજ યોજનાનો લાભ અત્યંત અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચાડવાના શુભાશયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ રાજ્યોના જનજાતિય લાભાર્થીઓ સાથે ઈ-સંવાદ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આદિવાસી સમાજના મહાન ક્રાંતિકારી લડવૈયા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી અને સમગ્ર આદિવાસી સમાજના લડવૈયાને વિશેષ શ્રદ્ધાંજલિ અર્પિત કરવા વડાપ્રધાન મોદી દ્વારા વર્ષ ૨૦૨૧માં આ દિવસને ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ડાંગના આહવામાં CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાના જનજાતિય ગૌરવ દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ગૌરવ દિવસની ઉજવણીના દિવસે CMના હસ્તે 37 વિકાસ કામોનું અંદાજીત 102.87 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મંત્રી, સાંસદ તેમજ ધારાસભ્યો હાજર રહ્યા હતા.
જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલે સંબોધનમાં કહ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાને હૃદયપૂર્વક વંદન કરું છું... ભગવાન બિરસા મુંડા નાનપણથી તેજસ્વી હતા. ભગવાન બિરસા મુંડા વનસ્પતિઓની જડીબૂટીનું અદ્ભુત જ્ઞાન ધરાવતા હતા. ભગવાન બિરસા મુંડાના અનેક અનુયાયી બન્યા છે. આદિવાસીઓ દેશની આઝાદીમાં અડીખમ રહેલા છે. દેશના વિકાસમાં સૌને સાથે લઈને ચાલવાનું કમિટમેન્ટ છે. આદિજાતિ વિસ્તારોમાં વિકાસના કાર્યો થયા છે. આ સાથે ઉત્તર ગ્રામ અભિયાનમાં વિકાસનો સંકલ્પ કરી રહ્યા છીએ. વિકાસના કામો ક્યારેય અટકશે નહીં .
જનજાતિય વિસ્તારોમાં જીવન સુધારવા, સરકારી યોજના વિષેની લોકજાગૃતિ કેળવવા તેમજ યોજનાનો લાભ અત્યંત અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચાડવાના શુભાશયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ રાજ્યોના જનજાતિય લાભાર્થીઓ સાથે ઈ-સંવાદ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આદિવાસી સમાજના મહાન ક્રાંતિકારી લડવૈયા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી અને સમગ્ર આદિવાસી સમાજના લડવૈયાને વિશેષ શ્રદ્ધાંજલિ અર્પિત કરવા વડાપ્રધાન મોદી દ્વારા વર્ષ ૨૦૨૧માં આ દિવસને ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.