જામનગરમાં રૂા.37.84 લાખનું સોનુ ગૂપચાવી નાસી ગયેલો જ્વેલર્સ ઝડપાયો

રૂા.૫.૪૦ લાખનું સોનું, ૭૯ હજાર રોકડા કબજે લેવાયાઅદાલતે ત્રણ દિવસના રીમાન્ડ મંજૂર કર્યા,ઠગાઈનો ભોગ બનેલા વધુ ત્રણ નાગરિકો ફરિયાદ કરવા મેદાનમાં આવ્યાજામનગર: ચાંદી બજાર વિસ્તારમાં સોના ચાંદીનો શોરૂમ ધરાવતા એક સોની વેપારી જામનગરના ૧૨ જેટલા લોકોનું સોનુ તથા રોકડ રકમ વગેરે મળી ૩૭.૮૪ લાખનું ફૂલેકું ફેરવીને ભાગી છૂટયો હોવાની ફરિયાદ થઈ હતી, જે સોની વેપારીને પોલીસે ઝડપી લીધો છે, અને ત્રણ દિવસના રિમાન્ડ પર લીધો છે. પોલીસ દ્વારા તેની પાસેથી રૂપિયા ૫.૪૦ લાખનું સોનુ તેમજ ૭૯,૦૦૦ ની રોકડ રકમ કબજે કરી લેવામાં આવી છે, જ્યારે તેનો ભોગ બનનાર વધુ ત્રણ નાગરિકો સામે આવ્યા છે. આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં સેન્ટ્રલ બેન્ક રોડ પર દીપ એપાર્ટમેન્ટમાં ત્રીજામાળે રહેતા અને જામનગરમાં ચાંદી બજારમાં ન્યુ ક્રિષ્ના જ્વેલર્સ નામની સોના ચાંદીના દાગીનાની દુકાન ધરાવતા મનીષભાઈ ચંદુલાલ નાંઢા ગત તારીખ ૮-૧૨-૨૦૨૩ થી ૩૦-૬-૨૦૨૪ સુધીના સમયગાળા દરમિયાન જામનગરના જુદા જુદા ૧૨ વ્યક્તિ પાસેથી સોનાના દાગીના બનાવવા માટે કેટલાક નાણાં મેળવ્યા હતા, જ્યારે કેટલાક નાગરિકો પાસેથી જૂનું સોનુ લઈને નવું સોનુ બનાવી આપવા માટે મેળવી લીધા બાદ પોતે દુકાનને તાળું મારીને છુમંતર થઈ ગયા હતા.આ મામલે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં તેની સામે રૂપિયા ૩૭.૮૪ લાખની છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવાઈ હતી.જે વેપારીને પોલીસે ઝડપી લીધો છે, અને આજે સાંજે અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગણી કરતાં અદાલત દ્વારા ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરાયા છે. ઉપરોક્ત આરોપીની ઘનિ પૂછપરછ કરવામાં આવી હતી, અને જામનગરના અન્ય કેટલાક નાગરિકો તેમ જ સોની વેપારીઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. દરમિયાન તેનો ભોગ બનનારા વધુ ત્રણ નાગરિક સામે આવ્યા છે. જેની પણ પોલીસ દ્વારા નોંધ કરવામાં આવી છે. ઉપરાંત ઉપરોક્ત આરોપી પાસેથી રૂપિયા ૭૯ હજારની રોકડ રકમ તેમજ પાંચ લાખ ચાલીસ હજારની કિંમતનું સોનુ કબજે કરી લેવામાં આવ્યું છે.

જામનગરમાં  રૂા.37.84 લાખનું સોનુ ગૂપચાવી નાસી ગયેલો જ્વેલર્સ ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


રૂા.૫.૪૦ લાખનું સોનું, ૭૯ હજાર રોકડા કબજે લેવાયા

અદાલતે ત્રણ દિવસના રીમાન્ડ મંજૂર કર્યા,ઠગાઈનો ભોગ બનેલા વધુ ત્રણ નાગરિકો ફરિયાદ કરવા મેદાનમાં આવ્યા

જામનગર: ચાંદી બજાર વિસ્તારમાં સોના ચાંદીનો શોરૂમ ધરાવતા એક સોની વેપારી જામનગરના ૧૨ જેટલા લોકોનું સોનુ તથા રોકડ રકમ વગેરે મળી ૩૭.૮૪ લાખનું ફૂલેકું ફેરવીને ભાગી છૂટયો હોવાની ફરિયાદ થઈ હતી, જે સોની વેપારીને પોલીસે ઝડપી લીધો છે, અને ત્રણ દિવસના રિમાન્ડ પર લીધો છે. પોલીસ દ્વારા તેની પાસેથી રૂપિયા ૫.૪૦ લાખનું સોનુ તેમજ ૭૯,૦૦૦ ની રોકડ રકમ કબજે કરી લેવામાં આવી છે, જ્યારે તેનો ભોગ બનનાર વધુ ત્રણ નાગરિકો સામે આવ્યા છે.

 આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં સેન્ટ્રલ બેન્ક રોડ પર દીપ એપાર્ટમેન્ટમાં ત્રીજામાળે રહેતા અને જામનગરમાં ચાંદી બજારમાં ન્યુ ક્રિષ્ના જ્વેલર્સ નામની સોના ચાંદીના દાગીનાની દુકાન ધરાવતા મનીષભાઈ ચંદુલાલ નાંઢા ગત તારીખ ૮-૧૨-૨૦૨૩ થી ૩૦-૬-૨૦૨૪ સુધીના સમયગાળા દરમિયાન જામનગરના જુદા જુદા ૧૨ વ્યક્તિ પાસેથી સોનાના દાગીના બનાવવા માટે કેટલાક નાણાં મેળવ્યા હતા, જ્યારે કેટલાક નાગરિકો પાસેથી જૂનું સોનુ લઈને નવું સોનુ બનાવી આપવા માટે મેળવી લીધા બાદ પોતે દુકાનને તાળું મારીને છુમંતર થઈ ગયા હતા.આ મામલે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં તેની સામે રૂપિયા ૩૭.૮૪ લાખની છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવાઈ હતી.

જે વેપારીને પોલીસે ઝડપી લીધો છે, અને આજે સાંજે અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગણી કરતાં અદાલત દ્વારા ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરાયા છે. ઉપરોક્ત આરોપીની ઘનિ પૂછપરછ કરવામાં આવી હતી, અને જામનગરના અન્ય કેટલાક નાગરિકો તેમ જ સોની વેપારીઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. દરમિયાન તેનો ભોગ બનનારા વધુ ત્રણ નાગરિક સામે આવ્યા છે. જેની પણ પોલીસ દ્વારા નોંધ કરવામાં આવી છે. ઉપરાંત ઉપરોક્ત આરોપી પાસેથી રૂપિયા ૭૯ હજારની રોકડ રકમ તેમજ પાંચ લાખ ચાલીસ હજારની કિંમતનું સોનુ કબજે કરી લેવામાં આવ્યું છે.