Dang : આહવામાં પોલીસ કોલોની પાછળ ઊંડા કૂવામાં પડેલ દીપડાનું કરાયું રેસ્કયુ

ડાંગના આહવામાં ઊંડા કૂવામાં દીપડો પડ્યાના સમાચાર સામે આવ્યા. ગત રોજ સાંજના સમયે આહવા પોલીસ કોલોનીની કેન્ટીનની પાછળના કોતર ભાગમાં વન્યજીવ દીપડો નર -૧ કુવામાં પડી જતાં પ્રાણીને બચાવવા પોલીસની ટીમ કામે લાગી. દીપડો કૂવામાં પડ્યોમળતી માહિતી મુજબ પોલીસ લાઇનમાંથી ટેલિફોનિક જાણ કરવામાં આવી દીપડો કૂવામાં પડી ગયો છે. પ્રાથમિક ધોરણે સ્થાનિકો અને પોલીસની ટીમ તેને બચાવવા પ્રયાસ કરી રહી છે. કૂવામાં પડેલ દીપડાને બચાવવા વન વિભાગને પણ જાણ કરવામાં આવી. ડાંગ દક્ષિણ વન વિભાગના ના.વ.સ.શ્રી રવિ પ્રસાદ સરની મૌખિક સૂચના મુજબ અને મ.વ.સ.શ્રી ડાંગ ઉત્તર રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ તથા ઉત્તર અને દક્ષિણ ડાંગના આર.એફ.ઓ.અને સ્ટાફ ઘટના સ્થળ પર તાત્કાલિક પંહોચ્યા. દીપડાને બચાવવા પ્રયાસવનવિભાગની ટીમ બનાવ સ્થળ પર પંહોચી પરિસ્થિતનો તાગ મેળવી દીપડાને બચાવવા પ્રયાસ શરૂ કર્યા. દીપડાને બચાવવા કૂવામાં પાંજરુ ગોઠવવામાં આવ્યું. પોલીસની ટીમ અને વનવિભાગની ટીમના સહયોગથી દીપડાનું રેસ્કયુ ઓપરેશન લાંબા સમય સુધી ચાલ્યું. બંને ટીમોએ કૂવામા પાંજરુ ગોઠવીને સહી સલામત રીતે દીપડાનું રેસ્ક્યુ કરવાની કામગીરીમાં અંતે સફળતા મળી. રાત્રે ૨૧:૦૦ કલાકે સમગ્ર રેસ્ક્યુ અભિયાન પાર પડ્યું અને દીપડાને બહાર કાઢવામાં આવ્યો. અધિકારીએ વધુ માહિતી આપતા જણાવ્યું કે સમગ્ર રેસ્ક્યુ પ્રક્રિયા દરમ્યાન દીપડાએ કોઈને ઇજા પંહોચાડી નથી તેમજ સ્થાનિક લોકોને પણ દીપડાના રેસ્કયુ દરમ્યાન કોઈ ઇજા થઈ નથી. ડાંગ પોલીસ વિભાગના ના.પો.અધિક્ષક પાટીલ સાહેબ તથા સરવૈયા સાહેબ તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સમગ્ર રેસ્ક્યુ કામગીરી દરમ્યાન ખૂબ જ સહયોગ મળ્યો હતો. વનવિભાગ અને પોલીસ અધિકારી તેમજ સ્થાનિકો એમ તમામના સહયોગથી દીપડાનું રેસ્કયૂ ઓપરેશન પાર પડ્યું.રેસ્કયૂ બાદ દીપડાની પ્રાથમિક તપાસ દીપડો એ વન્ય પ્રાણી અધિનિયમ ૧૯૭૨ મુજબ અનુસૂચિ-૧ માં આવતું વન્ય પ્રાણી છે. રેસ્કયૂ કરાયેલ દીપડાની પશુચિકિસ્તક દ્વારા તપાસ કરવામાં આવી. પ્રાથમિક તપાસ મુજબ દીપડાની આશરે ઉંમર ૭ થી ૮ વર્ષ ની માલુમ પડે છે તથા પ્રથમ નજરે જોતા દીપડાને હાલમાં કોઈ ગંભીર પ્રકારની ઈજા જોવા મળેલ નથી. દીપડાને રેસ્ક્યુ કરીને હાલે ડાંગ દક્ષિણ વન વિભાગ હેઠળના વાસદા નેશનલ પાર્ક ખાતેના રેસ્ક્યુ સેંટર ખાતે ખસેડવામાં આવેલ છે. ત્યાં પશુ ચિકિત્સકની ઓબ્ઝર્વેશન તથા તેની સંપૂર્ણ ફિટ જાહેર કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે .

Dang : આહવામાં પોલીસ કોલોની પાછળ ઊંડા કૂવામાં પડેલ દીપડાનું કરાયું રેસ્કયુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ડાંગના આહવામાં ઊંડા કૂવામાં દીપડો પડ્યાના સમાચાર સામે આવ્યા. ગત રોજ સાંજના સમયે આહવા પોલીસ કોલોનીની કેન્ટીનની પાછળના કોતર ભાગમાં વન્યજીવ દીપડો નર -૧ કુવામાં પડી જતાં પ્રાણીને બચાવવા પોલીસની ટીમ કામે લાગી.

દીપડો કૂવામાં પડ્યો

મળતી માહિતી મુજબ પોલીસ લાઇનમાંથી ટેલિફોનિક જાણ કરવામાં આવી દીપડો કૂવામાં પડી ગયો છે. પ્રાથમિક ધોરણે સ્થાનિકો અને પોલીસની ટીમ તેને બચાવવા પ્રયાસ કરી રહી છે. કૂવામાં પડેલ દીપડાને બચાવવા વન વિભાગને પણ જાણ કરવામાં આવી. ડાંગ દક્ષિણ વન વિભાગના ના.વ.સ.શ્રી રવિ પ્રસાદ સરની મૌખિક સૂચના મુજબ અને મ.વ.સ.શ્રી ડાંગ ઉત્તર રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ તથા ઉત્તર અને દક્ષિણ ડાંગના આર.એફ.ઓ.અને સ્ટાફ ઘટના સ્થળ પર તાત્કાલિક પંહોચ્યા.

દીપડાને બચાવવા પ્રયાસ

વનવિભાગની ટીમ બનાવ સ્થળ પર પંહોચી પરિસ્થિતનો તાગ મેળવી દીપડાને બચાવવા પ્રયાસ શરૂ કર્યા. દીપડાને બચાવવા કૂવામાં પાંજરુ ગોઠવવામાં આવ્યું. પોલીસની ટીમ અને વનવિભાગની ટીમના સહયોગથી દીપડાનું રેસ્કયુ ઓપરેશન લાંબા સમય સુધી ચાલ્યું. બંને ટીમોએ કૂવામા પાંજરુ ગોઠવીને સહી સલામત રીતે દીપડાનું રેસ્ક્યુ કરવાની કામગીરીમાં અંતે સફળતા મળી. રાત્રે ૨૧:૦૦ કલાકે સમગ્ર રેસ્ક્યુ અભિયાન પાર પડ્યું અને દીપડાને બહાર કાઢવામાં આવ્યો.

અધિકારીએ વધુ માહિતી આપતા જણાવ્યું કે સમગ્ર રેસ્ક્યુ પ્રક્રિયા દરમ્યાન દીપડાએ કોઈને ઇજા પંહોચાડી નથી તેમજ સ્થાનિક લોકોને પણ દીપડાના રેસ્કયુ દરમ્યાન કોઈ ઇજા થઈ નથી. ડાંગ પોલીસ વિભાગના ના.પો.અધિક્ષક પાટીલ સાહેબ તથા સરવૈયા સાહેબ તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સમગ્ર રેસ્ક્યુ કામગીરી દરમ્યાન ખૂબ જ સહયોગ મળ્યો હતો. વનવિભાગ અને પોલીસ અધિકારી તેમજ સ્થાનિકો એમ તમામના સહયોગથી દીપડાનું રેસ્કયૂ ઓપરેશન પાર પડ્યું.

રેસ્કયૂ બાદ દીપડાની પ્રાથમિક તપાસ

દીપડો એ વન્ય પ્રાણી અધિનિયમ ૧૯૭૨ મુજબ અનુસૂચિ-૧ માં આવતું વન્ય પ્રાણી છે. રેસ્કયૂ કરાયેલ દીપડાની પશુચિકિસ્તક દ્વારા તપાસ કરવામાં આવી. પ્રાથમિક તપાસ મુજબ દીપડાની આશરે ઉંમર ૭ થી ૮ વર્ષ ની માલુમ પડે છે તથા પ્રથમ નજરે જોતા દીપડાને હાલમાં કોઈ ગંભીર પ્રકારની ઈજા જોવા મળેલ નથી. દીપડાને રેસ્ક્યુ કરીને હાલે ડાંગ દક્ષિણ વન વિભાગ હેઠળના વાસદા નેશનલ પાર્ક ખાતેના રેસ્ક્યુ સેંટર ખાતે ખસેડવામાં આવેલ છે. ત્યાં પશુ ચિકિત્સકની ઓબ્ઝર્વેશન તથા તેની સંપૂર્ણ ફિટ જાહેર કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે .