Damanમાં પોલીસ બની ખંડણીખોર, બારડોલીના 3 પર્યટકો પાસેથી 10 લાખની ખંડણી લીધી હોવાનો આક્ષેપ

Aug 26, 2025 - 22:30
Damanમાં પોલીસ બની ખંડણીખોર, બારડોલીના 3 પર્યટકો પાસેથી 10 લાખની ખંડણી લીધી હોવાનો આક્ષેપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સંઘ પ્રદેશ દમણમાં કાયદાના રક્ષકો જ ભક્ષક બન્યા હોય તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં દમણ પોલીસના એક પીએસઆઈ સહિત આઠ પોલીસકર્મીઓ પર ખંડણી માંગવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ મામલે કડૈયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને આખી ઘટનાએ પ્રદેશમાં ભારે ચકચાર મચાવી છે. બારડોલીથી દમણમાં પાર્ટી કરવા માટે ગયેલા ત્રણ પર્યટકોને પોલીસે નિશાન બનાવ્યા હતા.

ધમકી આપીને 25 લાખની કરી માંગ

આ પર્યટકો દારૂ લઈને પોતાની હોટલ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમને રસ્તામાં રોકવામાં આવ્યા હતા. પોલીસે પોતાની ઓળખ આપીને તેમને લાંબા સમય સુધી ગોંધી રાખ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે આ પોલીસકર્મીઓએ પર્યટકોને મોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને તેમની પાસેથી 25 લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી.

દમણ પોલીસના એક PSI સહિત 8 પોલીસકર્મીઓ સામે FIR

આખરે બંને પક્ષો વચ્ચે 10 લાખ રૂપિયામાં ડીલ નક્કી થઈ હતી. પર્યટકોએ તાત્કાલિક 7 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા અને બાકીના 3 લાખ રૂપિયા પછી આપવાનું નક્કી થતાં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. ઘટના બાદ ભોગ બનેલા પર્યટકોએ દમણના કડૈયા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે. પોલીસ સામે જ ખંડણી જેવા ગંભીર આરોપ લાગતા સમગ્ર પ્રદેશમાં ચકચાર મચી ગઈ છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0