Dakor: સુપ્રસિદ્ધ ડાકોર મંદિર આવ્યું ફરી એકવાર વિવાદોમાં, જુઓ Video

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરના સેવા કે મેનેજર સામે બાંયો ચડાવી છે. મંદિરના સેવકે મંદિરના મેનેજર વિરુદ્ધ મુખ્યમંત્રી, યાત્રાધામ વિકાસ બોર્ડ, ડીજીપી, ખેડા કલેક્ટર સહિત અનેક જગ્યાએ અરજી કરી છે.ડાકોર મંદિર ફરી એકવાર વિવાદોમાં આવ્યું છે. મંદિરના સેવક વિનોદભાઈએ ટેમ્પલ કમિટીના મેનેજર જેપી દવે ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. ટેમ્પલ કમિટીના મેનેજર નિવૃત્ત મામલતદાર છે, હાલના મેનેજર જે પી દવેને મેનેજર પદેથી દૂર કરવા માટે મંદિરના સેવક વિનોદભાઈએ અરજી કરી છે. મેનેજર પદ પરથી જો દૂર કરવામાં નહીં આવે તો આમરણાંત ઉપવાસની આપી વિનોદ સેવકે ચીમકી ઉચ્ચારી છે. ટેમ્પલ કમિટીના મેનેજર એ મામલતદારના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચાર કર્યા તેવી અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  અવારનવાર વિભાગમાં આવતા મેનેજર જે પી દવે મકરસંક્રાંતિના પર્વ પર ફરી એક વખત વિવાદમાં આવ્યા છે.  વર્ષોથી મકરસંક્રાંતિના દિવસે વાછરડા સાથે પાંચ ગાયો બ્રાહ્મણને દાનમાં અપાતી હતી, જોકે મકરસંક્રાંતિના પર્વ પર પરંપરા મુજબ ગાયોનું દાન નથી કરાયું.  વર્ષો થી પરંપરા મુજબ વાછરડા સાથે ગાયો મંદિર તરફથી ગરીબ બ્રાહ્મણને દાનમાં અપાતી હતી, તો બીજી તરફ મકરસંક્રાંતિના પર્વ ઉપર પરંપરા મુજબ ગૌશાળામાં રહેલી તમામ ગાયોને કંસાર ખવડાવવામાં આવતો હતો. ગાયોને કંસાર નહીં ખવડાવી મેનેજર જે પી દવે એ મંદિરની પરંપરા તોડી હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો સેવકની અરજીમાં ટ્રસ્ટી ભરતભાઈ ખંભોળજા અને અરુણભાઈ મહેતા મેનેજર ને છાવરતા હોવાની રજૂઆત કરી છે. આવનારી 27 જાન્યુઆરી સુધી જો મેનેજર પદો પરથી જેપી દવેને નહીં ઉતારવામાં આવે તો મંદિરના દરવાજા બહાર જ વિનોદભાઈ સેવક આમરણાંત ઉપવાસની ચિમકી ઉચ્ચારી છે.

Dakor: સુપ્રસિદ્ધ ડાકોર મંદિર આવ્યું ફરી એકવાર વિવાદોમાં, જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરના સેવા કે મેનેજર સામે બાંયો ચડાવી છે. મંદિરના સેવકે મંદિરના મેનેજર વિરુદ્ધ મુખ્યમંત્રી, યાત્રાધામ વિકાસ બોર્ડ, ડીજીપી, ખેડા કલેક્ટર સહિત અનેક જગ્યાએ અરજી કરી છે.

ડાકોર મંદિર ફરી એકવાર વિવાદોમાં આવ્યું છે. મંદિરના સેવક વિનોદભાઈએ ટેમ્પલ કમિટીના મેનેજર જેપી દવે ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. ટેમ્પલ કમિટીના મેનેજર નિવૃત્ત મામલતદાર છે, હાલના મેનેજર જે પી દવેને મેનેજર પદેથી દૂર કરવા માટે મંદિરના સેવક વિનોદભાઈએ અરજી કરી છે. મેનેજર પદ પરથી જો દૂર કરવામાં નહીં આવે તો આમરણાંત ઉપવાસની આપી વિનોદ સેવકે ચીમકી ઉચ્ચારી છે. ટેમ્પલ કમિટીના મેનેજર એ મામલતદારના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચાર કર્યા તેવી અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  અવારનવાર વિભાગમાં આવતા મેનેજર જે પી દવે મકરસંક્રાંતિના પર્વ પર ફરી એક વખત વિવાદમાં આવ્યા છે.  

વર્ષોથી મકરસંક્રાંતિના દિવસે વાછરડા સાથે પાંચ ગાયો બ્રાહ્મણને દાનમાં અપાતી હતી, જોકે મકરસંક્રાંતિના પર્વ પર પરંપરા મુજબ ગાયોનું દાન નથી કરાયું.  વર્ષો થી પરંપરા મુજબ વાછરડા સાથે ગાયો મંદિર તરફથી ગરીબ બ્રાહ્મણને દાનમાં અપાતી હતી, તો બીજી તરફ મકરસંક્રાંતિના પર્વ ઉપર પરંપરા મુજબ ગૌશાળામાં રહેલી તમામ ગાયોને કંસાર ખવડાવવામાં આવતો હતો. ગાયોને કંસાર નહીં ખવડાવી મેનેજર જે પી દવે એ મંદિરની પરંપરા તોડી હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો સેવકની અરજીમાં ટ્રસ્ટી ભરતભાઈ ખંભોળજા અને અરુણભાઈ મહેતા મેનેજર ને છાવરતા હોવાની રજૂઆત કરી છે. આવનારી 27 જાન્યુઆરી સુધી જો મેનેજર પદો પરથી જેપી દવેને નહીં ઉતારવામાં આવે તો મંદિરના દરવાજા બહાર જ વિનોદભાઈ સેવક આમરણાંત ઉપવાસની ચિમકી ઉચ્ચારી છે.