Dakor પોલીસે ધોરણ 8ની વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરી બ્લેકમેલ કરનાર શિક્ષકની કરી ધરપકડ

Feb 20, 2026 - 19:30
Dakor પોલીસે ધોરણ 8ની વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરી બ્લેકમેલ કરનાર શિક્ષકની કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ડાકોર પોલીસે શિક્ષણ જગત માટે શરમજનક એવી ઘટનામાં સંડોવાયેલા આરોપી શિક્ષક શૈલેષ રાઠવાની તેના વતન છોટાઉદેપુરના ક્વાંટથી ધરપકડ કરી છે. આરોપીએ ધોરણ 8માં અભ્યાસ કરતી એક સગીરા પર દુષ્કર્મ આચરીને તેની જિંદગી બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે, પીડિત વિદ્યાર્થિનીએ આ નરાધમ શિક્ષકની પજવણીથી બચવા માટે શાળા બદલી નાખી હતી.

વિદ્યાર્થિનીએ શાળા બદલી છતાં પીછો ન છોડ્યો

તેમ છતાં આરોપી શૈલેષ રાઠવાનો આતંક ઓછો થયો ન હતો. તે સતત વિદ્યાર્થિનીનો પીછો કરતો હતો. જુલાઈ 2025 પછીથી અત્યાર સુધી તે સતત ટેલિફોનિક સંપર્ક કરીને વિદ્યાર્થિનીને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરતો હતો અને તેને માનસિક ત્રાસ આપતો હતો. આખરે કંટાળીને વિદ્યાર્થિનીના પરિવારે ડાકોર પોલીસ મથકે ન્યાયની ગુહાર લગાવી હતી.

આરોપી શૈલેષ રાઠવા પર પોક્સો હેઠળ કાર્યવાહી

પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો (POCSO) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેને દબોચી લીધો છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે શું આ શિક્ષકે અન્ય કોઈ વિદ્યાર્થીનીઓ સાથે પણ આવું કૃત્ય કર્યું છે કે કેમ.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0