Dahod:શહેર-જિલ્લામાં નવરાત્રિમાં ગરબે ધુમવા ખેલૈયોમાં થનગનાટ

Sep 20, 2025 - 05:30
Dahod:શહેર-જિલ્લામાં નવરાત્રિમાં ગરબે ધુમવા ખેલૈયોમાં થનગનાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

માં આદ્યશક્તિની આરાધના કરવાના પવિત્ર દિવસોમાં શેરી ગરબા ના અસ્ત સાથે ભારતીય અસ્મિતાને આધુનિક છતાં ભવ્ય પરંપરા ની ઝાંખી ને જાળવી રાખતા ઉદય પામેલા મેદાની ગરબા ઉત્સવ આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.

ત્યારે દાહોદમાં વિવિધ વિસ્તારોમાં આયોજિત ઝાકળ ઝાળ ભવ્ય રોશની સાથે ગરબા ગ્રાઉન્ડ ઉપર પ્રસિદ્ધ ગાયક વૃંદોના તબલાની તાલે યૌવન ધન હિલોળે ચડવા થનગની રહ્યું છે તો ગરબા આયોજકોએ તડામાર તૈયારી શરૂ કરતાં વરસાદના વિઘ્નની ચિંતા પણ સતાવી રહી છે.

માં જગદંબાની શક્તિ અને ભક્તિના પર્વ નવરાત્રિ સમયની સાથે લોક પરંપરાની સંસ્કૃતિની જાળવણીને બદલે દેખાદેખી અને વૈભવતાના પ્રદર્શનનું પ્રતીક બની ગયું છે. મોટી અને મોંઘી પાર્ટીઓ, સ્ટેજ સજ્જા, લાઇટિંગ દ્વારા નવરાત્રી ની દરેક રાત્રી મોંઘી પણ આકર્ષક સાબિત થતી જાય છે દાહોદમાં હનુમાન બજાર, દેસાઈ વાડ પીએમ સંસ્કાર કેન્દ્ર, પંકજ સોસાયટી, ગોદી રોડ, પોલીસ લાઈન, ગોધરા રોડ, રામાનંદ પાર્ક, ગોવિંદ નગર કેશવ માધવ મંચ, અમૃત આદિવાસી સોસાયટી, વિસ્તારોમાં ગરબાનું તું વ્યવસ્થિત આયોજન થકી શહેરની નવરાત્રી શહેરભર તો ઠીક આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. ગરબા આયોજકો દ્વારા તૈયાર કરવામાં આવી રહેલા ગરબાના ભવ્ય મેદાનો ને જોતા મોંઘવારી ક્યાંય જણાતી નથી કે લાગતી નથી. દાહોદની ઉત્સવ પ્રિય જનતા નવરાત્રિમાં મા શક્તિની આરાધના સાથે ગરબે ઘૂમવા અધેરી બની ગઈ છે તેમાં એ બાળકો અને જુવાનીઓના પગ થનગની રહ્યા છે, તેમાંય યુવતી કિશોરીઓ અને મહિલાઓએ તો નવે નવ દિવસની તૈયારીઓ આયોજનબદ્ધ રીતે પૂર્ણ કરી દીધી છે મેકઅપથી માંડી નવે નવ દિવસ ચણિયાચોળીની પસંદગી સુધીની કામગીરી પૂર્ણ કરી દીધી છે. ત્યારે ગાયક વૃંદોએ પણ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. નવલી નોરતાની રાત્રે ઘેલી થવા અને હિલોળે ચડવા શહેરનું યુવા ધન થનગની રહ્યું છે .નવરાત્રી મહોત્સવ દરમિયાન કોઈ અનિચ્છિય બનાવ ના બને તે માટે શહેર પોલીસ તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્તનુ આયોજન કરાયું છે.

નવરાત્રિના મોંઘવારી અને મંદીની અસર

મોંઘવારી અને મંદીની અસર સમગ્ર વેપાર ધંધા ઉપર થઈ રહી છે ત્યારે નવરાત્રી જેવા તહેવારમાં પણ મોંઘવારી અને મંદિની અસર જોવા મળી રહી છે કારણ કે મેકઅપથી માંડી પહેરવેશ અને મ્યુઝિક થી લઈને ડેકોરેશન મોંઘા થઈ જતા આયોજકો પણ મૂંઝવણમાં છે કારણ કે મોંઘવારીના કારણે પ્રયોજકો પણ ઓછા મળી રહ્યા છે


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0