Dahodના ગરબાડા પાટીયા પાસે કપાસ ભરેલો ટ્રક પુલ પરથી નીચે ઝોલ નદીમાં ખાબક્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દાહોદના ગરબાડા પાટીયા નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમા કપાસ ભરેલો એક ટ્રક ગરબાડા પાટીયા પાસે ઝોલ નદીમાં ખાબક્યો હતો. આ અકસ્માતમાં ટ્રકમાં સવાર એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. મળતી માહિતી પ્રમાણે આ ટ્રક મધ્યપ્રદેશથી કપાસ લઈને આવી રહ્યો હતો. જ્યારે આ ટ્રક ગરબાડા પાટીયા પાસે પહોંચે છે ત્યારેજ ટ્રકનો ચાલક અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી બેસે છે. સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રોડ પરથી નીચે ઝોલ નદીમાં ખાબકી પડે છે.
પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
આ અકસ્માતમાં ટ્રકમાં સવાર બે વ્યક્તિઓ પૈકી એક ઇસમને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ થતા જ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. અકસ્માતનો ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વાહનચાલકોમાં જાગૃતિ લાવવી જરૂરી
અકસ્માતને પગલે સ્થાનિકોની ભારે ભીડ નદીના પુલ પર જોવા મળી હતી. અવાર નવાર આવા અકસ્માતોની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે ગરબાડામાં સર્જાયેલો આ અકસ્માતની નોંધ લેવી અનિવાર્ય બને છે. આવા અકસ્માતોને રોકવા માટે તંત્ર દ્વારા વાહનચાલકોમાં જાગૃતિ લાવવી જરૂરી છે.
What's Your Reaction?






