Dahodના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો, વાતાવરણમાં પ્રસરી ઠંડક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દાહોદ જિલ્લાના વાતાવરણમાં આજે અચાનક પલટો આવ્યો હતો અને શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઘણા દિવસોના વિરામ બાદ આવેલા આ વરસાદથી લોકોને અસહ્ય ગરમી અને બફારાથી મોટી રાહત મળી હતી.
શહેર સહીત ગ્રામ્યમાં ધોધમાર વરસાદ
દાહોદ શહેર ઉપરાંત લીમડી, વરોડ, સાંપોઈ, નાનસલાઈ, મીરાખેડી, કાળીગામ, રેંટીયા, કાળીમહુડી, ખેડા અને ધાસીયા સહિતના અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. તેમનો ઊભો પાક સુકાઈ રહ્યો હતો.
વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી
ત્યારે આ વરસાદે પાકને જીવનદાન આપ્યું હતું. હવે ખેડૂતોને આશા છે કે આ વરસાદની સિઝન ચાલુ રહેશે અને તેમને સારો પાક મળશે. આ વરસાદથી સ્થાનિક નદી-નાળા અને તળાવોમાં પણ નવા પાણીની આવક થશે. જે પીવાના પાણીની સમસ્યાને પણ હળવી કરવામાં મદદ કરશે. વરસાદના આગમનથી સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ છે.
What's Your Reaction?






