Chhotaudaypur:ખેડૂતો નુકસાની વળતરમાંથી ખેત મજૂરોને હિસ્સો ચુકવે તેવી માગ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નસવાડી તાલુકા આદિવાસી સંગઠન દ્વારા ગારીયાધાર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી સૌરાષ્ટ્રમાં ભાગમાં ખેતી કામ કરવા ગયેલા નસવાડી તાલુકાના ખેતમજૂરને નુકસાની વળતરમાંથી ચુકવણી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાતમાં એક મહિના પહેલા જે કમોસમી વરસાદના કારણે થયેલા નુકશાનનું વળતર ખેત મજૂરોને પણ ચૂકવવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કમોસમી વરસાદમાં ગુજરાતના 54 લાખ ખેડુતોને ભારે નુકસાન થયુ છે. તૈયાર કરેલો પાક જેમ કે કપાસ, મગફલી, મકાઈ, તુવેર, સોયાબિન વગેરે પાકો ને ખુબ જ પ્રમાણમાં નુકસાન થયુ છે. પાક નુકસાન વળતર પેટે ગુજરાત રાજય સરકારે ખેડુતો માચે રૂા. 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કરેલુ છે અને તે માટે હાલમાં નુકસાન સર્વે ચાલે છે.ગારીયાધાર મામલતદારને રજૂઆત કરવામાં આવી છે કે નસવાડી તાલુકાના આદિવાસી પરિવારો સૌરાષ્ટ્રમાં ખેત મજુરી કરવા આવેલા છે ત્યાંના ખેડુતોને તો રાજય સરકાર રાહત પેકેજ જાહેર કરી દેશે અને તેમનુ ચૂકવણું કરી દેશે પરંતુ ભાગમાં ખેતી કરવા ગયેલા ગયેલા ભાગીયાઓના પરિવારનુ શું? તો સૌરાષ્ટ્રમાં મોટા મોટા ખેડુતભાઈઓ છે. એમની પાસે માંગણી છે કે જે તમે ભાગીયાઓને ને જે ટકા નકકી કરેલા હશે એ રીતે યોગ્ય વળતર નકકી કરવામાં આવે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

