Dahod:કાલોલ-વેજલપુર સ્ટેટ હાઇવે ઉપરબેઢિયા પાસે ટેન્કરમાંથી ગેસ લીકેજ

Oct 3, 2025 - 04:00
Dahod:કાલોલ-વેજલપુર સ્ટેટ હાઇવે ઉપરબેઢિયા પાસે ટેન્કરમાંથી ગેસ લીકેજ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કાલોલ તાલુકામાંથી પસાર થતા હાલોલ શામળાજી ટોલ હાઈવે સ્થિત કાલોલ વેજલપુર વચ્ચેના બેઢીયા પાટીયા પાસે ગુરુવારે બપોરના 12 વાગ્યાના અરસામાં ઈન્દોર તરફ્થી આવીને વડોદરા તરફ જતા એક ટેન્કરમાંથી અચાનક ગેસ લીકેજ થવાની ઘટના બની હતી.

પ્રારંભે લીકેજ થતા ગેસ અંગે અજાણ અન્ય વાહનચાલકોને કોઈ જ્વલનશીલ કે ઝેરી ગેસ હોવાના ભયથી થોડા સમય માટે અફ્ડાતફ્ડી મચી હતી. જોકે અન્ય વાહનચાલકોએ ટેન્કરના ચાલકને ચેતવી દેતાં ટેન્કર ચાલકે રોડની સાઈડમાં ટેન્કર ઉભું કરી દીધું હતું અને વડોદરા તરફ જતી લેનનો વાહનવ્યવહાર બંધ કરી દેવાયો હતો. સમગ્ર ઘટના અંગે 112 ઈમરજન્સી સેવાને જાણ કરતાં કાલોલ, ગોધરા અને વેજલપુર પોલીસ અને બીજી તરફ કાલોલ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી સ્થિતિ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો. જોકે ટેકનીકલ ખામીને લઇ ટેન્કરનું લોક ખુલ્યુ નહોતું અને ટેન્કરમાંથી CO2 ગેસ ખલાસ થતા લીકેજ બંધ થયો હતો.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0