Dahod: મંત્રી બચુ ખાબડના કૌભાંડી પુત્રના સાત દિવસના રિમાન્ડ મંજૂર

May 30, 2025 - 20:00
Dahod: મંત્રી બચુ ખાબડના કૌભાંડી પુત્રના સાત દિવસના રિમાન્ડ મંજૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દાહોદમાં મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના બંને પુત્રો અને ભાણેજ સહિત કૂલ પાંચ લોકોની ધરપકડ કરાઈ હતી.દાહોદ કોર્ટમાં તેમના બંને પુત્રોના જામીન અંગે સુનાવણી હાથ ધરાઈ હતી.કોર્ટે બળવંત ખાબડ અને કિરણ ખાબડને 50 હજારના જામીન પર મુક્ત કર્યા હતાં. આ જામીન પર સ્ટે મુકવા માટે પોલીસ મેદાનમાં ઉતરી હતી. કોર્ટે પોલીસની અરજી ફગાવી મંત્રીના પુત્રોના જામીન મંજૂર રાખ્યા હતાં. ત્યારબાદ પોલીસે વધુ એક ફરિયાદ અંતર્ગત મંત્રી બચુ ખાબડના પુત્ર કિરણ ખાબડની અટકાયત કરી હતી. પોલીસે કિરણ ખાબડને કોર્ટમા રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતાં. જેની સામે કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

કિરણ ખાબડ સામે વધુ એક કૌભાંડ અંગે ફરિયાદ થઈ હતી

દાહોદમાં આચરેલા મનરેગા કૌભાંડમા જામીન મળ્યા બાદ મંત્રી બચુ ખાબડના પુત્ર કિરણ ખાબડ સામે વધુ એક કૌભાંડ અંગે ફરિયાદ થઈ હતી. ધાનપુરના લવારિયામાં વધુ એક કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં 79 કામો પૈકી 21 કામો કર્યા વગર કિરણ ખાબડે નાણા મેળવી લીધા હોવાનો આક્ષેપ કરાયો હતો. આ કૌભાંડ અંગે ફરિયાદ થતાં પોલીસે કિરણ ખાબડની અટકાયત કરી હતી. જામીન પર છૂટેલા કિરણ ખાબડની ગણતરીના સમયમાં જ અટકાયત થતાં પોલીસ એક્શનમાં આવી હતી. બચુ ખાબડના બંને પુત્રોના જામીન રદ કરવા માટે પોલીસે રિવિઝન કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

કોર્ટે મંત્રી બચુ ખાબડના બંને પુત્રોના જામીન મંજૂર રાખ્યા હતાં

અગાઉ પોલીસે મંત્રી બચુ ખાબડના બંને પુત્રોને મળેલા જામીન સામે સ્ટે આપવા કોર્ટમાં અરજી કરી હતી.પોલીસની અરજી અંગેની સુનાવણીમાં કોર્ટે જામીન પર સ્ટેની અરજી ફગાવી હતી.કોર્ટે મંત્રી બચુ ખાબડના બંને પુત્રોના જામીન મંજૂર રાખ્યા હતાં.કોર્ટે 50 હજારના જામીન પર બળવંત અને કિરણ ખાબડને જામીન આપ્યા હતાં.મંત્રી બચુ ખાબડ પુત્રોની ધરપકડ બાદ સતત સચિવાલયમાં ગેરહાજર જોવા મળ્યા છે.આ ઉપરાંત દાહોદમાં પણ વડાપ્રધાનના કાર્યક્રમમાં પણ તેમની ગેરહાજરી જોવા મળી હતી.હવે પોલીસે વધુ એક ફરિયાદ હેઠળ કિરણ ખાબડની અટકાયત કરતાં મંત્રી બચુ ખાબડની મુશ્કેલી વધી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0