Dahod Police સ્ટેશનમાં 3 યુવકોએ ચોરી કરી રીલ્સ બનાવી,પોલીસ ઉંઘતી રહી !

પોલીસ સ્ટેશનમાં પોલીસના નાક નીચે ચોરી દાહોદ પોલીસ સ્ટેશનમાં 3 યુવકોએ કરી ચોરી ચોરી કરી ત્રણેય યુવકોએ રીલ્સ પણ બનાવી દાહોદ પોલીસ સ્ટેશનમાં એક એવી ઘટના બની કે તમે પણ વાંચીને ચૌંકી ઉઠશો,કોન્સ્ટેબલ પાકીટ આઉટપોસ્ટમાં ભુલી ગયા અને ત્રણેય આરોપીઓએ પાકીટ ચોરી લોકઅપમાં અંદર ઘુસીને રીલ્સ બનાવી સોશિયલ મિડીયામાં વાયરલ કરી જેના આધારે ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી પાડયા છે. કોન્સ્ટેબલના પાકીટમાંથી કરી ચોરી લીમખેડા આઉટપોસ્ટ પોલીસ ચોકીમા 3 જેટલા યુવકોએ પોલીસ કોન્સ્ટેબલના પાકીટમાથી રૂપિયા 2600ની ચોરી કરી રીલ્સ બનાવી સોશિયલ મિડીયામાં ચડાવી હતી.ત્રણેય યુવકોએ આઉટપોસ્ટના લોકઅપમા અંદર ઘુસીને રીલ્સ બનાવી હતી.આઉટપોસ્ટના કોન્સ્ટેબલ ચોકીને લોક કરી તપાસના કામે લીમખેડા ગયા હતા તે દરમિયાન બની ઘટના.પોલીસે વીડિયોના આધારે ગણતરીના કલાકોમા આરોપીને ઝડપી પાડયા હતા. અમદાવાદમાં નકલી પોલીસ બની તોડ કરતી ગેંગ ઝડપાઈ એસ.પી. રીંગ રોડ પર ભાડજ સર્કલ નજીક સ્વિફ્ટ ગાડી રોકીને કેટલાક શખ્સો પોલીસ બનીને પૈસા પડાવી રહ્યા છે. આ માહિતીના આધારે એક ટીમ મોકલવામાં આવી અને બંને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા. આ પહેલા આ બંનેએ ધોળકામાં કારચાલકને રોકી અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. ગાડી ચેકિંગ કરતી વખતે ઝપાઝપી અને મારપીટ કરી અને મોટા કેસમાં જેલમાં પૂરવાની ધમકી આપી 5 હજાર રૂપિયાની માંગણી કરી હતી. આ સાથે વટવાનો પીંટુ નામનો શખ્સ પણ હતો, જે બાઈક લઈને ભાગી ગયો હતો. ખાનપુર પોલીસ સ્ટેશનમાં અગાઉ થઈ હતી ચોરી ખાનપુર બાકોર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા દારુ સહિત પંખાની ચોરી કરવામાં આવી હતી. ખાનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઈ સહિત કોન્સ્ટેબલ તેમજ જી.આર.ડી અને હોમગાર્ડ દ્વારા પોલીસ સ્ટેશનમાં ચોરી કરાઈ હતી. બાકોર પોલીસ સ્ટેશનમાંથી રૂપિયા 1.57 લાખનો મુદ્દામાલ દારુ તેમજ 15 પંખાની ચોરી થઈ હતી.

Dahod Police સ્ટેશનમાં 3 યુવકોએ ચોરી કરી રીલ્સ બનાવી,પોલીસ ઉંઘતી રહી !

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પોલીસ સ્ટેશનમાં પોલીસના નાક નીચે ચોરી
  • દાહોદ પોલીસ સ્ટેશનમાં 3 યુવકોએ કરી ચોરી
  • ચોરી કરી ત્રણેય યુવકોએ રીલ્સ પણ બનાવી

દાહોદ પોલીસ સ્ટેશનમાં એક એવી ઘટના બની કે તમે પણ વાંચીને ચૌંકી ઉઠશો,કોન્સ્ટેબલ પાકીટ આઉટપોસ્ટમાં ભુલી ગયા અને ત્રણેય આરોપીઓએ પાકીટ ચોરી લોકઅપમાં અંદર ઘુસીને રીલ્સ બનાવી સોશિયલ મિડીયામાં વાયરલ કરી જેના આધારે ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી પાડયા છે.

કોન્સ્ટેબલના પાકીટમાંથી કરી ચોરી

લીમખેડા આઉટપોસ્ટ પોલીસ ચોકીમા 3 જેટલા યુવકોએ પોલીસ કોન્સ્ટેબલના પાકીટમાથી રૂપિયા 2600ની ચોરી કરી રીલ્સ બનાવી સોશિયલ મિડીયામાં ચડાવી હતી.ત્રણેય યુવકોએ આઉટપોસ્ટના લોકઅપમા અંદર ઘુસીને રીલ્સ બનાવી હતી.આઉટપોસ્ટના કોન્સ્ટેબલ ચોકીને લોક કરી તપાસના કામે લીમખેડા ગયા હતા તે દરમિયાન બની ઘટના.પોલીસે વીડિયોના આધારે ગણતરીના કલાકોમા આરોપીને ઝડપી પાડયા હતા.

અમદાવાદમાં નકલી પોલીસ બની તોડ કરતી ગેંગ ઝડપાઈ

એસ.પી. રીંગ રોડ પર ભાડજ સર્કલ નજીક સ્વિફ્ટ ગાડી રોકીને કેટલાક શખ્સો પોલીસ બનીને પૈસા પડાવી રહ્યા છે. આ માહિતીના આધારે એક ટીમ મોકલવામાં આવી અને બંને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા. આ પહેલા આ બંનેએ ધોળકામાં કારચાલકને રોકી અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. ગાડી ચેકિંગ કરતી વખતે ઝપાઝપી અને મારપીટ કરી અને મોટા કેસમાં જેલમાં પૂરવાની ધમકી આપી 5 હજાર રૂપિયાની માંગણી કરી હતી. આ સાથે વટવાનો પીંટુ નામનો શખ્સ પણ હતો, જે બાઈક લઈને ભાગી ગયો હતો.

ખાનપુર પોલીસ સ્ટેશનમાં અગાઉ થઈ હતી ચોરી

ખાનપુર બાકોર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા દારુ સહિત પંખાની ચોરી કરવામાં આવી હતી. ખાનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઈ સહિત કોન્સ્ટેબલ તેમજ જી.આર.ડી અને હોમગાર્ડ દ્વારા પોલીસ સ્ટેશનમાં ચોરી કરાઈ હતી. બાકોર પોલીસ સ્ટેશનમાંથી રૂપિયા 1.57 લાખનો મુદ્દામાલ દારુ તેમજ 15 પંખાની ચોરી થઈ હતી.