Dahod LCB પોલીસે ઘરફોડ ચોરીના 2 આરોપીઓની કરી ધરપકડ, રૂ.3 લાખથી વધુની ચોરીનો ભેદ ઉકેલાયો

Jul 27, 2026 - 23:30
Dahod LCB પોલીસે ઘરફોડ ચોરીના 2 આરોપીઓની કરી ધરપકડ, રૂ.3 લાખથી વધુની ચોરીનો ભેદ ઉકેલાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દાહોદ શહેરમાં તાજેતરમાં બનેલી ઘરફોડ ચોરીની ગંભીર ઘટનાનો એલસીબી (LCB) પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. ગરબાડા રોડ પર આવેલી ભવાની એજન્સીના ગોડાઉનને નિશાન બનાવી ચોરી કરનાર બે આરોપીઓ કિરીટ બામણીયા (રહે. વડવા) અને સાગર રાઠોડ (રહે. લીલર) ને પોલીસે ઝડપી પાડ્યા છે. દશલા રોડ પરથી ગુપ્ત બાતમીના આધારે પોલીસે ચોરીના માલસામાન સાથે બંનેની વિધિવત ધરપકડ કરી લીધી છે.

ચોરી કરી વેચવાની હતી પૂર્વયોજના

ઉલ્લેખનીય છે કે, દાહોદ રૂરલ પોલીસ મથકની હદમાં આવેલી એજન્સીના ગોડાઉનમાંથી તસ્કરો વિમલ તંબાકુના થેલાઓ, સિગારેટના પેકેટો તેમજ ટેબલના ખાનામાંથી રૂ. 30,000ની રોકડ રકમ ચોરી ગયા હતા. આરોપીઓ આ ચોરેલી તંબાકુ અને સિગારેટનો જથ્થો કતવારા બજારમાં વેચવા માટે જઈ રહ્યા હતા. જોકે, માલસામાનનું વેચાણ થાય તે પહેલાં જ એલસીબીની ટીમે બાતમીના આધારે દશલા રોડ પરથી તેઓને દબોચી લીધા હતા.

માલસામાન સહિત રૂ.6.85 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસ કાર્યવાહી દરમિયાન ચોરીમાં ગયેલી તંબાકુ, સિગારેટો તેમજ હેરાફેરીમાં વપરાયેલી વેગનઆર ગાડી મળીને કુલ રૂ.6,85,400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દાહોદ એલસીબી પોલીસે ગણતરીના દિવસોમાં આ સફળ કામગીરી કરીને ઘરફોડ ચોરોને જેલ ભેગા કર્યા છે, જેનાથી સ્થાનિક વેપારીઓ અને રહીશોમાં પોલીસ તંત્ર પ્રત્યે સંતોષની લાગણી જોવા મળી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0