Dahod: સંજેલી વિદ્યાલયમાં વરસાદમાં ખુલ્લામાં પડી રહેલી સાઇકલો

સરસ્વતી સાધના અંતર્ગત આપેલી સાઇકલો ફાળવવા માગસંજેલી-સિંગવડ તાલુકાની કિશોરીઓ યોજનાના લાભથી વંચિત દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સરકાર દ્ધારા સાઇકલો અપાઇ છે સંજેલી તાલુકાની સરસ્વતી સાધના અંતર્ગત આવેલ સાઇકલોની ફાળવણીમાં વિલંબ કરાઇ રહ્યો છે. છેલ્લા બે માસ જેટલા સમયથી સાઇકલો તાપ અને વરસાદમાં ખુલ્લી પડી રહી છે. ત્યારે વહેલી તકે કિશોરીઓને સાઇકલની ફાળવણી કરાય તેવી માગ ઉઠી છે. સંજેલી તેમજ સિંગવડ તાલુકાના ધો.9માં અભ્યાસ કરતી કિશોરીઓ માટે રાજ્ય સરકાર દ્વારા સરસ્વતી સાધના અંતર્ગત સાઇકલ અપાય છે. જેનો હેતુએ છે કે, આ સાઇકલ આપવાથી કિશોરીઓને પ્રોત્સાહન મળે છે. તેઓ નિયત સમય પ્રમાણે પોતાના ઘરેથી સ્કૂલમાં અવરજવર સહેલાઇથી કરી શકે તે હેતુથી સાઇકલો અપાય છે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સરકાર દ્ધારા સાઇકલો અપાઇ છે. ત્યારે સંજેલી તાલુકા મથકે આવેલ કન્યા વિદ્યાલય સંજેલી ખાતે આ સાઇકલોનો જથ્થો ઉતારવામાં આવ્યો છે. ત્યારે આ સાઇકલો છેલ્લા ત્રણેક માસથી ખુલ્લામાં પડી રહી છે. તાપ તથા વરસાદમાં ખુલ્લામાં પડી હોવાના કારણે સાઇકલોને કાટ આવી જાય તેવું સ્થિતિમાં છે. સાઇકલોનાં ટાયરમાં હવા પણ નથી. અને હજુ કિશોરીઓને આપી નથી. તે પહેલા ખખડધજ હાલત થઈ ગઈ છે.

Dahod: સંજેલી વિદ્યાલયમાં વરસાદમાં ખુલ્લામાં પડી રહેલી સાઇકલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સરસ્વતી સાધના અંતર્ગત આપેલી સાઇકલો ફાળવવા માગ
  • સંજેલી-સિંગવડ તાલુકાની કિશોરીઓ યોજનાના લાભથી વંચિત
  • દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સરકાર દ્ધારા સાઇકલો અપાઇ છે

સંજેલી તાલુકાની સરસ્વતી સાધના અંતર્ગત આવેલ સાઇકલોની ફાળવણીમાં વિલંબ કરાઇ રહ્યો છે. છેલ્લા બે માસ જેટલા સમયથી સાઇકલો તાપ અને વરસાદમાં ખુલ્લી પડી રહી છે. ત્યારે વહેલી તકે કિશોરીઓને સાઇકલની ફાળવણી કરાય તેવી માગ ઉઠી છે.

સંજેલી તેમજ સિંગવડ તાલુકાના ધો.9માં અભ્યાસ કરતી કિશોરીઓ માટે રાજ્ય સરકાર દ્વારા સરસ્વતી સાધના અંતર્ગત સાઇકલ અપાય છે. જેનો હેતુએ છે કે, આ સાઇકલ આપવાથી કિશોરીઓને પ્રોત્સાહન મળે છે. તેઓ નિયત સમય પ્રમાણે પોતાના ઘરેથી સ્કૂલમાં અવરજવર સહેલાઇથી કરી શકે તે હેતુથી સાઇકલો અપાય છે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સરકાર દ્ધારા સાઇકલો અપાઇ છે. ત્યારે સંજેલી તાલુકા મથકે આવેલ કન્યા વિદ્યાલય સંજેલી ખાતે આ સાઇકલોનો જથ્થો ઉતારવામાં આવ્યો છે. ત્યારે આ સાઇકલો છેલ્લા ત્રણેક માસથી ખુલ્લામાં પડી રહી છે. તાપ તથા વરસાદમાં ખુલ્લામાં પડી હોવાના કારણે સાઇકલોને કાટ આવી જાય તેવું સ્થિતિમાં છે. સાઇકલોનાં ટાયરમાં હવા પણ નથી. અને હજુ કિશોરીઓને આપી નથી. તે પહેલા ખખડધજ હાલત થઈ ગઈ છે.