Dahodના લીમખેડામાં શોર્ટ સર્કિટનો કહેર: મોટાહાથીધરા ગામે મકાનમાં ભીષણ આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ

Nov 9, 2026 - 20:00
Dahodના લીમખેડામાં શોર્ટ સર્કિટનો કહેર: મોટાહાથીધરા ગામે મકાનમાં ભીષણ આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દાહોદ જિલ્લાના લીમખેડા પંથકમાંથી એક દુઃખદ અને આર્થિક નુકસાન પહોંચાડતી ઘટના સામે આવી છે. લીમખેડા તાલુકાના મોટાહાથીધરા ગામે આવેલા ભરવાડ ફળિયામાં વીજ થાંભલા પર થયેલા શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ફાટી નીકળી હતી. થાંભલામાંથી ઉડેલા તણખલા સીધા મકાન પર પડતા ગંભીર આગ લાગી હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે નાસભાગ અને ચિંતાનો માહોલ સર્જાઈ ગયો હતો.

પ્રવીણભાઈ ચુનિયાભાઈ ભરવાડના મકાનને નુકસાન

પ્રાપ્ત વિગતો અનુસાર આ આગ પ્રવીણભાઈ ચુનિયાભાઈ ભરવાડ નામના વ્યક્તિના મકાનને પોતાની લપેટમાં લીધી હતી. આગ એટલી વિકરાળ હતી કે ઘરની અંદર રહેલી અનાજ, કપડાં, પલંગ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ સહિતની સમગ્ર ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં ઘરની અંદર બાંધેલું એક મૂક પશુ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હોવાના અહેવાલ છે, જેના કારણે પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

સ્થાનિકો અને ફાયર ટીમની મદદથી આગ પર કાબૂ

ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામજનો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને પોતાની સૂઝબૂઝથી પાણીનો મારો ચલાવીને આગ ઓલવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આ સાથે જ દેવગઢ બારીયાથી ફાયર ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક ગ્રામજનો અને ફાયરના જવાનોની સંયુક્ત જહેમત બાદ આખરે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, પરંતુ સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. તંત્ર દ્વારા નુકસાન અંગેની પંચકિયારીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0