Dahodના પેથાપુર ગામે યુવક પર જીવલેણ હુમલો, પેશાબ કરવાની ના પાડતા 4 શખ્સોએ મચાવ્યો આતંક
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતના દાહોદ (Dahod) જિલ્લાના ગોવિંદગુરૂ લીમડી (Govindguru Limdi) તાલુકાના પેથાપુર (Pethapur) ગામે સામાન્ય બાબતે યુવક પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ઘર સામે પેશાબ કરવાની ના પાડતા નંબર વગરની સફેદ સ્કોર્પિઓ (White Scorpio Without Number Plate) માં આવેલા 4 શખ્સોએ ભારે આતંક મચાવ્યો હતો. હુમલાખોરોએ પોતે 'શારદા ગામના કિંગ અને દાદા' હોવાની ધમકી આપીને દંપતી સાથે મારામારી શરૂ કરી હતી.
પેટ અને છાતીમાં ચપ્પુના ઘા ઝીંક્યા
હુમલા દરમિયાન એક આરોપીએ ફરિયાદી રાજુભાઈ ડામોર (Rajubhai Damor) ને પકડી રાખ્યા હતા અને અન્ય આરોપીએ તેમના પેટ અને છાતીના ભાગે ચપ્પુ (Knife) ના ઘા ઝીંકીને ગંભીર ઈજા પહોંચાડી હતી. પતિને બચાવવા માટે વચ્ચે છોડાવવા પડેલા ફરિયાદીના પત્ની સરલાબેન (Sarlaben) ને પણ આરોપીઓએ છૂટા હાથનો માર માર્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચારનો માહોલ ફેલાઈ ગયો હતો.
ચાકલીયા પોલીસે BNS કલમ 109 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી
ઘટના અંગે ફરિયાદ નોંધાતા ચાકલીયા પોલીસ (Chakaliya Police) દ્વારા તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે આરોપીઓ સ્મિત સંગોડ (Smit Sangod), પરેશ ચરપોટ (Paresh Charpot), વિનોદ નિનામા (Vinod Ninama) અને નગીન સંગોડ (Nagin Sangod) સામે હત્યાના પ્રયાસ (Attempt to Murder) એટલે કે BNS કલમ 109 (BNS Section 109) સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : Ahmedabad News : CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં પોલીસ બેડમિન્ટન ટુર્નામેન્ટનું સમાપન, અમિત શાહનો આભાર માન્યો...
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

