Dabhoiમાં નકલી ખેડૂત પ્રકરણમાં કોંગ્રેસનો કોર્પોરેટર સુભાષ ભોજવાણી જેલ હવાલે ગયો

વડોદરાના ડભોઈમાં નકલી ખેડૂત પ્રકરણમાં કોંગ્રેસના કોર્પોરેટર સુભાષ ભોજવાણીને કોર્ટે જેલમાં ધકેલવાનો આદેશ કર્યો છે.સીતપુરની જમીનમાં ખોટું પેઢીનામું બનાવ્યું હતુ અને લોકોની જમીન પચાવી પાડવાના કેસમાં મામલતારે ફરિયાદ નોંધાવી હતી અને તેના આધારે તેને જેલમાં મોકલવામાં આવ્યો છે.નેતાએ ખોટુ પેઢીનામું બનાવી જમીન પચાવવાનું કામ કરતો હતો. ભોજવાણી સામે મામલતદારે કરી હતી ફરિયાદ કોંગ્રેસ નેતાએ ખોટું પેઢીનામું બનાવ્યાની ફરિયાદ નોંધાઈ હતી જેમાં સુભાષ ભોજવાણી ડભોઇ નગરપાલિકા વોર્ડ 6ના કોર્પોરેટર છે અને સીતપુરની જમીનમાં બનાવ્યું હતું ખોટું પેઢીનામું જેમા ભોજવાણી પરિવારે અસંખ્ય લોકોની જમીનો લીધી હતી અને સીતપુર, પૂડા ગામના ખેડૂતોએ વાંધો ઉઠાવ્યો હતો જેના આધારે ખેડૂતોએ મામલતદારમાં ફરિયાદ નોંધાવી હતી પરંતુ ભોજવાણી ખોટુ પેઢીનામું છુપાવવા ગુજરાત હાઈકોર્ટમાં ગયા હતા પરંતુ ત્યાં પણ તેમનો કોઈ મેળ આવ્યો ન હતો.ડભોઈ પોલીસે નોંધ્યો છે ગુનો ડભોઇ નગરના માજી પ્રમુખ અને કોંગ્રેસના નેતા સુભાષ ભોજવાણી અને ભરત ભોજવાણીએ ખોટુ પેઢીનામું બનાવી ડભોઈ તલાટીની સહી કરાવી તેનો સાચા પેઢીનામા તરીકે સરકારી કચેરીમાં રજુ કરતા ડભોઈ મામલતદાર દ્વારા ડભોઈ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.ડભોઈ મામલતદાર પી.આર.સંગાડાની ફરિયાદ અનુસાર કચેરીના કેસના હુકમ અને કાગળો ધ્યાને લેતા ડભોઈના સીતપુર ગામની સર્વે નંબર 557 વાળી ખેતીની જમીન રજીસ્ટર વેચાણ દસ્તાવેજથી વેચાણ થતા ગામ ફેરફાર નોંધ નંબર 3723 7 જૂન 2016ના રોજ પાડવામાં આવી હતી.

Dabhoiમાં નકલી ખેડૂત પ્રકરણમાં કોંગ્રેસનો કોર્પોરેટર સુભાષ ભોજવાણી જેલ હવાલે ગયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાના ડભોઈમાં નકલી ખેડૂત પ્રકરણમાં કોંગ્રેસના કોર્પોરેટર સુભાષ ભોજવાણીને કોર્ટે જેલમાં ધકેલવાનો આદેશ કર્યો છે.સીતપુરની જમીનમાં ખોટું પેઢીનામું બનાવ્યું હતુ અને લોકોની જમીન પચાવી પાડવાના કેસમાં મામલતારે ફરિયાદ નોંધાવી હતી અને તેના આધારે તેને જેલમાં મોકલવામાં આવ્યો છે.નેતાએ ખોટુ પેઢીનામું બનાવી જમીન પચાવવાનું કામ કરતો હતો.

ભોજવાણી સામે મામલતદારે કરી હતી ફરિયાદ

કોંગ્રેસ નેતાએ ખોટું પેઢીનામું બનાવ્યાની ફરિયાદ નોંધાઈ હતી જેમાં સુભાષ ભોજવાણી ડભોઇ નગરપાલિકા વોર્ડ 6ના કોર્પોરેટર છે અને સીતપુરની જમીનમાં બનાવ્યું હતું ખોટું પેઢીનામું જેમા ભોજવાણી પરિવારે અસંખ્ય લોકોની જમીનો લીધી હતી અને સીતપુર, પૂડા ગામના ખેડૂતોએ વાંધો ઉઠાવ્યો હતો જેના આધારે ખેડૂતોએ મામલતદારમાં ફરિયાદ નોંધાવી હતી પરંતુ ભોજવાણી ખોટુ પેઢીનામું છુપાવવા ગુજરાત હાઈકોર્ટમાં ગયા હતા પરંતુ ત્યાં પણ તેમનો કોઈ મેળ આવ્યો ન હતો.

ડભોઈ પોલીસે નોંધ્યો છે ગુનો

ડભોઇ નગરના માજી પ્રમુખ અને કોંગ્રેસના નેતા સુભાષ ભોજવાણી અને ભરત ભોજવાણીએ ખોટુ પેઢીનામું બનાવી ડભોઈ તલાટીની સહી કરાવી તેનો સાચા પેઢીનામા તરીકે સરકારી કચેરીમાં રજુ કરતા ડભોઈ મામલતદાર દ્વારા ડભોઈ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.ડભોઈ મામલતદાર પી.આર.સંગાડાની ફરિયાદ અનુસાર કચેરીના કેસના હુકમ અને કાગળો ધ્યાને લેતા ડભોઈના સીતપુર ગામની સર્વે નંબર 557 વાળી ખેતીની જમીન રજીસ્ટર વેચાણ દસ્તાવેજથી વેચાણ થતા ગામ ફેરફાર નોંધ નંબર 3723 7 જૂન 2016ના રોજ પાડવામાં આવી હતી.