Dabhoi: ડભોઇમાં ટાવરથી ઝારોલાવગા સુધી ખૂલ્લા ખાડા છોડી દેવાતા લોકોમાં રોષ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં ટાવર વિસ્તારથી લઈને ઝારોલાવગા દ્વારકાધીશ મંદિર સુધી હાલમાં પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે નવી પાઈપલાઈન નાખવાની કામગીરી ચાલે છે. પરંતુ, આ કામગીરી દરમિયાન ખોદેલા મસમોટા ખાડાને કોઈપણ જાતની સુરક્ષા વિના ખુલ્લા જ છોડી દેવાતા લોકોમાં રોષ જોવા મળે છે.
સ્થળ ઉપર બેરિકેડ કે નથી ચેતવણી બોર્ડ નિયમ મુજબ કોઈપણ જાહેર માર્ગ પર ખોદકામ ચાલતું હોય ત્યારે સુરક્ષાના સાધનો રાખવા અનિવાર્ય છે. પરંતુ આ સ્થળ પર કોઈપણ પ્રકારના સુરક્ષા બેરિકેડ લગાડાયા નથી. રાત્રિના સમયે વાહનચાલકો દૂરથી ખાડો જોઈ શકે તેવી કોઈ રેડ-લાઈન કે રેડ-ટેપ મારી નથી. દ્વારકાધીશ મંદિર તરફ્ જતો આ રોડ મુખ્ય માર્ગ હોવાથી અહીં દિવસ-રાત વાહનો અને લોકોની સતત અવરજવર રહે છે. ખાસ કરીને રાત્રે વિસ્તારમાં અપૂરતી સ્ટ્રીટ લાઈટોને કારણે અંધારું હોય છે. અંધારામાં વાહનચાલકો સીધા જ ખાડામાં ખાબકે તેવી સંભાવના છે. સ્થાનિક રહીશોએ નગરપાલિકા અને કામ કરનાર કોન્ટ્રાક્ટર પર ગંભીર આક્ષેપો કર્યા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

