Cyclone Dana Impact: દાના વાવાઝોડાની ઘાત ગુજરાત પરથી ટળી, વરસાદથી મળશે રાહત

દેશના પૂર્વીય દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાતી તોફાન દાનાનો ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાત "દાના" 24-25 ઓક્ટોબરના રોજ પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના છે. જોકે દાના વાવાઝોડાની ઘાત ગુજરાત પરથી ટળી છે.હવામાન વિભાગની આગાહી મુજબ, "દાના" 24-25 ઓક્ટોબરના રોજ પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના છે. પણ આ વાવાઝોડાની અસર ગુજરાત પર નહીવત્ રહેશે. વાવાઝોડાનો ખતરો આખરે  ગુજરાત પરથી ટળી ગયો છે. જોકે દેશના પૂર્વીય દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાતી તોફાન દાનાનો ખતરો મંડરાઈ રહ્યો છે. તેથી ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) ઝોન (ઉત્તર-પૂર્વ) એ જીવનની સુરક્ષા માટે ઘણા આદેશો જારી કર્યા છે. અને દરિયામાં મિલકત નિવારક પગલાં લાગુ કરવામાં આવ્યા છે. ICG પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને ચક્રવાતની અસરથી ઊભી થતી કોઈપણ કટોકટીને પહોંચી વળવા સજ્જતા સુનિશ્ચિત કરવા સક્રિય પગલાં લઈ રહ્યું છે.દાના વાવાઝોડાની ઘાત ગુજરાત પરથી ટળી દાના વાવાઝોડાની અસર ગુજરાતમાં નહિવત્ ચક્રવાત ગુજરાતના હવામાનને અસર નહીં કરે રાજ્યમાં હવે વરસાદની શક્યતા નહિવત્ રાજ્યમાં આજથી ઊંચકાશે તાપમાનનો પારો મહત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી વધવાની સંભાવના અમદાવાદમાં તાપમાન 36.4 ડિગ્રી નોંધાયુહવામાન વિભાગના જણાવ્યા મુજબ, દાના વાવાઝોડાની અસર ગુજરાતમાં નહિવત્ રહેશે. ચક્રવાત ગુજરાતના હવામાનને અસર નહીં કરે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. રાજ્યમાં હવે વરસાદની શક્યતા નહિવત્ છે, જોકે રાજ્યમાં આજથી તાપમાનનો પારો ઊંચકાશે. મહત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી વધવાની સંભાવના છે જેમાં અમદાવાદમાં તાપમાન 36.4 ડિગ્રી નોંધાયુ છે.વાવાઝોડાને લઇ IMD એલર્ટઆજે દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે ઝારખંડ, કર્ણાટક, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં મુશળધાર વરસાદની ચેતવણી જારી કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર, 24 ઓક્ટોબરે દક્ષિણ ઝારખંડમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ સાથે ભારે વરસાદની સંભાવના છે. જ્યારે 25 ઓક્ટોબરે અલગ-અલગ જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. તે જ સમયે, ઓડિશાના ઢેંકનાલ, ખોરડા, પુરી, મયુરભંજ, ભદ્રક, કેન્દ્રપારા, જગતસિંગપુર, કેંદુઝાર, જાજપુર, કટકમાં મુશળધાર વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

Cyclone Dana Impact: દાના વાવાઝોડાની ઘાત ગુજરાત પરથી ટળી, વરસાદથી મળશે રાહત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દેશના પૂર્વીય દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાતી તોફાન દાનાનો ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાત "દાના" 24-25 ઓક્ટોબરના રોજ પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના છે. જોકે દાના વાવાઝોડાની ઘાત ગુજરાત પરથી ટળી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, "દાના" 24-25 ઓક્ટોબરના રોજ પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના છે. પણ આ વાવાઝોડાની અસર ગુજરાત પર નહીવત્ રહેશે. વાવાઝોડાનો ખતરો આખરે  ગુજરાત પરથી ટળી ગયો છે. જોકે દેશના પૂર્વીય દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાતી તોફાન દાનાનો ખતરો મંડરાઈ રહ્યો છે. તેથી ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) ઝોન (ઉત્તર-પૂર્વ) એ જીવનની સુરક્ષા માટે ઘણા આદેશો જારી કર્યા છે. અને દરિયામાં મિલકત નિવારક પગલાં લાગુ કરવામાં આવ્યા છે. ICG પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને ચક્રવાતની અસરથી ઊભી થતી કોઈપણ કટોકટીને પહોંચી વળવા સજ્જતા સુનિશ્ચિત કરવા સક્રિય પગલાં લઈ રહ્યું છે.

દાના વાવાઝોડાની ઘાત ગુજરાત પરથી ટળી

  • દાના વાવાઝોડાની અસર ગુજરાતમાં નહિવત્
  • ચક્રવાત ગુજરાતના હવામાનને અસર નહીં કરે
  • રાજ્યમાં હવે વરસાદની શક્યતા નહિવત્
  • રાજ્યમાં આજથી ઊંચકાશે તાપમાનનો પારો
  • મહત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી વધવાની સંભાવના
  • અમદાવાદમાં તાપમાન 36.4 ડિગ્રી નોંધાયુ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દાના વાવાઝોડાની અસર ગુજરાતમાં નહિવત્ રહેશે. ચક્રવાત ગુજરાતના હવામાનને અસર નહીં કરે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. રાજ્યમાં હવે વરસાદની શક્યતા નહિવત્ છે, જોકે રાજ્યમાં આજથી તાપમાનનો પારો ઊંચકાશે. મહત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી વધવાની સંભાવના છે જેમાં અમદાવાદમાં તાપમાન 36.4 ડિગ્રી નોંધાયુ છે.

વાવાઝોડાને લઇ IMD એલર્ટ

આજે દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે ઝારખંડ, કર્ણાટક, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં મુશળધાર વરસાદની ચેતવણી જારી કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર, 24 ઓક્ટોબરે દક્ષિણ ઝારખંડમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ સાથે ભારે વરસાદની સંભાવના છે. જ્યારે 25 ઓક્ટોબરે અલગ-અલગ જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. તે જ સમયે, ઓડિશાના ઢેંકનાલ, ખોરડા, પુરી, મયુરભંજ, ભદ્રક, કેન્દ્રપારા, જગતસિંગપુર, કેંદુઝાર, જાજપુર, કટકમાં મુશળધાર વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.