CM Bhupendra Patelએ નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત નશામુક્તિ વાનનું પ્રસ્થાન કરાવ્યું

Feb 18, 2025 - 14:30
CM Bhupendra Patelએ નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત નશામુક્તિ વાનનું પ્રસ્થાન કરાવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય અને ભારત સરકાર ના સામાજિક ન્યાય તથા અધિકારીતા મંત્રાલય આયોજિત નશામુક્ત ભારત અભિયાનની સેવા યોજના વાનનું ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું હતું. તેમણે આ વાનને પ્રસ્થાન કરાવીને નશામુક્ત ભારત અભિયાનનો રાજ્ય વ્યાપી શુભારંભ પણ કરાવ્યો હતો.

લોકોને નશો છોડાવવાની પ્રતિજ્ઞા કરાવશે

આ અભિયાન ગુજરાતમાં ૧૯મી ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ અંબાજીથી શરૂ થવાનું છે.સમગ્ર વર્ષ દરમિયાન ચાલનારા આ નશામુક્ત ભારત અભિયાન અન્વયે નશામુક્તિ અભિયાન વાન રાજ્યના બધા જ જિલ્લાઓને આવરી લઈને રોજના પાંચ ગામોની મુલાકાત લેશે.એટલું જ નહીં, આ ગામોમાં લોકોને નશામુક્તિની સમજણ આપીને નશો છોડાવવાની પ્રતિજ્ઞા કરાવશે સાથોસાથ નશામુક્તિ માટે જનજાગૃતિ જગાવતા સેમિનાર, વર્કશોપ અને રેલીનું પણ આયોજન કરવામાં આવશે.

નશામુક્તિની ટ્રેનિંગ

ખાસ ટ્રેનર દ્વારા લોકોને નશામુક્તિની ટ્રેનિંગ આપીને તેઓ પણ બીજાને વ્યસનો છોડાવી શકે તેવા સક્ષમ બનાવવાની દિશામાં આ અભિયાન અંતર્ગત સેવા પ્રવૃત્તિ હાથ ધરાવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નશામુક્ત અભિયાન વાનને પ્રસ્થાન કરાવ્યું તે વેળાએ બ્રહ્માકુમારી નંદીની બહેન, કૈલાશ દીદી, રાજયોગ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનની મેડિકલ વિંગના નેશનલ કો-ઓર્ડીનેટર ડૉ. બનારસીભાઈ, ડૉ. નીતાબેન અને બ્રહ્મા કુમારીઝના સેવાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0