CM Bhupendra Patel રવિવારે વિવિધ કાર્યક્રમોમાં રહેશે વ્યસ્ત, અમિત શાહ સાથે અનેક કાર્યક્રમોમાં આપશે હાજરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રવિવાર 14મી સપ્ટેમ્બર 2025ના રોજ વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપશે. તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે ગાંધીનગર અને અમદાવાદમાં આયોજિત ત્રણ મુખ્ય કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.
હિન્દી દિવસ અને અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું આયોજન
મુખ્યમંત્રી રવિવારે સવારે 11:30 કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાનાર હિન્દી દિવસ 2025 અને પાંચમું અખિલ ભારતીય રાજભાષા સંમેલન કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની મુખ્ય ઉપસ્થિતિ રહેશે.
સરદારધામમાં અભિવાદન સમારોહનું આયોજન
ત્યારબાદ બપોરે 1:55 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ નજીક આવેલા સરદારધામ ખાતે યોજાનાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના અભિવાદન સમારોહમાં હાજરી આપશે. આ સમારોહ સરદારધામ દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે. વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું લોકાર્પણ કાર્યક્રમ
દિવસના અંતે બપોરે 3:00 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના નારણપુરા ખાતે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્સના લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રહેશે. આ કોમ્પલેક્સનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે થશે. આ તમામ કાર્યક્રમો રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચેના મજબૂત સમન્વય અને વિકાસલક્ષી અભિગમને દર્શાવે છે.
What's Your Reaction?






