Chotilaમાં બિયારણ ન મળતા ખેડૂતોએ મચાવ્યો હોબાળો, જુઓ VIDEO

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ચોટીલામાં NMEO-OS યોજના અંતર્ગત ખેડૂતોને મગફળીનું બિયારણ મળી રહે તેવી યોજનામાં ચોટીલા તાલુકાના 9 જેટલા ગામનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં બિયારણનું ફોર્મ ભરી અને ખેડૂતોને બિયારણ આપવામા આવતું હતું.
ત્યારે આજે ખેડૂતોના મોબાઈલ પર મેસેજ દ્વારા બિયારણ લેવા આવવાનો મેસેજ આવતા તેવો દુકાન પર પહોંચ્યા હતા પણ મગફળીનું બિયારણ આપવામાં ના આવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી અને હોબાળો મચાવ્યો હતો.
પ્રાંત કચેરીએ ખેડૂતો ધરણા પર બેઠા
તમને જણાવી દઈએ કે ખેડૂતોને યોજના દરમિયાન 1 એકર દીઠ 20 કિલો મગફળીનું બિયારણ મફતમાં આપવામાં આવતું હતું. ચોટીલા તાલુકાના 100 જેટલા ખેડૂતો આજે ઓનલાઈન ફોર્મ ભરી અને મગફળીનું બિયારણ લેવા પહોંચ્યા હતા પણ બિયારણ ન મળતા હોબાળો મચાવ્યો હતો.
આ સમગ્ર બાબતે રજુઆત કરવા ખેડૂતો પ્રાંત કચેરી ખાતે પહોંચી અને ધરણા પર બેસી ગયા હતા. આ સમગ્ર બનાવને લઈને મામલતદાર દ્વારા ખેડૂતોની વ્યથા સાંભળી અને તાત્કાલિક ધોરણે નિરાકરણ મળે તેવી બાંયેધરી આપવામાં આવી હતી.
What's Your Reaction?






