Chotila: દર્શન કરવા જતા વૃદ્ધ અને ફરજ પર ગયેલા વીજકર્મીના બાઈકની ચોરી

Feb 19, 2025 - 06:00
Chotila: દર્શન કરવા જતા વૃદ્ધ અને ફરજ પર ગયેલા વીજકર્મીના બાઈકની ચોરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર શહેરના રતનપરના ઢાળેથી મૂળી, સાયલા, ચોટીલા, રાજકોટ તરફ જવાના વાહનો મળે છે. આથી લોકો ત્યાં બાઈક મુકીને સરકારી કે ખાનગી વાહનોમાં મુસાફરી કરે છે. ત્યારે રતનપરના ઢાળે શીવાનંદ આશ્રમ પાસે પાર્ક કરેલા 2 બાઈક ચોરાયાની ફરિયાદ જોરાવરનગર પોલીસ મથકે નોંધાઈ છે.

રતનપર શાળા નં. 1 પાસે રહેતા 64 વર્ષીય વિજયભાઈ દલપતભાઈ શાહ નીવૃત જીવન વીતાવે છે. ગત તા. 09-02ના રોજ તેઓને ચોટીલા દર્શન કરવા જવાનું હોવાથી ઘરેથી પત્ની રેખાબેન સાથે બાઈક લઈને નીકળ્યા હતા. જેમાં રતનપર ઢાળ પાસે શીવાનંદ આશ્રમ સામે બાઈક પાર્ક કરી તેઓ અન્ય વાહનમાં ચોટીલા ગયા હતા. જયાંથી સાંજના સમયે પરત આવીને જોતા બાઈક નજરે પડયુ ન હતુ. આસપાસ શોધખોળ કરવા છતાં બાઈક ન મળી આવતા અંતે તેઓએ જોરાવરનગર પોલીસ મથકે રૂ. 15 હજારની અંદાજિત કિંમતનું બાઈક ચોરાયાની ફરિયાદ નોંધાવી છે. જયારે રતનપરના શીવનગરમાં રહેતા 32 વર્ષીય નીલેશભાઈ બીપીનભાઈ કણઝરીયા પીજીવીસીએલ વીજ કંપનીમાં ફરજ બજાવે છે. ગત તા. 15-2ના રોજ સવારે તેઓ બાઈક લઈને રતનપર ગયા હતા. જયાં શીવાનંદ આશ્રમ સામે બાઈક મુકી ચોટીલા ફરજ પર ગયા હતા. જયાંથી સાંજના સમયે પરત આવીને જોતા બાઈક મળી આવ્યુ ન હતુ. આથી આસપાસ શોધખોળ કરવા છતાં બાઈકનો પત્તો ન લાગતા અંતે તેઓએ જોરાવરનગર પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે રૂ. 15 હજારની અંદાજિત કિંમતનું બાઈક ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી છે. બાઈક ચોરીની બન્ને ફરિયાદ નોંધી તસ્કરની ભાળ મેળવવા વધુ તપાસ એચસી બી. એલ.પરમાર ચલાવી રહ્યા છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0