Chhotaudepurના સનાડા ગામમાં મકાન ધરાશાયી થવાની દુર્ઘટનામાં 1નું મોત નિપજયું

Jul 29, 2025 - 11:00
Chhotaudepurના સનાડા ગામમાં મકાન ધરાશાયી થવાની દુર્ઘટનામાં 1નું મોત નિપજયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

છોટાઉદેપુરમાં મકાન ધરાશાયી થવાની દુર્ઘટના બનવા પામી હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું બનાવસ્થળ પર જ મોત નિપજયું. ગત રાત્રે સનાડા ગામમાં અચાનક એક મકાન કકડભૂસ કરતા તૂટયું અને ઘરનો માલિક જ તેમાં દટાઈ ગયો. આસપાસના સ્થાનિકો દ્વારા સમગ્ર મામલાની પોલીસને જાણ કરવામાં આવી.

મકાન દુર્ઘટનામાં એકનું મોત

મળતી માહિતી મુજબ છોટાઉદેપુરમાં ગતરાત્રિએ સનાડા ગામમાં મકાન તૂટવાની દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું. સનાડા ગામમાં ડુંગળી ફળિયામાં ગત મોડી રાત્રે લગભગ 11.30 વાગ્યે એક મકાનનો ભાગ તૂટી પડ્યો હતો. ત્યારે આ મકાનની અંદર એક વ્યક્તિ સૂઈ રહ્યો હતો અને તેના ઉપર જ કકડભૂસ કરતી દિવાલ પડી. આ વ્યક્તિનું મકાનમાં દબાઈ જવાના કારણે ઘટના સ્થળ જ પર જ તેનું મોત નિપજયું. બીજા દિવસે સવારે આસપાસના લોકોએ આ દ્રશ્ય જોઈ હચમચી ઉઠયા હતા. સ્થાનિકોએ તમામ સ્થિતિને પોલીસને જાણ કરી.

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો

પોલીસ ઘટનાની માહિતી મળતા ત્યાં પહોંચી ગઈ. મકાન ધરાશી થવાની દુર્ઘટનામાં મૃત્યુ પામનાર  ગફુરભાઈ આપસિંગભાઇ રાઠવાના મૃતદેહને પોલીસે હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. સનાડા ગામમાં ડુંગળી ફળિયામાં રહેતા ગફુરભાઈ પોતાના ઘરમાં જ સૂતા હતા ત્યારે આ બનાવ બન્યો અને કાળનો શિકાર થયો. જો કે ગુફરભાઈના મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ સ્પષ્ટ થઈ શકશે.

વરસાદથી મકાન ક્ષતિગ્રસ્ત

ચોમાસામાં છોટાઉદેપુરમાં વરસાદનું ભારે જોર જોવા મળ્યું છે. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. જ્યારે કાચા મકાનો વધુ ક્ષતિગ્રસ્ત થયા. ધોધમાર વરસાદના કારણે નબળા બાંધકામ ધરાવતા મકાનો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે.  વરસાદી આફતની મકાનો પર અસર જોવા મળી. સતત વરસાદના કારણે નબળા મકાન વધુ ક્ષતિગ્રસ્ત થયા છે. અને તેના કારણે મકાન ધરાશાયી થવાની દુર્ઘટના બનતી હોવાનું સામે આવ્યું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0