Chhotaudepurના Nasvadiના જંગલ વિસ્તારમાં 150 કિલો બીજનો ડ્રોનથી છંટકાવ કરાયો

જંગલ વિસ્તાર હરિયાળું બનાવવા માટે ડ્રોનનો ઉપયોગ નસવાડીમાં વૃક્ષો વાવવા માટે નવતર પ્રયોગ શરૂ સીતાફળ, ખાખરો, ખેર, બહેડા જેવા બીજનો છંટકાવ નસવાડીના આંતરિયાળ જંગલ વિસ્તારમા 150 કિલો બીજનુ ડ્રોનથી વાવેતર કરાયુ છે.જ્યાં માણસ ન જઈ શકે ત્યાં જંગલ વિસ્તારને હરિયાળુ બનાવવા નસવાડી વન વિભાગ દ્રારા કામગીરી કરાઈ છે.વરસાદને લઈ કુદરતી સૌંદર્યમા વધારો કરતા વૃક્ષનુ વધુ વાવેતર કરવા વન વિભાગનો અનોખો પ્રયાસ.ડ્રોન એકવાર દસ કિલો બીજ લઈ આકાશમાથી ડુંગર વિસ્તારની જમીન પર ફેંકે છે. ડ્રોનના છંટકાવથી વૃક્ષ વાવવાનો પ્રયાસ જંગલ વિસ્તારમાં માનવી બધી જગ્યાએ પહોંચે તે શકય નથી ત્યારે ડ્રોનથી પહેલા સર્વે કરવામા આવ્યો કે કયા કયાં વૃક્ષો વાવી શકાય ત્યારબાદ ડ્રોનમાં બીજ ભરવામાં આવ્યું અને તેને ઉડાવ્યું પછી જયા જમીન છે એટલે કે વૃક્ષ નથી તે જગ્યા પર આ બીજનો છંટકાવ કરવામાં આવે છે અને ત્યારબાદ ત્યા વૃક્ષ ઉગવાની શરૂઆત થાય છે એટલે કે,હવે જંગલની મધ્યમાં કે જંગલના કોઈ પણ ખૂણે વૃક્ષ વવાશે અને જંગલને વધુ હરીયાળુ બનાવાશે.સીતાફળ, ખાખરો, ખેર, બહેડા જેવા બીજનો જંગલ વિસ્તારમા છંટકાવ કરાયો. નવતર પ્રયોગ હાથધરાયો નવતર પ્રયોગને સફળતા મળે એવી આશા સાથે આ પ્રયત્ન કરવામાં આવે છે. આ પ્રયોગ સફળ થશે તો ભવિષ્યમાં આ રીતે ફરીથી વાવેતર કરવામાં આવશે. જોકે, એક તરફ માનવ મજૂરી સહિત વૃક્ષારોપણ કરવામાં લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય છે. તેમ છતાં ડુંગરોને હરિયાળા બનાવી શક્યા નથી. ત્યારે આ વખતે ડ્રોન થકી કરાયેલો પ્રયાસ આગામી સમયમાં કેટલો સફળ બની રહેશે તે જોવું રહ્યું. 17 કરોડ વૃક્ષો વાવવાનો ગુજરાત સરકારનો લક્ષ્યાંક દરેક વ્યક્તિ પોતાનીમાંની સ્મૃતિમાં કે માતાની સાથે મળીને એક વૃક્ષ વાવે અને ધરતી માતાની પર્યાવરણીય રક્ષા કરે તેમજ ગ્રીન કવર વધારે તેવો આશય વડાપ્રધાનશ્રીએ આ અભિયાનમાં રાખેલો છે.મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનના પર્યાવરણપ્રિય વિચારને સાકાર કરવા ગુજરાતમાં આ અભિયાન અન્વયે આગામી સપ્ટેમ્બર-2024 સુધીમાં 12.20 કરોડ અને માર્ચ-2025 સુધીમાં 17 કરોડ વૃક્ષો વન વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગો દ્વારા વાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

Chhotaudepurના Nasvadiના જંગલ વિસ્તારમાં 150 કિલો બીજનો ડ્રોનથી છંટકાવ કરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જંગલ વિસ્તાર હરિયાળું બનાવવા માટે ડ્રોનનો ઉપયોગ
  • નસવાડીમાં વૃક્ષો વાવવા માટે નવતર પ્રયોગ શરૂ
  • સીતાફળ, ખાખરો, ખેર, બહેડા જેવા બીજનો છંટકાવ

નસવાડીના આંતરિયાળ જંગલ વિસ્તારમા 150 કિલો બીજનુ ડ્રોનથી વાવેતર કરાયુ છે.જ્યાં માણસ ન જઈ શકે ત્યાં જંગલ વિસ્તારને હરિયાળુ બનાવવા નસવાડી વન વિભાગ દ્રારા કામગીરી કરાઈ છે.વરસાદને લઈ કુદરતી સૌંદર્યમા વધારો કરતા વૃક્ષનુ વધુ વાવેતર કરવા વન વિભાગનો અનોખો પ્રયાસ.ડ્રોન એકવાર દસ કિલો બીજ લઈ આકાશમાથી ડુંગર વિસ્તારની જમીન પર ફેંકે છે.

ડ્રોનના છંટકાવથી વૃક્ષ વાવવાનો પ્રયાસ

જંગલ વિસ્તારમાં માનવી બધી જગ્યાએ પહોંચે તે શકય નથી ત્યારે ડ્રોનથી પહેલા સર્વે કરવામા આવ્યો કે કયા કયાં વૃક્ષો વાવી શકાય ત્યારબાદ ડ્રોનમાં બીજ ભરવામાં આવ્યું અને તેને ઉડાવ્યું પછી જયા જમીન છે એટલે કે વૃક્ષ નથી તે જગ્યા પર આ બીજનો છંટકાવ કરવામાં આવે છે અને ત્યારબાદ ત્યા વૃક્ષ ઉગવાની શરૂઆત થાય છે એટલે કે,હવે જંગલની મધ્યમાં કે જંગલના કોઈ પણ ખૂણે વૃક્ષ વવાશે અને જંગલને વધુ હરીયાળુ બનાવાશે.સીતાફળ, ખાખરો, ખેર, બહેડા જેવા બીજનો જંગલ વિસ્તારમા છંટકાવ કરાયો.


નવતર પ્રયોગ હાથધરાયો

નવતર પ્રયોગને સફળતા મળે એવી આશા સાથે આ પ્રયત્ન કરવામાં આવે છે. આ પ્રયોગ સફળ થશે તો ભવિષ્યમાં આ રીતે ફરીથી વાવેતર કરવામાં આવશે. જોકે, એક તરફ માનવ મજૂરી સહિત વૃક્ષારોપણ કરવામાં લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય છે. તેમ છતાં ડુંગરોને હરિયાળા બનાવી શક્યા નથી. ત્યારે આ વખતે ડ્રોન થકી કરાયેલો પ્રયાસ આગામી સમયમાં કેટલો સફળ બની રહેશે તે જોવું રહ્યું.

17 કરોડ વૃક્ષો વાવવાનો ગુજરાત સરકારનો લક્ષ્યાંક

દરેક વ્યક્તિ પોતાનીમાંની સ્મૃતિમાં કે માતાની સાથે મળીને એક વૃક્ષ વાવે અને ધરતી માતાની પર્યાવરણીય રક્ષા કરે તેમજ ગ્રીન કવર વધારે તેવો આશય વડાપ્રધાનશ્રીએ આ અભિયાનમાં રાખેલો છે.મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનના પર્યાવરણપ્રિય વિચારને સાકાર કરવા ગુજરાતમાં આ અભિયાન અન્વયે આગામી સપ્ટેમ્બર-2024 સુધીમાં 12.20 કરોડ અને માર્ચ-2025 સુધીમાં 17 કરોડ વૃક્ષો વન વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગો દ્વારા વાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે.