Chhotaudepur : સંખેડામાં પાણીની લાઇન ફાટતા પાણીનો ફુવારો ઉડયો, પાણીનો થયો વેડફાટ, જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
છોટાઉદેપુર જિલ્લામાંથી તંત્રની બેદરકારીની ઘટના સામે આવી છે. જિલ્લાના સંખેડા ગામમાં પાણીની લાઈનમાં ભંગાણ થયું. ગ્રામ પંચયાતની બેદરકારીના કારણે પાણીની લાઈન તૂટતા આશરે 30થી 35 ફૂટ ઊંચો ફુવારો ઉડયો. સંખેડામાં ચોરા બસ સ્ટેન્ડ પાસે પાણીની લાઇન ફાટી હતી. આ ફુવારો જોવા ત્યાં લોકોની ભીડ જમા થઈ ગઈ.
મોટો ફુવારો ઉડતા પાણીનો વેડફાટ
રાજ્યમાં એકબાજુ લોકો પીવાના પાણી સમસ્યાને લઈને હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ ક્ષતિગ્રસ્ત પાણીની લાઈનમાં ધ્યાન ના આપવાના કારણે મોટો ફુવારો ઉડવાની ઘટના બનવા પામી. વરસાદી સિઝનમાં પણ પાણીની લાઈન તૂટવાના કારણે લોકો પીવાના પાણીને લઈને વલખા મારી રહ્યા છે. સંખેડામાં પાણીની લાઈન તૂટવાના કારણે મોટી માત્રામાં પાણીનો વેડફાટ થયો.
કેનાલમાં પડ્યું ગાબડું
જિલ્લામાં પાણીની લાઈન ઉપરાંત કેનાલમાં પણ ગાબડા પડ્યાનું સામે આવ્યું છે. છોટાઉદેપુરમાં સુખી જળાશય યોજનાની કરોડોની કેનાલમાં ગાબડાં પડતા સંદેશ ન્યુઝની ટિમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું જેમાં પ્રથમ વરસાદમાં કેનાલમાં ગાબડા પડયાનું સામે આવ્યું છે હજુ કેનાલ ચાલુ નથી કરી એ પહેલા ગાબડા પડતા ખેડૂતો ચિંતિત બન્યા છે.
What's Your Reaction?






