Chhotaudepur: ઝંડ હનુમાન ખાતે બેસતા વર્ષે લાખો ભક્તો ઊમટયાં

હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું છે. દિવાળીમાં તમામ કચેરીઓમાં પાંચ દિવસની રજા હોય છે. જેને લઇ જાંબુઘોડા અભયારણ્ય વિસ્તારમાં આવેલ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના તરગોળ ટપ્પા તરીકે ઓળખાતા અતિ ગીચ જંગલ વિસ્તારમાં પર્વતોની હાર માળા વચ્ચે આવેલ ઝંડ ગામ ખાતે હેડંબા વન તરીકે ઓળખાતા વિસ્તારમાં એક જ રેતાળ પથ્થરમાંથી કોતરીને બનાવેલી બેનમુન ભારતભરમાં દુર્લભ એવી હનુમાન દાદાની મૂર્તિ આવેલી છે.આ મૂર્તિની ખાસિયત એ છે કે, હનુમાન દાદાના ડાબા પગ નીચે શનિદેવની પનોતીની પણ મૂર્તિ આવેલી છે. હનુમાન દાદાની મૂર્તિની બિલકુલ સામે નીચેના વિસ્તારમાં એક પૌરાણિક શિવમંદિર પણ આકર્ષણનું કેન્દ્ર છે. કારતક સુદ એકમને વિક્રમ સંવત 2081ના પ્રારંભ સાથે શનિવારના રોજ ઝંડ હનુમાન ખાતે દોઢ લાખ જેટલા હનુમાન ભક્તો ઉમટી પડયા હતા. મેળા જેવો માહોલ સર્જાયો હતો. કોઈ દિવસ ના ધાર્યું હોય તેટલા પ્રમાણમાં ઝંડ હનુમાન ખાતે શ્રદ્ધાળુ ભક્તોનું મહેરામણ ઊમટી પડતા અત્રેના વેપારીઓ પણ પોતાના ટાર્ગેટમાં કાચા ઉતર્યા હતા. બપોર સુધીમાં તેઓના શ્રીફ્ળ તેમજ પાણીના બોટલ સહિતના ખાણી પીણીનો તમામ સર સામાન ખલાસ થયો હતો. ત્યાંના વેપારીઓ બપોરે જાંબુઘોડા દોડી આવી તાત્કાલિક સામાન લઈ ગયા હતા જાંબુઘોડા અભયારણ્ય સહિત પાવાગઢ ખાતે પણ ચાર દિવસમાં લાખોની સંખ્યામાં માય ભક્તો તેમજ પ્રવાસી પર્યટકો ઉમટી પડયા હતા. ત્યાં પણ પાવાગઢથી ચાર કિમી દૂર પોતાની ગાડીઓ પાર્કિંગ કરવાનો વારો આવ્યો હતો. પાવાગઢ ખાતે આવતા દર્શનાર્થીઓને વહીવટી તંત્ર દ્વારા વડા તળાવ, ધનકુવા, વિરાસત વન તેમજ ટીંબી ખાતે ગાડીઓ પાર્ક કરવા જણાવાયું હતું. પાવાગઢ ખાતે પણ ચાર દિવસમાં અઢીથી ત્રણ લાખ માઈ ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો.

Chhotaudepur: ઝંડ હનુમાન ખાતે બેસતા વર્ષે લાખો ભક્તો ઊમટયાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું છે. દિવાળીમાં તમામ કચેરીઓમાં પાંચ દિવસની રજા હોય છે. જેને લઇ જાંબુઘોડા અભયારણ્ય વિસ્તારમાં આવેલ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના તરગોળ ટપ્પા તરીકે ઓળખાતા અતિ ગીચ જંગલ વિસ્તારમાં પર્વતોની હાર માળા વચ્ચે આવેલ ઝંડ ગામ ખાતે હેડંબા વન તરીકે ઓળખાતા વિસ્તારમાં એક જ રેતાળ પથ્થરમાંથી કોતરીને બનાવેલી બેનમુન ભારતભરમાં દુર્લભ એવી હનુમાન દાદાની મૂર્તિ આવેલી છે.

આ મૂર્તિની ખાસિયત એ છે કે, હનુમાન દાદાના ડાબા પગ નીચે શનિદેવની પનોતીની પણ મૂર્તિ આવેલી છે. હનુમાન દાદાની મૂર્તિની બિલકુલ સામે નીચેના વિસ્તારમાં એક પૌરાણિક શિવમંદિર પણ આકર્ષણનું કેન્દ્ર છે.

કારતક સુદ એકમને વિક્રમ સંવત 2081ના પ્રારંભ સાથે શનિવારના રોજ ઝંડ હનુમાન ખાતે દોઢ લાખ જેટલા હનુમાન ભક્તો ઉમટી પડયા હતા. મેળા જેવો માહોલ સર્જાયો હતો. કોઈ દિવસ ના ધાર્યું હોય તેટલા પ્રમાણમાં ઝંડ હનુમાન ખાતે શ્રદ્ધાળુ ભક્તોનું મહેરામણ ઊમટી પડતા અત્રેના વેપારીઓ પણ પોતાના ટાર્ગેટમાં કાચા ઉતર્યા હતા. બપોર સુધીમાં તેઓના શ્રીફ્ળ તેમજ પાણીના બોટલ સહિતના ખાણી પીણીનો તમામ સર સામાન ખલાસ થયો હતો. ત્યાંના વેપારીઓ બપોરે જાંબુઘોડા દોડી આવી તાત્કાલિક સામાન લઈ ગયા હતા જાંબુઘોડા અભયારણ્ય સહિત પાવાગઢ ખાતે પણ ચાર દિવસમાં લાખોની સંખ્યામાં માય ભક્તો તેમજ પ્રવાસી પર્યટકો ઉમટી પડયા હતા. ત્યાં પણ પાવાગઢથી ચાર કિમી દૂર પોતાની ગાડીઓ પાર્કિંગ કરવાનો વારો આવ્યો હતો. પાવાગઢ ખાતે આવતા દર્શનાર્થીઓને વહીવટી તંત્ર દ્વારા વડા તળાવ, ધનકુવા, વિરાસત વન તેમજ ટીંબી ખાતે ગાડીઓ પાર્ક કરવા જણાવાયું હતું. પાવાગઢ ખાતે પણ ચાર દિવસમાં અઢીથી ત્રણ લાખ માઈ ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો.