Chhotaudaypur:નસવાડી તાલુકાના પીપલાજ પાસે દીપડાએ દેખા દેતા દહેશત

Nov 23, 2025 - 03:30
Chhotaudaypur:નસવાડી તાલુકાના પીપલાજ પાસે દીપડાએ દેખા દેતા દહેશત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નસવાડી તાલુકાના પીપલાજ વિસ્તારમાં દિપડો દેખાતા સ્થાનિકોમાં ભારે ચકચાર મચી ગઈ છે. વહેલી તકે દીપડાને પાંજરે પુરવાની લોકમાગ ઉઠી છે.મળતી માહિતી અનુસાર, બુધવારે સાંજે એક વાહનચાલક પીપલાજ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક તેને રસ્તાની બાજુએ દીપડો દેખાયો હતો. સાવચેતીપૂર્વક અંતર રાખીને તેણે તરત જ સમગ્ર દ્રશ્યનો વીડિયો મોબાઈલમાં કેદ કર્યો હતો.

દીપડાનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર થતાં જ ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. લોકો ખાસ કરીને રાત્રીના સમયમાં જંગલ વિસ્તારમાંથી પસાર થવાનું ટાળી રહ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, ઘણાં દિવસોથી પશુઓના ગાયબ થવાના બનાવો અને અજાણી હલનચલનની ચર્ચા ચાલી રહી હતી. હવે દીપડો દેખાતા તેમની શંકા બરાબર સાબિત થઈ છે. આ ઘટનાની માહિતી ફોરેસ્ટ વિભાગને અપાઇ છે. વનવિભાગે દીપડાના મૂવમેન્ટ પર નજર રાખવા માટે પેટ્રોલિંગ વધાર્યું છે. તેમજ ગ્રામજનોને સાવચેત રહેવા અનુરોધ કર્યો છે. વિભાગે લોકોને વિનંતી કરી છે કે, દીપડો દેખાય તો તેની નજીક ન જવું, કોઈ એવો પ્રયાસ ન કરવો જે પ્રાણીને ઉશ્કેરે, અને તરત જ વનવિભાગને જાણ કરવી. ગામના લોકોમાં હજી પણ દહેશતનો માહોલ છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0