Dabhoi:ભીલાપુર-રાજલી ક્રોસિંગ પાસે અકસ્માતોને લઇ લોકોનો ચક્કાજામ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા-ડભોઈ-સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા મુખ્ય માર્ગ પર ભીલાપુર-રાજલી ક્રોસિંગ નજીક ગમખ્વાર અકસ્માતોની વણઝારથી રોષે ભરાયેલા ગ્રામજનોએ રસ્તો રોકીને ચક્કાજામ કર્યો હતો.
અઠવાડિયામાં ભીલાપુર -રાજલી ક્રોસિંગ વચ્ચે અકસ્માતમાં પાંચ જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે. વડોદરાથી ડભોઈ તરફ જતો SOU રોડ પહોળો કરવાનું કામ ચાલુ હોવાથી ટ્રાફ્કિને વન-વે કરાયો છે. જેના પરિણામે અકસ્માતોમાં વધારો થયો છે.ટ્રાફ્કિ વન-વે કરાતાં ખાસ કરીને નાના વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. માર્ગ બંધ થતાં ટ્રાફ્કિ જામની સ્થિતિ ?મુખ્ય માર્ગ પર ચક્કાજામ થવાને કારણે ભારે ટ્રાફ્કિ જામની સ્થિતિ સર્જાઈ હતી. ગ્રામજનોએ ઢાઢર નદીના બ્રિજ ઉતરતાની સાથે જ ડિવાઇડર તોડીને ટ્રાફ્કિ ડાયવર્ટ કરવાની તાત્કાલિક માગણી કરી છે. ?ગ્રામજનોએ તંત્રની ઘોર બેદરકારી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. અને રોષ વ્યક્ત કર્યો હતો. આંદોલનની ચીમકી ગ્રામજનોએ તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો 24 કલાકમાં તેમની માગણીનો નિકાલ નહીં કરાય તો ફરીથી ચક્કાજામ અને આંદોલન કરાશે. આ ગંભીર પરિસ્થિતિમાં વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તે જરૂરી છે. જેથી વધુ નિર્દોષ લોકોનો ભોગ ન લેવાય વહેલી તકે તંત્ર જાગે એનો ચોક્કસ કોઈ નિવારો પણ લાવે એવી ગામજનોની માંગ સાથે આજે તંત્ર સામે ચક્કાજામ કર્યું છે. 108 ફ્સાઈ હતી. અને રાજપીપળાના ડીવાયએસપી પટેલ આવીને અમને સમજાવતા રસ્તો ખુલ્લો કર્યો હતો. જો 24 કલાકમાં નિર્ણય નહીં આવે તો ફરી ચક્કાજામ કરાશે,
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

