Padra:તાલુકાના પાટોદ ગામે મધરાતે ફાર્મહાઉસમાં ધાડ પડી

Nov 23, 2025 - 03:30
Padra:તાલુકાના પાટોદ ગામે મધરાતે ફાર્મહાઉસમાં ધાડ પડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાદરા તાલુકાના પાટોદ ગામની સીમમાં કન્યાકુમારી ફાર્મહાઉસમાં ગતરાત્રે ફિલ્મી ઢબે 5થી 7 જેટલા અજાણ્યા હથિયારધારી ઇસમો દ્વારા લૂંટ ચલાવવાની ચકચારી ઘટના બની છે. લૂંટારૂઓએ મધરાતે સૂતેલા પરિવારને ધમકાવીને હુમલો કરી કુલ રૂ. 82 હજારના મુદ્દામાલની લૂંટ ચલાવી નાસી છૂટયા હતા.

ફાર્મહાઉસમાં નોકરી કરતા મગન પ્રવિણ ચૌહાણ (રહે. દરાપુરા) પોતાની પત્ની અને માતા-પિતા સાથે સર્વન્ટ રૂમમાં સૂતા હતા. રાત્રિના આશરે અઢી વાગ્યે મોઢા પર બુકાની બાંધેલ 5-7 અજાણ્યા શખસોએ રૂમનો દરવાજો જોરથી ખોલી અંદર ઘૂસી આવ્યા હતા. જે પૈકી એકના હાથમાં લોખંડનું પાળીયું અને બીજા પાસે લોખંડનો કોષ જેવા હથિયાર હતાં.ત્યારે મગનભાઈના પિતાને પાળિયાથી કપાળ પર ઇજા પહોંચાડી હતી. જ્યારે મગનભાઈ વચ્ચે પડતાં તેમને દંડાથી માર્યા હતા. લૂંટારૂએ પરિવારને 'તિજોરી કી ચાવી દો, વરના સબ કો માર ડાલેગે' કહી ધમકાવીને તિજોરીમાંથી મુકેલ મુદ્દામાલ લૂંટી લીધો હતો. લૂંટાયેલ મુદ્દામાલમાં રોકડ રૂા. 27 હજાર, સોનાની બુટ્ટી(1.25 તોલા) રૂા. 40 હજાર, ચાંદીનાં બે મંગળસુત્ર રૂા. 2 હજાર, ગળામાં પહેરેલું ચાંદીનું મંગળસુત્ર રૂા. 4 હજાર, ઓપો મોબાઇલ, રૂા. 5 હજાર, વીવો મોબાઇલ રૂા. 5 હજાર મળી કુલ રૂા. 82 હજારની મતા લૂંટીને લૂંટારૂઓએ પરિવારને ધમકાવી રૂમમાં જ બેસાડીને બહારથી દરવાજો બંધ કરી નાસી છૂટયા હતા. અડધો કલાક બાદ પરિવાર બહાર આવી સબરી સ્કૂલના વોચમેન પાસે મદદ માગી હતી. જે બાદ મગનભાઈના સગાએ પોલીસને જાણ કરતા પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0