Chhota Udepurની આની નદી બે કાંઠે વહેતા સર્જાયા રમણીય દ્રશ્યો

Aug 10, 2025 - 16:30
Chhota Udepurની આની નદી બે કાંઠે વહેતા સર્જાયા રમણીય દ્રશ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

છોટાઉદેપુર જિલ્લામાં આવેલી આની નદી હાલ બે કાંઠે વહેતી થઈ છે. જેના કારણે ચોરવાણા અને ઓડ ગામ વચ્ચેનો વિસ્તાર રમણીય બની ઉઠ્યો છે. નદીમાં પાણીની આવક વધવા પાછળનું મુખ્ય કારણ ઉપરવાસ એટલે કે મધ્ય પ્રદેશ અને છોટાઉદેપુર પંથકમાં વહેલી સવારથી પડી રહેલો વરસાદ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આની નદીમાં નવા પાણીની આવક થઈ હતી.

છોટાઉદેપુર જિલ્લાની આની નદી બે કાંઠે 

જેના કારણે નદીનું જળસ્તર વધી ગયું હતું અને તે બે કાંઠે વહી રહી છે. નદી કિનારે લીલોતરી અને પાણીનો પ્રવાહ જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા હતા. આ દ્રશ્યો મનોહર અને આંખને ઠંડક આપનારા છે. આની નદીમાં પાણીની આવક વધવાથી આસપાસના ખેડૂતોમાં પણ આનંદનો માહોલ છવાયો હતો. નદીમાં પાણી આવતા ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે.

ઉપરવાસમાં વરસાદના કારણે આની નદી બે કાંઠે 

જેના કારણે તેમના પાકને ફાયદો થશે. આ ઘટના દર્શાવે છે કે ચોમાસાની ઋતુનો સકારાત્મક પ્રભાવ જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે જળસંગ્રહમાં વધારો થયો છે. જે ખેતી અને પીવાના પાણી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવા વરસાદનીખેડૂતોને જરૂર હતી. જ્યારે હવે આની નદી બે કાંઠે વહેતી થતાં તમની જરૂરીયાતો સંતોષાઈ જેશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0