Chandipura Virus: ચાંદીપુરા વાયરસે મચાવ્યો હાહાકાર..! જાણો લક્ષણો અને શું રાખશો તકેદારી?

નવા વાયરસને લઈને ગુજરાતના અનેક જિલ્લામાં સર્વે શરૂચાંદીપુરા નામના નવા વાયરસનો સતત સંક્રમણ વધ્યુંસાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસથી 4 બાળકના મોતનવા વાયરસને લઈને સાબરકાંઠાના અરવલ્લી જિલ્લામાં યુદ્ધના ધોરણે સર્વે શરૂ કરવામાં આવ્યો છે. ચાંદીપુરા નામનો નવો વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. વર્ષ 1965માં આ વાયરસનો પ્રથમ કેસ મહારાષ્ટ્ર રાજ્યના નાગપુર નજીકના વિસ્તારમાં દેખાયો હતો. આ ઉપરાંત આદિવાસી વિસ્તારમાં આ વાયરસના કેસો જોવા મળ્યા છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કુલ 6 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. અને સાબરકાંઠા ના ખેડબ્રહ્મા માં એક વ્યક્તિનું મોત જ્યારે અરવલ્લીમાં બે લોકોના મોત થયા છે. અન્ય 5 લોકોના રીપોર્ટ પુના લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. આજે ઉચ્ચ સ્થરે આ વાઈરસ અંગે મિટિંગ યોજાઇ શકે છે.જીવલેણ વાયરસથી મોત..! સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસથી 4 બાળકના મોત અરવલ્લીના 2, સાબરકાંઠાના 1 બાળકનું મોત રાજસ્થાનના 1 બાળકનું ચાંદીપુરા વાયરસથી મોત ચાંદીપુરા વાયરસથી બાળકોના મોતથી હડકંપ ચાંદીપુરા વાયરસથી મોત બાદ તંત્ર એક્શનમાં અસરગ્રસ્ત દર્દીઓના ઘરે સર્વેન્સની કામગીરી સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં સરવે શરૂ હિંમતનગર સિવિલમાં 6માંથી 4 દર્દીના મોત પાંચ લોકોના રીપોર્ટ મોકલવામાં આવ્યા પુના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા રીપોર્ટ હજુ એક વ્યક્તિનો રીપોર્ટ મોકલવાનો બાકીચાંદીપુરા વાયરસના કેસોમાં દર્દીને તાવ આવે છે, ઉલટી થાય, શ્વાસમાં તકલીફ પડે, મગજનો તાવ આવે જેવા લક્ષણો જોવા મળે છે. આ રોગના મહત્તમ લક્ષણો અન્ય વાયરસ જેવા જ હોય છે, જેથી પ્રાથમિક તબક્કે રોગની ઓળખ કરવામાં મુશ્કેલી પડે એમ છે. જોકે ચાંદીપુરા વાયરસ મોટાભાગે 10 વર્ષની નીચેના બાળકોમાં જ જોવા મળે છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ છે, જેથી તેનો ભોગ બનેલાને જલદીથી ટ્રીટમેન્ટ મળવી જરૂરી છે. શું છે ચાંદીપુરા વાયરસ ? વાયરસના ચેપથી માઇક્રોગ્લિયલ કોષોમાં RNA-21ની સંખ્યા વધવા લાગે છે તેનાથી સાયટોકાઇન્સની પ્રવૃત્તિમાં વધારો થાય છે જેના કારણે મગજમાં સોજો આવે છે તાવ, ઉલ્ટી, ખંચ અને ઘણી માનસિક બીમારીઓ થાય છે દર્દીઓમાં એન્સેફાલીટીસના લક્ષણો પણ દેખાવા લાગે છે જેનાથી દર્દી કોમામાં પણ જઇ શકે છે આ વાયરસ જીવલેણ પણ છે મોટાભાગે નાના બાળકોમાં વધુ દેખાય છે વાયરસ આજ સુધી આ રોગોના સ્ત્રોત અને કારણો જાણી શકાયા નથી.ચાંદીપુરા વાયરસના કેસોમાં દર્દીને તાવ આવે છે, ઉલટી થાય, શ્વાસમાં તકલીફ પડે, મગજનો તાવ આવે જેવા લક્ષણો જોવા મળે છે. આ રોગના મહત્તમ લક્ષણો અન્ય વાયરસ જેવા જ હોય છે, જેથી પ્રાથમિક તબક્કે રોગની ઓળખ કરવામાં મુશ્કેલી પડે એમ છે. જોકે ચાંદીપુરા વાયરસ મોટાભાગે 10 વર્ષની નીચેના બાળકોમાં જ જોવા મળે છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ છે, જેથી તેનો ભોગ બનેલાને જલદીથી ટ્રીટમેન્ટ મળવી જરૂરી છે. ક્યાંથી આવ્યો આ વાયરસ..? આ વાયરસની ઓળખ 1966માં નાગપુરના ચાંદીપુર ગામમાં થઈ 2004-06 અને 2019માં આંધ્રપ્રદેશ-ગુજરાતમાં વાયરસ નોંધાયો ચાંદીપુરા વાયરસ એ આરએનએ વાયરસ છે. આ વાયરસ મોટેભાગે માદા ફ્લેબોટોમાઇન ફ્લાય દ્વારા ફેલાય છે. મચ્છરોમાં એડીસ મોટે ભાગે આ માટે જવાબદાર છે. 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો તેનો સૌથી મોટો ભોગ બને છે. તેમાં મૃત્યુદર પણ સૌથી વધુ છે. આ વાયરસથી બચવા શું તકેદારી રાખવી?આજથી 14 વર્ષ પહેલા ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસે 17 લોકોનો જીવ લીધો હતો. આ વાઇરલ એન્સે ફિલાઇટીસ નામનો તાવ સેન્ડફ્લાયના કારણે આવે છે. ગામડામાં લીંપણની તિરાડમાં આ માખી રહેતી હોય છે, તેથી ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને જ્યાં આ માખીનો ઉપદ્રવ છે તેવા જિલ્લાઓમાં રહેતા લોકોએ તેમના ઘરના લીંપણને ઉખાડીને બદલી દેવું જોઈએ અથવા તો આ માખીનો નાશ કરવો જોઈએ.

Chandipura Virus: ચાંદીપુરા વાયરસે મચાવ્યો હાહાકાર..! જાણો લક્ષણો અને શું રાખશો તકેદારી?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નવા વાયરસને લઈને ગુજરાતના અનેક જિલ્લામાં સર્વે શરૂ
  • ચાંદીપુરા નામના નવા વાયરસનો સતત સંક્રમણ વધ્યું
  • સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસથી 4 બાળકના મોત

નવા વાયરસને લઈને સાબરકાંઠાના અરવલ્લી જિલ્લામાં યુદ્ધના ધોરણે સર્વે શરૂ કરવામાં આવ્યો છે. ચાંદીપુરા નામનો નવો વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. વર્ષ 1965માં આ વાયરસનો પ્રથમ કેસ મહારાષ્ટ્ર રાજ્યના નાગપુર નજીકના વિસ્તારમાં દેખાયો હતો. આ ઉપરાંત આદિવાસી વિસ્તારમાં આ વાયરસના કેસો જોવા મળ્યા છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કુલ 6 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. અને સાબરકાંઠા ના ખેડબ્રહ્મા માં એક વ્યક્તિનું મોત જ્યારે અરવલ્લીમાં બે લોકોના મોત થયા છે. અન્ય 5 લોકોના રીપોર્ટ પુના લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. આજે ઉચ્ચ સ્થરે આ વાઈરસ અંગે મિટિંગ યોજાઇ શકે છે.

જીવલેણ વાયરસથી મોત..!

  • સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસથી 4 બાળકના મોત
  • અરવલ્લીના 2, સાબરકાંઠાના 1 બાળકનું મોત
  • રાજસ્થાનના 1 બાળકનું ચાંદીપુરા વાયરસથી મોત
  • ચાંદીપુરા વાયરસથી બાળકોના મોતથી હડકંપ
  • ચાંદીપુરા વાયરસથી મોત બાદ તંત્ર એક્શનમાં
  • અસરગ્રસ્ત દર્દીઓના ઘરે સર્વેન્સની કામગીરી
  • સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં સરવે શરૂ
  • હિંમતનગર સિવિલમાં 6માંથી 4 દર્દીના મોત
  • પાંચ લોકોના રીપોર્ટ મોકલવામાં આવ્યા
  • પુના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા રીપોર્ટ
  • હજુ એક વ્યક્તિનો રીપોર્ટ મોકલવાનો બાકી

ચાંદીપુરા વાયરસના કેસોમાં દર્દીને તાવ આવે છે, ઉલટી થાય, શ્વાસમાં તકલીફ પડે, મગજનો તાવ આવે જેવા લક્ષણો જોવા મળે છે. આ રોગના મહત્તમ લક્ષણો અન્ય વાયરસ જેવા જ હોય છે, જેથી પ્રાથમિક તબક્કે રોગની ઓળખ કરવામાં મુશ્કેલી પડે એમ છે. જોકે ચાંદીપુરા વાયરસ મોટાભાગે 10 વર્ષની નીચેના બાળકોમાં જ જોવા મળે છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ છે, જેથી તેનો ભોગ બનેલાને જલદીથી ટ્રીટમેન્ટ મળવી જરૂરી છે.

શું છે ચાંદીપુરા વાયરસ ?

  • વાયરસના ચેપથી માઇક્રોગ્લિયલ કોષોમાં RNA-21ની સંખ્યા વધવા લાગે છે
  • તેનાથી સાયટોકાઇન્સની પ્રવૃત્તિમાં વધારો થાય છે
  • જેના કારણે મગજમાં સોજો આવે છે
  • તાવ, ઉલ્ટી, ખંચ અને ઘણી માનસિક બીમારીઓ થાય છે
  • દર્દીઓમાં એન્સેફાલીટીસના લક્ષણો પણ દેખાવા લાગે છે
  • જેનાથી દર્દી કોમામાં પણ જઇ શકે છે
  • આ વાયરસ જીવલેણ પણ છે
  • મોટાભાગે નાના બાળકોમાં વધુ દેખાય છે વાયરસ
  • આજ સુધી આ રોગોના સ્ત્રોત અને કારણો જાણી શકાયા નથી.

ચાંદીપુરા વાયરસના કેસોમાં દર્દીને તાવ આવે છે, ઉલટી થાય, શ્વાસમાં તકલીફ પડે, મગજનો તાવ આવે જેવા લક્ષણો જોવા મળે છે. આ રોગના મહત્તમ લક્ષણો અન્ય વાયરસ જેવા જ હોય છે, જેથી પ્રાથમિક તબક્કે રોગની ઓળખ કરવામાં મુશ્કેલી પડે એમ છે. જોકે ચાંદીપુરા વાયરસ મોટાભાગે 10 વર્ષની નીચેના બાળકોમાં જ જોવા મળે છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ છે, જેથી તેનો ભોગ બનેલાને જલદીથી ટ્રીટમેન્ટ મળવી જરૂરી છે.

ક્યાંથી આવ્યો આ વાયરસ..?

  • આ વાયરસની ઓળખ 1966માં નાગપુરના ચાંદીપુર ગામમાં થઈ
  • 2004-06 અને 2019માં આંધ્રપ્રદેશ-ગુજરાતમાં વાયરસ નોંધાયો
  • ચાંદીપુરા વાયરસ એ આરએનએ વાયરસ છે.
  • આ વાયરસ મોટેભાગે માદા ફ્લેબોટોમાઇન ફ્લાય દ્વારા ફેલાય છે.
  • મચ્છરોમાં એડીસ મોટે ભાગે આ માટે જવાબદાર છે.
  • 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો તેનો સૌથી મોટો ભોગ બને છે.
  • તેમાં મૃત્યુદર પણ સૌથી વધુ છે. 

આ વાયરસથી બચવા શું તકેદારી રાખવી?

આજથી 14 વર્ષ પહેલા ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસે 17 લોકોનો જીવ લીધો હતો. આ વાઇરલ એન્સે ફિલાઇટીસ નામનો તાવ સેન્ડફ્લાયના કારણે આવે છે. ગામડામાં લીંપણની તિરાડમાં આ માખી રહેતી હોય છે, તેથી ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને જ્યાં આ માખીનો ઉપદ્રવ છે તેવા જિલ્લાઓમાં રહેતા લોકોએ તેમના ઘરના લીંપણને ઉખાડીને બદલી દેવું જોઈએ અથવા તો આ માખીનો નાશ કરવો જોઈએ.