Canadaમાં ગોઝારો કાર અકસ્માત, 2 ગુજરાતી અને 1 પંજાબી વિદ્યાર્થીનું મોત

Feb 15, 2025 - 19:30
Canadaમાં ગોઝારો કાર અકસ્માત, 2 ગુજરાતી અને 1 પંજાબી વિદ્યાર્થીનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કેનેડાના બ્રેમ્પટનમાં એક દુ:ખદ માર્ગ અકસ્માતમાં ભરૂચ જિલ્લાના આમોદના 25 વર્ષીય યુવકનું મોત નિપજ્યું છે. આ સાથે અન્ય બે વિદ્યાર્થીઓના પણ આ અકસ્માતમાં મોત થયા હોવાની જાણકારી મળી રહી છે. કાલિકા માતા મંદિર વિસ્તારના રહેવાસી ઋષભકુમાર રોહિતભાઈ લીમ્બચીયા છેલ્લા ત્રણ વર્ષથી સ્ટુડન્ટ વિઝા પર કેનેડામાં રહેતો હતો.

લીમ્બચીયા પરિવાર પર આભ તૂટી પડ્યું

બ્રેમ્પટનમાં બનેલી આ અકસ્માતની ઘટનામાં ટ્રક અને ઋષભકુમારની કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટના સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક વાહન ચાલકના કારના ડેશકેમમાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી, જે વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ દુઃખદ સમાચાર મળતાં જ આમોદ નગરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ખાસ કરીને લીમ્બચીયા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

અન્ય 1 વિદ્યાર્થીની અને પંજાબના 1 વિદ્યાર્થીનું પણ મોત નીપજ્યું

ઉલ્લેખનીય છે કે આ અકસ્માતમાં અન્ય એક વિદ્યાર્થીની અને એક પંજાબના વિદ્યાર્થીનું પણ મોત નીપજ્યું છે. અકસ્માતમાં મોતનો ભોગ બનનાવી વિદ્યાર્થિની અમદાવાદની હોવાની જાણકારી મળી રહી છે. જ્યારે ઋષભકુમાર ઉચ્ચ શિક્ષણ માટે કેનેડા ગયા હતા અને ત્યાં તેમનું આકસ્મિક અવસાન થતાં સમગ્ર પરિવાર અને સ્થાનિક સમાજમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. હાલમાં જંબુસર આમોદ વિધાનસભાના ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ મૃતકનો મૃતદેહ વતનમાં લાવવા માટે સરકારમાં રજૂઆત કરી છે. ધારાસભ્ય ડી.કે.સ્વામી પણ ઘટનાની જાણ થતાં તાત્કાલિક વિદ્યાર્થીના ઘરે દોડી આવ્યા હતા અને પરિવારને સાંત્વના પાઠવી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0