CA Toppers, ICAI CA Result 2025: રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત આ રાજ્યોમાં સીએના પરિણામ જાહેર, ફાઇનલમાં મુકુંદ, ઇન્ટરમાં નેહાનો પ્રથમ ક્રમ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ઇન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાનું સીએ સ્પ્ટેમ્બર 2025ની પરીક્ષાને ક્રેક કરનાર 11 હજારથી વધુ ઉમેદવાર ચાર્ટર્ડ અકાઉન્ટ્ન્ટ બન્યા છે.
ક્યાં ચેક કરશો પરીણામ ?
જે ઉમેદવાર સીએ ફાઇનલસ, ઇન્ટર અને ફાઉન્ડેશન પરીક્ષામાં બેઠા હતા. તેઓ આઇસીએઆઇ સીએની સત્તાવાર વેબસાઇટ icai.nic.in પર જઇને પરિણામ ચકાશી શકે છે. પરીણામ ચેક કરવા માટે ઉમેદવારે પોતાનો રોલ નંબર અને રજિસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો રહેશે. ધામનોદના મુકુંદ આગીવાલે સીએ પરીક્ષામાં 500 અંક પ્રાપ્ત કરીને ટોપ કર્યુ છે. મુકુંદ આગીવાલ પ્રથમ સ્થાને, તેજસ મુંદડા બીજા સ્થાને અને બકુલ ગુપ્તા ત્રીજા સ્થાને રહ્યા છે.
સીએ ફાઇનલના પરીણામ
દેશભરમાં 458 કેન્દ્ર પર આયોજિત આ પરીક્ષામાં કુલ 81,852 ઉમેદવારે ભાગ લીધો હતો. ગ્રુપ-1માં 51,955 ઉમેદવાર શામેલ હતા. જેમાંથી 12,811 પાસ થયા છે. ગ્રુપ-2માં 32,273 ઉમેદવાર સામેલ હતા. અને 8,151 પાસ થયા હતા. બન્ને ગ્રુપના 16,800 ઉમેદવારોમાંથી 2,727 ઉમેદવાર પરીક્ષામાં સફળ થયા હતા. ફાઇનલ પરીણામ 16.23 ટકા રહ્યુ છે. ICAIનું ફાઈનલ, ઈન્ટરમીડિયેટ, ફાઉન્ડેશનનું પરિણામ જાહેર
CA ફાઈનલમાં બન્ને ગ્રુપનું 16.23% પરિણામ રહ્યુ હતુ. CA ફાઈનલમાં 16,800માંથી 2,727 ઉમેદવાર પાસ થયા તો CA ઇન્ટરમીડિયેટમાં બંને ગ્રુપનું 10.06% પરિણામ જાહેર થયુ છે. CA ઇન્ટરમીડિયેટમાં 36,398માંથી 3,663 ઉમેદવાર પાસ થયા, CA ફાઉન્ડેશનનું 14.78% પરિણામ આવ્યું છે. તો CA ફાઉન્ડેશનમાં 98,827માંથી 14,609 ઉમેદવાર પાસ થયા છે. CA ફાઈનલ, ફાઉન્ડેશન, ઇન્ટરમિડિયેટનું પરિણામ જાહેર. CA ઇન્ટરમીડિયેટમાં અમદાવાદના 6 ઉમેદવારો ટોપ 50માં સ્થાન મેળવ્યુ છે. CA ફાઈનલમાં ટોપ 50માં અમદાવાદના 5 ઉમેદવાર તો CA ઇન્ટરમીડિયેટમાં અમદાવાદની ક્રિતિ શર્માનો બીજો રેન્ક છે. તો CA ફાઉન્ડેશનમાં અમદાવાદના સુમિત હસરાજનીનો 10મો રેન્ક, CA ફાઉન્ડેશનમાં અમદાવાદના ઇશા અરોરાનો 20મો રેન્ક મેળવ્યો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

