BZ ગ્રૂપ કૌભાંડના આરોપી નરેન્દ્ર પ્રજાપતિના 3 દિવસના રિમાંડ મંજૂર
BZ ગ્રૂપ કોરોડોના કૌભાંડના આરોપી નરેન્દ્ર પ્રજાપતિને અમદાવાદ ગ્રામ્ય કોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે દલીલ બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપી નરેન્દ્ર પ્રજાપતિના 3 દિવસના રિમાંડ મંજૂર કર્યા છે. નરેન્દ્ર પ્રજાપતિએ પોતે ભોગ બનનાર હોવાની કોર્ટમાં રજૂઆત કરી હતી. BZ પોંન્ઝી સ્કીમ કૌભાંડ મામલે આરોપી નરેન્દ્ર પ્રજાપતિની ધરપકડ બાદ CID ક્રાઇમે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ રજૂ કર્યો હતો. આરોપી નરેન્દ્ર પ્રજાપતિને અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં રજૂ કરાયા બાદ BZ ગ્રૂપ કોરોડોના કૌભાંડને લઇ અનેક દલીલો કરવામાં આવી હતી. આખરે નરેન્દ્ર પ્રજાપતિએ પોતે ભોગ બનનાર હોવાની કોર્ટમાં રજૂઆત કરી હતી. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપી નરેન્દ્ર પ્રજાપતિના 3 દિવસના રિમાંડ મંજૂર કર્યા છે. આરોપી નરેન્દ્ર પ્રજાપતિ BZમાં એકાઉન્ટન્ટનું કામ કરતો હતો. CID ક્રાઇમે આરોપી નરેન્દ્ર પ્રજાપતિની પૂછપરછ કરતા અનેક ખુલાસા થયા છે. સમગ્ર મામલે આરોપી નરેન્દ્ર પ્રજાપતિના 11 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કર્યો મોટો ખુલાસો ધરપકડ બાદ પૂછપરછ કરતાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ વધુ એક ચોંકાવનારો ખુલાસો કર્યો. પૉન્ઝી સ્કીમ ચલાવનારા કૌભાંડ કિંગે જણાવ્યું કે તે ટૂંક સમયમાં રાજનીતિમાં પ્રવેશ કરવાનો હતો. મહાઠગની ઇચ્છા હતી કે આ કૌભાંડ આટોપાઈ જાય બાદ તે આગામી 2027ની વિધાસભા ચૂંટણી લડવાની તૈયારીમાં હતો. તેને અનેક રાજનેતાઓ સાથે સંબંધો હોવાનો પણ ખુલાસો કરતાં ભાજપના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડવાની યોજના પણ બનાવી હોવાની કબૂલાત કરી. અને આથી જ તેણે લોકસભા ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જો કે ચૂંટણી લડવાની તૈયારી કરી લીધા બાદ ઝાલાએ કોઈ કારણસર બાદમાં ઉમેદવારી પરત ખેંચી હતી.અન્ય લોકોની પણ પોલીસે હાથધરી તપાસ BZ ગ્રૂપ કૌભાંડમાં CID ક્રાઈમને વધુ એક સફળતા મળી. કૌભાંડ કિંગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ કરોડોના કૌભાંડનો હિસાબ રાખનાર નરેશને CIDએ ઝડપી પાડ્યો છે. રાજ્યમાં 6000 કરોડનું કૌભાંડ કરનાર ભેજાબાજ ભૂપેન્દ્રસિંહ ઝાલાના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાયો. ઝાલાને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે.દરમ્યાન CID ક્રાઈમ આ કૌભાંડમાં અત્યાર સુધી કરેલ તપાસનો રિપોર્ટ કોર્ટને સોંપાશે. BZ ગ્રૂપ સ્કેમના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ડિસેમ્બર મહિનાના અંતમાં ધરપકડ કરવામાં આવી. BZ ગ્રૂપ સ્કેમનો પર્દાફાશ થયા બાદ સામાન્ય એજન્ટથી લઈને અધિકારીઓ શંકાના દાયરામાં છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
BZ ગ્રૂપ કોરોડોના કૌભાંડના આરોપી નરેન્દ્ર પ્રજાપતિને અમદાવાદ ગ્રામ્ય કોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે દલીલ બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપી નરેન્દ્ર પ્રજાપતિના 3 દિવસના રિમાંડ મંજૂર કર્યા છે. નરેન્દ્ર પ્રજાપતિએ પોતે ભોગ બનનાર હોવાની કોર્ટમાં રજૂઆત કરી હતી.
BZ પોંન્ઝી સ્કીમ કૌભાંડ મામલે આરોપી નરેન્દ્ર પ્રજાપતિની ધરપકડ બાદ CID ક્રાઇમે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ રજૂ કર્યો હતો. આરોપી નરેન્દ્ર પ્રજાપતિને અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં રજૂ કરાયા બાદ BZ ગ્રૂપ કોરોડોના કૌભાંડને લઇ અનેક દલીલો કરવામાં આવી હતી. આખરે નરેન્દ્ર પ્રજાપતિએ પોતે ભોગ બનનાર હોવાની કોર્ટમાં રજૂઆત કરી હતી. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપી નરેન્દ્ર પ્રજાપતિના 3 દિવસના રિમાંડ મંજૂર કર્યા છે. આરોપી નરેન્દ્ર પ્રજાપતિ BZમાં એકાઉન્ટન્ટનું કામ કરતો હતો. CID ક્રાઇમે આરોપી નરેન્દ્ર પ્રજાપતિની પૂછપરછ કરતા અનેક ખુલાસા થયા છે. સમગ્ર મામલે આરોપી નરેન્દ્ર પ્રજાપતિના 11 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કર્યો મોટો ખુલાસો
ધરપકડ બાદ પૂછપરછ કરતાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ વધુ એક ચોંકાવનારો ખુલાસો કર્યો. પૉન્ઝી સ્કીમ ચલાવનારા કૌભાંડ કિંગે જણાવ્યું કે તે ટૂંક સમયમાં રાજનીતિમાં પ્રવેશ કરવાનો હતો. મહાઠગની ઇચ્છા હતી કે આ કૌભાંડ આટોપાઈ જાય બાદ તે આગામી 2027ની વિધાસભા ચૂંટણી લડવાની તૈયારીમાં હતો. તેને અનેક રાજનેતાઓ સાથે સંબંધો હોવાનો પણ ખુલાસો કરતાં ભાજપના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડવાની યોજના પણ બનાવી હોવાની કબૂલાત કરી. અને આથી જ તેણે લોકસભા ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જો કે ચૂંટણી લડવાની તૈયારી કરી લીધા બાદ ઝાલાએ કોઈ કારણસર બાદમાં ઉમેદવારી પરત ખેંચી હતી.
અન્ય લોકોની પણ પોલીસે હાથધરી તપાસ
BZ ગ્રૂપ કૌભાંડમાં CID ક્રાઈમને વધુ એક સફળતા મળી. કૌભાંડ કિંગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ કરોડોના કૌભાંડનો હિસાબ રાખનાર નરેશને CIDએ ઝડપી પાડ્યો છે. રાજ્યમાં 6000 કરોડનું કૌભાંડ કરનાર ભેજાબાજ ભૂપેન્દ્રસિંહ ઝાલાના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાયો. ઝાલાને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે.દરમ્યાન CID ક્રાઈમ આ કૌભાંડમાં અત્યાર સુધી કરેલ તપાસનો રિપોર્ટ કોર્ટને સોંપાશે. BZ ગ્રૂપ સ્કેમના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ડિસેમ્બર મહિનાના અંતમાં ધરપકડ કરવામાં આવી. BZ ગ્રૂપ સ્કેમનો પર્દાફાશ થયા બાદ સામાન્ય એજન્ટથી લઈને અધિકારીઓ શંકાના દાયરામાં છે.