Business:સ્થાનિક બજારમાં સોનું છેલ્લા 28,ચાંદી 62 દિવસની સર્વોચ્ચ સપાટીએ પહોંચી

Jun 4, 2025 - 05:00
Business:સ્થાનિક બજારમાં સોનું છેલ્લા 28,ચાંદી 62 દિવસની સર્વોચ્ચ સપાટીએ પહોંચી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ સોના-ચાંદી બજારમાં મંગળવારે સોનામાં 200 રૂપિયા વધીને સોનું 99,700 રૂપિયે પ્રતિ 10 ગ્રામ થયું હતું. ચાંદીમાં એક ઝાટકે 1,500 રૂપિયા વધતા કિલો ચાંદીનો ભાવ 99,000 રૂપિયા પહોંચી ગયો હતો. વૈશ્વિક બજારમાં સોનામાં 13 ડોલર વધીને સોનું 3,358 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે ચાંદી 103 સેંન્ટ વધીને 34.29 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. MCX માર્કેટમાં સોનામાં જુન માસનો વાયદો 308 રૂપિયા વધીને 96,616 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. જ્યારે ચાંદીમાં જુલાઇ માસનો વાયદો 135 રૂપિયા વધીને ચાંદી 1,00,876 રૂપિયા પ્રતિ કિલો થયો હતો. કોમેક્સ સોનું 19.90 ડોલર ઘટીને 3,350.70 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. કોમેક્સ ચાંદી 2.39 સેંન્ટ ઘટીને 34,445 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી.

અમદાવાદમાં 24 કેરેટ સોનામાં 10 ગ્રામનો ભાવ 99,700 રૂપિયાએ ગત 27 દિવસની હાઇએસ્ટ સપાટી છે. છેલ્લે તા. 8 મે ના રોજ સોનાનો ભાવ 1,00,000 રૂપિયા હતો. ત્યાર પછીનો 99,700 રૂપિયાનો ભાવ સૌથી વધુ આજે બોલાયો છે. જ્યારે ચાંદી પણ ગત 62 દિવસની હાઇએસ્ટ સપાટીએ પહોંચી ગયું છે. છેલ્લે ગત તા. 2 એપ્રિલના રોજ ચાંદીની કિંમત 99,500 હતી ત્યાર બાદ આજે તા. 3 જુનના રોજ 99,000 રૂપિયા સુધી પહોંચી છે. આમ અમદાવાદમાં સોના-ચાંદી બંને ધાતુઓમાં ભારે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0