Business:મે મહિનામાં એશિયન કરન્સીમાં રૂપિયાનો દેખાવ સૌથી નબળો રહ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
એપ્રિલ મહિનામાં વધીને યુએસ ડોલર સામે 83.94ની સપાટીએ પહોંચ્યો હતો. જોકે તે પછી મે મહિનામાં રૂપિયામાં નોંધપાત્ર 1.27 ટકાનો ઘટાડો નોંધાયો છે અને તે યુએસ ડોલર સામે 85.57ની સપાટીએ પહોંચ્યો છે. ટેરીફ વોરને કારણે ઊભી થયેલી અનિશ્ચિતતાઓ, પાકિસ્તાન સાથેના તણાવ અને આરબીઆઇ દ્રારા વ્યાજદરમાં વધારો ઘટાડો કરવામાં આવશે એવી શક્યતાને પગલે રૂપિયામાં આવો ઘટાડો નોંધાયો છે. જોકે સૌથી મહત્ત્વની વાત એ છે કે રૂપિયો એશિયાની તમામ કરન્સિમાં આ મહિના દરમિયાન સૌથી વધુ ઘટયો છે. રૂપિયામાં ઘટાડાની તુલનાએ કેટલીક એશિયન કરન્સીતો મે મહિનામાં નોંધપાત્ર પ્રમાણમાં વધી છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ ટેરીફ વોરને કારણે ઊભી થયેલી અનિશ્ચિતતાઓ વચ્ચે કેટલાક ખેલાડીઓએ રૂપિયામાં લીધે લોંગ પોઝિશન સ્કેવર ઓફ કરી છે. બીજી તરફ આયાતકારો લોઅર ફોરવર્ડ પ્રીમિયમનો લાભ ઉઠાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે એક વર્ષ માટેનું ડોલર-રૂપિયો ફોરવર્ડ પ્રીમિયમ એપ્રિલના પ્રારંભ આશરે 2.34 ટકા હતું જે હાલમાં ઘટીને 1.94 ટકા થઇ ગયું છે. જોકે ફુગાવાનો નીચો દર, વૃદ્ધિદર વધવાની આશા અને નબળો પડતો ડોલર ઇન્ડેક્સ વગેરે જેવા હકારાત્મક પરીબળોને કારણે રૂપિયામાં ઘટાડો સીમિત રહ્યો છે અને હાલમાં તે યુએસ ડોલરની સામે 85.50ની આસપાસ છે. જોકે વૈશ્વિક આર્થિક પરીબળો નકારાત્મ બને તો હજી તેમાં વધુ ઘટાડો આવી શકે છે. જો યુએસ ડોલર મજબૂત બને, ક્રૂડના ભાવ વધે, યુએસ ફેડરલ રીઝર્વ દ્રારા તેની મોનેટરી પોલિસીમાં ફેરફાર કરવામાં આવે અથવા તો યુએસ અને ભારત વચ્ચેના ટ્રેડ ડીલમાં વિલંબ થાય તો તે રૂપિયાનું વધુ ધોવાણ કરી શકે છે એમ નિષ્ણાતો જણાવે છે.
What's Your Reaction?






