Business: રૂપિયામાં ધોવાણને કારણે વિદેશી ચલણમાં

લોન લેનારી કંપનીઓની માઠી દશા બેઠીવિદેશમાં ભારત કરતાં સસ્તા દરે લોન મળી હોવાથી વિદેશી ચલણમાં એટલે કે એક્સટર્નલ કોમર્સિયલ બોરોઇંગ્સ (ઇસીબી)ના માધ્યમથી લોન લેવી ભારતીય કંપનીઓમાં અને ખાસ કરીને આયાતકારોમાં લોન માટેનો એક વિકલ્પ છે.ખાસ કરીને 2020માં આવી લોન લેવાનું ચલણ વધ્યું હતું કારણ કે એ સમયે ભારત કરતાં અમેરિકામાં વ્યાજદર 5 ટકા જેટલો ઓછો હતો. હવે પાંચ વર્ષ પહેલા યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો 71.51ની સપાટીએ હતો, જેમાં અત્યાર સુધીમાં 22.36 ટકાનો ઘટાડો નોંધાયો છે. આથી આવી કંપનીઓને 6થી 7 ટકાના દરે વ્યાજ તો ચુકવવું જ પડે છે, પરંતુ લોનની મૂળ રકમ અને વ્યાજની ચુકવણીની જે રકમ બાકી હોય તેની ચુકવણી માટે ડોલર ખરીદવા માટે 22.36 ટકા રકમ વધુ ચુકવવી પડે એવી સ્થિતિ છે. વર્ષ 2019-20માં આ પ્રકારે ઇસીબીથી ભારતીય કંપનીઓ દ્રારા લેવામાં આવેલી લોનનો આંકડો 52.93 અબજ ડોલર હતો. એ પછીના ત્રણ વર્ષમાં આ આંકડામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો, કારણ કે અમેરિકામાં વ્યાજદર વધ્યા હતા. જોકે પાછલા વર્ષથી ફરી અમેરિકા વ્યાજદરમાં ઘટાડો કરશે એવી આશા ઊભી થતાં આ આંકડો 2023-24માં ફરી પાછો 2019-20ની નજીક એટલે કે 49.21 અબજ ડોલર પર પહોંચી ગયો હતો. આમ છેલ્લા પાંચ વર્ષમાં કુલ 203.89 અબજ ડોલરની લોન લીધી છે. હાલમાં રૂપિયાના મૂલ્યના આધારે ગણતરી કરીએ તો આટલી લોનનું મૂલ્ય રૂ. 17.84 લાખ કરોડ થાય છે.

Business: રૂપિયામાં ધોવાણને કારણે વિદેશી ચલણમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

લોન લેનારી કંપનીઓની માઠી દશા બેઠીવિદેશમાં ભારત કરતાં સસ્તા દરે લોન મળી હોવાથી વિદેશી ચલણમાં એટલે કે એક્સટર્નલ કોમર્સિયલ બોરોઇંગ્સ (ઇસીબી)ના માધ્યમથી લોન લેવી ભારતીય કંપનીઓમાં અને ખાસ કરીને આયાતકારોમાં લોન માટેનો એક વિકલ્પ છે.

ખાસ કરીને 2020માં આવી લોન લેવાનું ચલણ વધ્યું હતું કારણ કે એ સમયે ભારત કરતાં અમેરિકામાં વ્યાજદર 5 ટકા જેટલો ઓછો હતો. હવે પાંચ વર્ષ પહેલા યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો 71.51ની સપાટીએ હતો, જેમાં અત્યાર સુધીમાં 22.36 ટકાનો ઘટાડો નોંધાયો છે. આથી આવી કંપનીઓને 6થી 7 ટકાના દરે વ્યાજ તો ચુકવવું જ પડે છે, પરંતુ લોનની મૂળ રકમ અને વ્યાજની ચુકવણીની જે રકમ બાકી હોય તેની ચુકવણી માટે ડોલર ખરીદવા માટે 22.36 ટકા રકમ વધુ ચુકવવી પડે એવી સ્થિતિ છે. વર્ષ 2019-20માં આ પ્રકારે ઇસીબીથી ભારતીય કંપનીઓ દ્રારા લેવામાં આવેલી લોનનો આંકડો 52.93 અબજ ડોલર હતો. એ પછીના ત્રણ વર્ષમાં આ આંકડામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો, કારણ કે અમેરિકામાં વ્યાજદર વધ્યા હતા. જોકે પાછલા વર્ષથી ફરી અમેરિકા વ્યાજદરમાં ઘટાડો કરશે એવી આશા ઊભી થતાં આ આંકડો 2023-24માં ફરી પાછો 2019-20ની નજીક એટલે કે 49.21 અબજ ડોલર પર પહોંચી ગયો હતો. આમ છેલ્લા પાંચ વર્ષમાં કુલ 203.89 અબજ ડોલરની લોન લીધી છે. હાલમાં રૂપિયાના મૂલ્યના આધારે ગણતરી કરીએ તો આટલી લોનનું મૂલ્ય રૂ. 17.84 લાખ કરોડ થાય છે.