Botadમાં શાકમાર્કેટ વિસ્તારમાંથી કુટણખાનું ઝડપાયું, SOGએ 3 આરોપીઓની કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બોટાદ શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. બોટાદ એસઓજી પોલીસે શહેરના શાકમાર્કેટ વિસ્તારમાં આવેલા એક ગેસ્ટ હાઉસ પર દરોડો પાડીને મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. બોટાદ પોલીસને બાતમી મળી હતી કે શહેરના શાકમાર્કેટ વિસ્તારમાં આવેલા બજરંગ ગેસ્ટ હાઉસમાં ગેરકાયદેસર કુટણખાનું ચાલી રહ્યું છે.
બજરંગ ગેસ્ટ હાઉસમાંથી કુટણખાનુ ઝડપાયું
આ દરોડામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને કેટલીક મહિલાઓને મુક્ત કરાવી છે. આ બાતમીના આધારે એસઓજીની ટીમે આયોજનબદ્ધ રીતે દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી ત્રણ આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ સાથે જ આ રેકેટમાં ફસાયેલી કેટલીક મહિલાઓને પણ મુક્ત કરાવવામાં આવી હતી. પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે. જેથી આ રેકેટમાં સંકળાયેલા અન્ય લોકો વિશે માહિતી મળી શકે.
SOG પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
આ ઉપરાંત આ ગેસ્ટ હાઉસનો માલિક કોણ છે અને ક્યારથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવવામાં આવતી હતી તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ બોટાદ શહેરમાં ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. જાહેર માર્ગો પર અને રહેણાંક વિસ્તારોમાં આ પ્રકારના ધંધા ચલાવતા તત્વો સામે કડક કાર્યવાહી થવી અત્યંત જરૂરી છે. હાલ બોટાદ એસઓજી પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
What's Your Reaction?






