Botadમાં SOGએ દરોડો પાડી ડીગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપી પાડ્યો

Aug 22, 2026 - 14:30
Botadમાં SOGએ દરોડો પાડી ડીગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપી પાડ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બોટાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા એક બોગસ ડોક્ટરનો બોટાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર અસારીની સૂચના અને જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માના માર્ગદર્શન હેઠળ SOG PI પી.જી. ડાવરાની ટીમે આ કામગીરી પાર પાડી હતી. સાલૈયા ગામે રામજી મંદિર નજીક આવેલા એક મકાનમાં બોગસ ડોક્ટર દવાખાનું ચલાવતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે SOG ટીમે સ્થાનિક મેડિકલ ઓફિસરને સાથે રાખી સ્થળ પર અચાનક તપાસ હાથ ધરી હતી.

વિજયભારથી ગોસ્વામી નામનો ઈસમ પકડાયો 

તપાસ દરમિયાન વિજયભારથી ગણપતભારથી ગોસ્વામી નામનો ઈસમ કોઈ પણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી કે લાયકાત વગર જ દર્દીઓની સારવાર કરતો હોવાનું સામે આવ્યું હતું. તે કોઈપણ અધિકૃત રજિસ્ટ્રેશન વગર ગેરકાયદેસર રીતે એલોપેથિક તબીબી પ્રેક્ટિસ કરી રહ્યો હતો. સામાન્ય નાગરિકોની અજાણતાનો લાભ ઉઠાવીને તેમના સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરનાર આ ઈસમ સામે સ્થળ પર જ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

પોલીસે મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી

દવાખાનાની ઝડતી લેતા દર્દીઓની સારવાર માટે વપરાતી દવાની ટીકડીઓ, ગ્લુકોઝના બાટલા, સિરિંજ-નીડલ અને બીપી મીટર સહિતનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અંદાજે રૂ. 21,561.87 ની કિંમતનો મેડિકલ પ્રેક્ટિસને લગતો તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે. બોટાદ SOG ટીમે મેડિકલ ઓફિસરની હાજરીમાં પંચનામું કરી આ બોગસ ડોક્ટર વિરૂદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0