Botad: દિવાળી અને નૂતન વર્ષ માટે સારંગપુર BAPS મંદિર સજ્જ, 2,500થી વધુ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ રચાશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બોટાદના સારંગપુર સ્થિત BAPS મંદિરમાં દિવાળી અને નૂતન વર્ષના મહોત્સવની ભવ્ય ઉજવણી માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મંદિરને દિવ્ય રોશની અને રંગબેરંગી ફૂલોના શણગારથી સજાવવામાં આવ્યું છે. દિવાળીના પર્વે ભવ્ય આતશબાજી અને મહાઆરતી યોજાશે, જ્યારે નૂતન વર્ષના દિવસે ભગવાનને 2,500થી વધુ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવશે.
8 નવેમ્બરે ભવ્ય આતશબાજી અને મહાઆરતી
દિવાળીના પર્વ નિમિત્તે 8 નવેમ્બરે સારંગપુર BAPS મંદિરમાં ભવ્ય આતશબાજી અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે 8:45 કલાકે સાઉન્ડ એન્ડ લાઇટ શો સાથે આતશબાજી યોજાશે. આ ભવ્ય આયોજનને લઈને મંદિર પરિસરમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
10 નવેમ્બરે 2,500થી વધુ વાનગીઓનો અન્નકૂટ
નૂતન વર્ષના પાવન દિવસે એટલે કે 10 નવેમ્બરે ભગવાનને 2,500થી વધુ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવશે. આ અન્નકૂટ મહોત્સવને લઈને સંતો અને હરિભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
200થી વધુ સંતો અને હરિભક્તો તૈયારીઓમાં જોડાયા
ભગવાનના અન્નકૂટની તૈયારીમાં 200થી વધુ સંતો અને હરિભક્તો જોડાયા છે. સતત 10 દિવસની મહેનત બાદ વિવિધ વાનગીઓ તૈયાર કરીને ભગવાન સમક્ષ અન્નકૂટ ધરાવવામાં આવશે.દિવ્ય રોશની અને ફૂલોના શણગારથી મંદિર ઝળહળ્યું
દિવાળી અને નૂતન વર્ષના મહોત્સવને લઈને સારંગપુર BAPS મંદિરને આકર્ષક રીતે શણગારવામાં આવ્યું છે. મંદિર પરિસરમાં દિવ્ય રોશની અને ફૂલોની સજાવટ કરવામાં આવી છે. તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં હરિભક્તો દર્શન માટે ઉમટી પડે તેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Explainer: ગરીબીમાં બાળપણ, લગ્ન વગર 5 બાળકોના પિતા, રોનાલ્ડોની ફૂટબોલના રાજા બનવાની સફર!
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

