Botad: ગઢડામાં ફરી ભાજપના હાથમાં સત્તાનું સુકાન, કોંગ્રેસનું મજબૂત પ્રદર્શન

ગઢડા(સ્વામીના) નગરપાલિકાની ચૂંટણીના અંતિમ પરિણામો જાહેર થતાં કોણ હારશે અને કોણ જીતશેની અટકળોનો અંત આવ્યો છે. આ ચૂંટણી પરિણામોમાં રસાકસી ભર્યા જંગ વચ્ચે પુનઃ ભારતીય જનતા પાર્ટીનો દબદબો યથાવત રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસ તરફથી પણ મજબૂત પ્રદર્શન થતાં બે બેઠક વધારે મળી છે. આ ચૂંટણી પરિણામોમાં વોર્ડ નંબર 4થી વોર્ડ નંબર 7 માટે ભર્યા નાળિયેર જેવી પરિસ્થિતિ વચ્ચે મતગણતરી દિલધડક બની હતી.કુલ 56 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતોઆ ચૂંટણીમાં ભાજપનો એક નંબરનો વોર્ડ ચૂંટણી પહેલા બિનહરીફ થતાં બાકી રહેતા વોર્ડ નંબર 2થી 7 માટે કુલ 56 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. કેટલાક વિસ્તારોમાં ક્રોસ વોટિંગના કારણે મોટા અપસેટ સર્જાવાની શકયતા વચ્ચે ભાજપે પોતાનો ગઢ સાચવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. મતગણતરી દરમિયાન કુલ 6 વોર્ડની ચૂંટણીમાં ભાજપના અગાઉ બિનહરીફ 4 ઉમેદવારો ઉપરાંત વોર્ડ નંબર બેમાંથી સમગ્ર પેનલ, વોર્ડ નંબર ત્રણમાંથી સમગ્ર પેનલ, વોર્ડ નંબર પાંચમાંથી ત્રણ ઉમેદવારો, વોર્ડ નંબર છ માંથી એક ઉમેદવાર અને વોર્ડ નંબર સાતમાંથી બે મળીને 14 વિજેતા ઉમેદવારો સહિત કુલ 18 બેઠક ભારતીય જનતા પાર્ટીના ફાળે આવી છે. જ્યારે વોર્ડ નંબર પાંચથી સાતમાં ભાજપની પેનલ ખંડિત થતા વોર્ડ પાંચમાંથી એક, વોર્ડ છ માંથી ત્રણ અને વોર્ડ સાતમાંથી બે ઉમેદવારોએ તેમજ વોર્ડ નંબર ચારમાંથી સંપૂર્ણ પેનલ મળીને કોંગ્રેસના કુલ 10 ઉમેદવારો વિજયી જાહેર થતાં કોંગ્રેસ સબળ વિરોધપક્ષ તરીકે ઉભરી આવી છે. આ ચૂંટણીમાં વોર્ડ નંબર પાંચમાં ભાજપના બે સ્ત્રી ઉમેદવારો ફકત એક - એક મતથી વિજયી થતા ધબકારો ચૂકી જવાય તેવી અને પરાજીત ઉમેદવારોને અફસોસ થાય તેવી જીત જોવા મળી હતી. જ્યારે ચૂંટણીના અંતિમ તબક્કા સુધી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનની વાતો નિષ્ફળ રહેતા આમ આદમી પાર્ટીના 6 ઉમેદવારોએ ચૂંટણી માટે ઝંપલાવતા ખૂબ જ નબળો પ્રતિસાદ મળ્યો હતો. આ ચૂંટણીમાં વોર્ડ નંબર બે અને ત્રણમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો યથાવત રહ્યો હતો.ભાજપ અને કોંગ્રેસના વિજયી ઉમેદવારોએ સમર્થકો સાથે ખુશી મનાવી આ ચૂંટણીમાં નોટા માટે વોર્ડ બેમાં 10, વોર્ડ ત્રણમાં 11, વોર્ડ ચારમાં 7, વોર્ડ પાંચમાં 23, વોર્ડ છમાં 21 અને વોર્ડ સાતમાં 51 મત નોંધાયા હતા. આ ચૂંટણી પરિણામોના અંતે ભાજપ અને કોંગ્રેસના વિજયી ઉમેદવારોએ સમર્થકો સાથે ખુશી મનાવી મતદારો માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી. સમગ્ર ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ ત્રણ દાયકાથી સતત નગરપાલિકાનો ગઢ સલામત રાખતા અગ્રણીઓએ જીતને આવકારી સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર ચૂંટણી અને મત ગણતરી પ્રક્રીયા માટે તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ કાયદો વ્યવસ્થા સહિત સુંદર સંકલન વ્યવસ્થા હાથ ધરી કાર્યવાહી પૂર્ણ કરી હતી. વોર્ડ નંબર 4માં કોંગ્રેસના કનુભાઈ જેબલીયા પેનલ સાથે સતત પાંચમી વાર જીત્યા ગઢડા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી સતત લડી રહેલા પૂર્વ વિરોધપક્ષના નેતા કનુભાઈ જેબલીયા પોતાની પેનલ સાથે વોર્ડ નંબર ચારમાંથી સતત પાંચમી વાર બહુમતી સાથે વિજયી થતા કોંગ્રેસનો ગઢ અજેય બની રહેવા પામેલ છે. આ જીતના પગલે સમર્થકો વચ્ચે વિશાળ રેલી યોજી આભાર દર્શન કર્યું હતુ. ભાજપ અને કોંગ્રેસના વિજયી ઉમેદવારો અને મેળવેલા મતો વોર્ડ નંબર 1 કિશોરભાઈ હરેશભાઈ ખાચર - ભાજપ (બીનહરીફ) દિપ્તીબેન દિપકભાઈ ઊંડવીયા - ભાજપ (બીનહરીફ) રાધાબેન રાજુભાઇ સોલંકી - ભાજપ (બીનહરીફ) કાંતિભાઈ બાલાભાઈ તેજાણી - ભાજપ (બીનહરીફ) વોર્ડ નંબર 2 વર્ષાબેન રમેશભાઈ પરમાર - ભાજપ (1227 મત) હંસાબેન ઘનશ્યામભાઈ વાઘાણી - ભાજપ (1184 મત) બુધાલાલ છગનલાલ પરમાર - ભાજપ (1316 મત) સુરેશભાઈ પરષોત્તમભાઈ મેર - ભાજપ (1241 મત) વોર્ડ નંબર 3 પાયલબેન અમિતભાઈ રાજ્યગુરૂ - ભાજપ (1106 મત) સંગીતાબેન વિપુલભાઈ મામેરીયા - ભાજપ (961 મત) જયરાજભાઈ દેવકુભાઈ ખાચર - ભાજપ (1027 મત) હિતેશકુમાર રવજીભાઈ પટેલ - ભાજપ (967 મત) વોર્ડ નંબર 4 કુલસુમબેન યુનુસભાઈ ચૌહાણ - કોંગ્રેસ (837 મત) સીમાબેન ગજેન્દ્રભાઈ ગોહેલ - કોંગ્રેસ (737 મત) રમેશભાઈ હમીરભાઇ રાઠોડ - કોંગ્રેસ (691 મત) કનુભાઈ જસકુભાઈ જેબલીયા - કોંગ્રેસ (1060 મત) વોર્ડ નંબર 5 નિલકમલબેન અશોકભાઈ પરમાર - ભાજપ (817 મત) ગીતાબેન ગોબરભાઈ મેર - ભાજપ (989 મત) ઘનશ્યામભાઈ કાનાભાઇ ડવ - ભાજપ (1061 મત) કિરણબેન રામજીભાઈ સાટીયા - કોંગ્રેસ (988 મત) વોર્ડ નંબર 6 સેજુબેન ભીખાભાઈ ભુરખીયા - કોંગ્રેસ (1013 મત) મધુબેન વલ્લભભાઈ મુલાણી - ભાજપ (984 મત) મીતભાઈ પ્રભાતભાઈ ડાંગર - કોંગ્રેસ (1196 મત) કલ્પેશભાઈ પ્રભાતભાઈ ચાવડા - કોંગ્રેસ (1220 મત) વોર્ડ નંબર 7 આરતીબેન ગણેશભાઈ જમોડ - ભાજપ (1269 મત) ક્રિષ્નાબેન અજયભાઈ જાલા - કોંગ્રેસ (1252 મત) જયદીપભાઈ વજુભાઈ છૈયા - કોંગ્રેસ (1317 મત) સુરેશભાઈ વાલેરાભાઈ ડવ - ભાજપ (1261 મત)

Botad: ગઢડામાં ફરી ભાજપના હાથમાં સત્તાનું સુકાન, કોંગ્રેસનું મજબૂત પ્રદર્શન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગઢડા(સ્વામીના) નગરપાલિકાની ચૂંટણીના અંતિમ પરિણામો જાહેર થતાં કોણ હારશે અને કોણ જીતશેની અટકળોનો અંત આવ્યો છે. આ ચૂંટણી પરિણામોમાં રસાકસી ભર્યા જંગ વચ્ચે પુનઃ ભારતીય જનતા પાર્ટીનો દબદબો યથાવત રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસ તરફથી પણ મજબૂત પ્રદર્શન થતાં બે બેઠક વધારે મળી છે. આ ચૂંટણી પરિણામોમાં વોર્ડ નંબર 4થી વોર્ડ નંબર 7 માટે ભર્યા નાળિયેર જેવી પરિસ્થિતિ વચ્ચે મતગણતરી દિલધડક બની હતી.

કુલ 56 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો

આ ચૂંટણીમાં ભાજપનો એક નંબરનો વોર્ડ ચૂંટણી પહેલા બિનહરીફ થતાં બાકી રહેતા વોર્ડ નંબર 2થી 7 માટે કુલ 56 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. કેટલાક વિસ્તારોમાં ક્રોસ વોટિંગના કારણે મોટા અપસેટ સર્જાવાની શકયતા વચ્ચે ભાજપે પોતાનો ગઢ સાચવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. મતગણતરી દરમિયાન કુલ 6 વોર્ડની ચૂંટણીમાં ભાજપના અગાઉ બિનહરીફ 4 ઉમેદવારો ઉપરાંત વોર્ડ નંબર બેમાંથી સમગ્ર પેનલ, વોર્ડ નંબર ત્રણમાંથી સમગ્ર પેનલ, વોર્ડ નંબર પાંચમાંથી ત્રણ ઉમેદવારો, વોર્ડ નંબર છ માંથી એક ઉમેદવાર અને વોર્ડ નંબર સાતમાંથી બે મળીને 14 વિજેતા ઉમેદવારો સહિત કુલ 18 બેઠક ભારતીય જનતા પાર્ટીના ફાળે આવી છે.

જ્યારે વોર્ડ નંબર પાંચથી સાતમાં ભાજપની પેનલ ખંડિત થતા વોર્ડ પાંચમાંથી એક, વોર્ડ છ માંથી ત્રણ અને વોર્ડ સાતમાંથી બે ઉમેદવારોએ તેમજ વોર્ડ નંબર ચારમાંથી સંપૂર્ણ પેનલ મળીને કોંગ્રેસના કુલ 10 ઉમેદવારો વિજયી જાહેર થતાં કોંગ્રેસ સબળ વિરોધપક્ષ તરીકે ઉભરી આવી છે. આ ચૂંટણીમાં વોર્ડ નંબર પાંચમાં ભાજપના બે સ્ત્રી ઉમેદવારો ફકત એક - એક મતથી વિજયી થતા ધબકારો ચૂકી જવાય તેવી અને પરાજીત ઉમેદવારોને અફસોસ થાય તેવી જીત જોવા મળી હતી. જ્યારે ચૂંટણીના અંતિમ તબક્કા સુધી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનની વાતો નિષ્ફળ રહેતા આમ આદમી પાર્ટીના 6 ઉમેદવારોએ ચૂંટણી માટે ઝંપલાવતા ખૂબ જ નબળો પ્રતિસાદ મળ્યો હતો. આ ચૂંટણીમાં વોર્ડ નંબર બે અને ત્રણમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો યથાવત રહ્યો હતો.

ભાજપ અને કોંગ્રેસના વિજયી ઉમેદવારોએ સમર્થકો સાથે ખુશી મનાવી

આ ચૂંટણીમાં નોટા માટે વોર્ડ બેમાં 10, વોર્ડ ત્રણમાં 11, વોર્ડ ચારમાં 7, વોર્ડ પાંચમાં 23, વોર્ડ છમાં 21 અને વોર્ડ સાતમાં 51 મત નોંધાયા હતા. આ ચૂંટણી પરિણામોના અંતે ભાજપ અને કોંગ્રેસના વિજયી ઉમેદવારોએ સમર્થકો સાથે ખુશી મનાવી મતદારો માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી. સમગ્ર ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ ત્રણ દાયકાથી સતત નગરપાલિકાનો ગઢ સલામત રાખતા અગ્રણીઓએ જીતને આવકારી સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર ચૂંટણી અને મત ગણતરી પ્રક્રીયા માટે તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ કાયદો વ્યવસ્થા સહિત સુંદર સંકલન વ્યવસ્થા હાથ ધરી કાર્યવાહી પૂર્ણ કરી હતી.

વોર્ડ નંબર 4માં કોંગ્રેસના કનુભાઈ જેબલીયા પેનલ સાથે સતત પાંચમી વાર જીત્યા

ગઢડા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી સતત લડી રહેલા પૂર્વ વિરોધપક્ષના નેતા કનુભાઈ જેબલીયા પોતાની પેનલ સાથે વોર્ડ નંબર ચારમાંથી સતત પાંચમી વાર બહુમતી સાથે વિજયી થતા કોંગ્રેસનો ગઢ અજેય બની રહેવા પામેલ છે. આ જીતના પગલે સમર્થકો વચ્ચે વિશાળ રેલી યોજી આભાર દર્શન કર્યું હતુ.

ભાજપ અને કોંગ્રેસના વિજયી ઉમેદવારો અને મેળવેલા મતો

વોર્ડ નંબર 1

  • કિશોરભાઈ હરેશભાઈ ખાચર - ભાજપ (બીનહરીફ)
  • દિપ્તીબેન દિપકભાઈ ઊંડવીયા - ભાજપ (બીનહરીફ)
  • રાધાબેન રાજુભાઇ સોલંકી - ભાજપ (બીનહરીફ)
  • કાંતિભાઈ બાલાભાઈ તેજાણી - ભાજપ (બીનહરીફ)

વોર્ડ નંબર 2

  • વર્ષાબેન રમેશભાઈ પરમાર - ભાજપ (1227 મત)
  • હંસાબેન ઘનશ્યામભાઈ વાઘાણી - ભાજપ (1184 મત)
  • બુધાલાલ છગનલાલ પરમાર - ભાજપ (1316 મત)
  • સુરેશભાઈ પરષોત્તમભાઈ મેર - ભાજપ (1241 મત)

વોર્ડ નંબર 3

  • પાયલબેન અમિતભાઈ રાજ્યગુરૂ - ભાજપ (1106 મત)
  • સંગીતાબેન વિપુલભાઈ મામેરીયા - ભાજપ (961 મત)
  • જયરાજભાઈ દેવકુભાઈ ખાચર - ભાજપ (1027 મત)
  • હિતેશકુમાર રવજીભાઈ પટેલ - ભાજપ (967 મત)

વોર્ડ નંબર 4

  • કુલસુમબેન યુનુસભાઈ ચૌહાણ - કોંગ્રેસ (837 મત)
  • સીમાબેન ગજેન્દ્રભાઈ ગોહેલ - કોંગ્રેસ (737 મત)
  • રમેશભાઈ હમીરભાઇ રાઠોડ - કોંગ્રેસ (691 મત)
  • કનુભાઈ જસકુભાઈ જેબલીયા - કોંગ્રેસ (1060 મત)

વોર્ડ નંબર 5

  • નિલકમલબેન અશોકભાઈ પરમાર - ભાજપ (817 મત)
  • ગીતાબેન ગોબરભાઈ મેર - ભાજપ (989 મત)
  • ઘનશ્યામભાઈ કાનાભાઇ ડવ - ભાજપ (1061 મત)
  • કિરણબેન રામજીભાઈ સાટીયા - કોંગ્રેસ (988 મત)

વોર્ડ નંબર 6

  • સેજુબેન ભીખાભાઈ ભુરખીયા - કોંગ્રેસ (1013 મત)
  • મધુબેન વલ્લભભાઈ મુલાણી - ભાજપ (984 મત)
  • મીતભાઈ પ્રભાતભાઈ ડાંગર - કોંગ્રેસ (1196 મત)
  • કલ્પેશભાઈ પ્રભાતભાઈ ચાવડા - કોંગ્રેસ (1220 મત)

વોર્ડ નંબર 7

  • આરતીબેન ગણેશભાઈ જમોડ - ભાજપ (1269 મત)
  • ક્રિષ્નાબેન અજયભાઈ જાલા - કોંગ્રેસ (1252 મત)
  • જયદીપભાઈ વજુભાઈ છૈયા - કોંગ્રેસ (1317 મત)
  • સુરેશભાઈ વાલેરાભાઈ ડવ - ભાજપ (1261 મત)