Botad: કૌટુંબિક ભાઈએ સગીર બહેન સાથે આચર્યુ દુષ્કર્મ, આ રીતે ફૂટ્યો ભાંડો
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના એક ગામે ભાઈ બહેનના પવિત્ર સંબંધને કલંક લગાડે તેવી ઘટના સામે આવી છે. હવસખોર કૌટુંબિક ભાઈએ 13 વર્ષીય સગીરા અને કૌટુંબિક બહેન સાથે દુષ્કર્મ આચર્યું છે. સગીરાને બે માસનો ગર્ભ રહી જતા પરિવારજનોએ પૂછપરછ કરતાં તમામ વિગતો સામે આવતા ભોગ બનનાર સગીરાના પિતાએ ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.કૌટુંબિક ભાઈએ ધમકી આપી બહેનને તેના ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું ત્યારે ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરીને ગણતરીની કલાકોમાં આરોપી કૌટુંબિક ભાઈને ઝડપી પાડયો છે. તમને જણાવી દઈએ કે આજકાલ રાજ્યમાં બળાત્કાર અને છેડતીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, હવસખોરો નાની ફૂલ જેવી બાળકીઓને પણ પીંખી નાખતા હોય છે, ત્યારે ભાઈ બહેનના પવિત્ર સંબંધને કલંક લગાડે તેવો લાલબત્તી સમાન કિસ્સો બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના એક ગામમાંથી સામે આવ્યો છે, જ્યાં એક કૌટુંબિક ભાઈએ જ 13 વર્ષ 9 મહિનાની માસૂમ બહેન પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે, કૌટુંબિક ભાઈએ જ બહેનને પીંખી ગઢડા તાલુકાના એક ગામની સગીરાને તેના કૌટુંબિક ભાઈએ ધમકી આપી તેના ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું હતું. સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી સગીરાને પેટમાં દુખાવો ઉપડતાં ગત 4 ડિસેમ્બર 2024ના રોજ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઈ ત્યાં તે ગર્ભવતી હોવાનું સામે આવતા પરિવારજનોએ સગીરાની પૂછપરછ કરતાં ત્રણેક મહિના પહેલા કૌટુંબિક ભાઈએ ધમકી આપી તેના ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવતા ભોગ બનનાર સગીરાના પિતાએ ગઢડા પોલીસ મથકે કૌટુંબિક ભાઈ જેની ઉંમર અંદાજે 19થી 20 વર્ષ છે, તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ગણતરીના કલાકોમાં આરોપીની પોલીસે કરી ધરપકડ જેને પગલે પોલીસે દુષ્કર્મ અને પોક્સો કલમ હેઠળ ગઢડા પોલીસ સ્ટેશનમાં BSNની કલમ 65(1) તથા પોક્સોની કલમ 3(A) તથા 4નો ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.ગઢડા પોલીસે સગીરાનું મેડિકલ કરાવતાં સગીરાને બે માસનો ગર્ભ હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે, ત્યારે પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી પાડયો હતો અને વધુ તપાસ અર્થે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના એક ગામે ભાઈ બહેનના પવિત્ર સંબંધને કલંક લગાડે તેવી ઘટના સામે આવી છે. હવસખોર કૌટુંબિક ભાઈએ 13 વર્ષીય સગીરા અને કૌટુંબિક બહેન સાથે દુષ્કર્મ આચર્યું છે. સગીરાને બે માસનો ગર્ભ રહી જતા પરિવારજનોએ પૂછપરછ કરતાં તમામ વિગતો સામે આવતા ભોગ બનનાર સગીરાના પિતાએ ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
કૌટુંબિક ભાઈએ ધમકી આપી બહેનને તેના ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું
ત્યારે ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરીને ગણતરીની કલાકોમાં આરોપી કૌટુંબિક ભાઈને ઝડપી પાડયો છે. તમને જણાવી દઈએ કે આજકાલ રાજ્યમાં બળાત્કાર અને છેડતીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, હવસખોરો નાની ફૂલ જેવી બાળકીઓને પણ પીંખી નાખતા હોય છે, ત્યારે ભાઈ બહેનના પવિત્ર સંબંધને કલંક લગાડે તેવો લાલબત્તી સમાન કિસ્સો બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના એક ગામમાંથી સામે આવ્યો છે, જ્યાં એક કૌટુંબિક ભાઈએ જ 13 વર્ષ 9 મહિનાની માસૂમ બહેન પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે, કૌટુંબિક ભાઈએ જ બહેનને પીંખી ગઢડા તાલુકાના એક ગામની સગીરાને તેના કૌટુંબિક ભાઈએ ધમકી આપી તેના ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું હતું.
સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી
સગીરાને પેટમાં દુખાવો ઉપડતાં ગત 4 ડિસેમ્બર 2024ના રોજ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઈ ત્યાં તે ગર્ભવતી હોવાનું સામે આવતા પરિવારજનોએ સગીરાની પૂછપરછ કરતાં ત્રણેક મહિના પહેલા કૌટુંબિક ભાઈએ ધમકી આપી તેના ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવતા ભોગ બનનાર સગીરાના પિતાએ ગઢડા પોલીસ મથકે કૌટુંબિક ભાઈ જેની ઉંમર અંદાજે 19થી 20 વર્ષ છે, તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ગણતરીના કલાકોમાં આરોપીની પોલીસે કરી ધરપકડ
જેને પગલે પોલીસે દુષ્કર્મ અને પોક્સો કલમ હેઠળ ગઢડા પોલીસ સ્ટેશનમાં BSNની કલમ 65(1) તથા પોક્સોની કલમ 3(A) તથા 4નો ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.ગઢડા પોલીસે સગીરાનું મેડિકલ કરાવતાં સગીરાને બે માસનો ગર્ભ હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે, ત્યારે પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી પાડયો હતો અને વધુ તપાસ અર્થે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે.