Botad News: રાણપુરમાં સ્કૂલ બસ અને પીકઅપ ચાલક વચ્ચે ધીંગાણું, જાહેર રસ્તા પર થઈ ધોકાવાળી

Apr 19, 2026 - 21:00
Botad News: રાણપુરમાં સ્કૂલ બસ અને પીકઅપ ચાલક વચ્ચે ધીંગાણું, જાહેર રસ્તા પર થઈ ધોકાવાળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આજે જાહેરમાં મારામારીની એક સનસનીખેજ ઘટના સામે આવી છે. શહેરના ભરચક ગણાતા સરકારી દવાખાના પાસેના ચાર રસ્તા મેઈન બજારમાં બે શખ્સો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો. એક સ્કૂલ બસ અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેના કારણે બંને વાહનોના ચાલકો ઉશ્કેરાઈ ગયા હતા અને જાહેર રસ્તા પર જ એકબીજા સાથે બાખડી પડ્યા હતા.

લાકડાના ધોકા વડે સામસામે પ્રહાર

આ વિવાદ એટલો ઉગ્ર બન્યો હતો કે બંને પક્ષો લાકડાના ધોકા લઈને સામસામે આવી ગયા હતા. મેઈન બજારમાં લોકોની અવરજવર વચ્ચે બંને શખ્સો એકબીજા પર હિંસક પ્રહાર કરતા જોવા મળ્યા હતા. આ સમગ્ર લાઈવ ઘટનાને ત્યાંથી પસાર થતા એક રાહદારીએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી. હાલમાં આ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં જોરશોરથી વાઈરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ઉઠ્યા સવાલ

બજારની મધ્યમાં અને સરકારી હોસ્પિટલ જેવા સંવેદનશીલ વિસ્તારમાં થયેલી આ ઘટનાને પગલે સ્થાનિક સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ધોળા દિવસે જાહેર રોડ પર હથિયારો સાથે મારામારી થતા રાહદારીઓ અને સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસ આ મામલે વાઈરલ વીડિયોના આધારે બંને ચાલકોની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0